May 06, 2017

જ્યાં સુધી લખશો ત્યાં સુધી આઝાદી છે!! : વિજય મકવાણા

આશરે અઢી હજાર વર્ષ પછી લખવાનો,સ્વતંત્ર વિચારવાનો મોકો મળ્યો છે. સદીઓ બાદ અક્ષરો સાથે નાતો બંધાયો છે. આ સંબંધને મજબૂત કરો!! કાગળ લ્યો, પેન લ્યો ડાયરીમાં લખો, કોલસો લ્યો દિવાલ પર લખો.ભીંતો ભરી મુકો!! ફેસબુક પર, વોટ્સએપ,અન્ય સોશ્યલ મિડીયા પર અંદાજે 19 કરોડ ભારતીયો લખી રહ્યાં છે. તમે પણ એમાં સામેલ છો. બેધડક લખો. ખુદના વિચારો રજુ કરો. આંબેડકર,પેરીયાર,ફુલે,લલ્લઈસિંહ યાદવની સમાનતાની વિચારધારાને લખો. સમાજ જરૂર બદલાશે. એ લોકો મુરખ ન હતાં જેમણે તમારા લખવા,વાંચવા,બોલવા પર પ્રતિબંધ મુક્યો હતો. જીભ કાપી લેવી,કાનમાં ધગધગતું સીસું રેડી દેવું, આંગળીઓ કાપી લેવી..આ બધી સજાઓ ખાલી તમારા શરીરને અંકુશમાં રાખવા જ નહોતી કરવામાં આવતી. તમારા દિમાગ પર પકડ બનાવવા અમલમાં હતી. હવે તમે સ્વતંત્ર છો. લખો તમારા માટે નહીં તમારા બાળકો માટે લખો. પોતાની ઓળખ માટે લખો.સમાનતા માટે લખો. એક મહાન સંસ્કૃતિને જીવંત કરવા માટે લખો. આંગળીઓ દુ:ખે તોય લખો..જ્યાં સુધી લખશો ત્યાં સુધી આઝાદી છે!!
-વિજય મકવાણા
વિચારબીજ:ડીસીમંડલ















Facebook Post :-

No comments:

Post a Comment