ગઇકાલે એક મિત્રએ સવાલ કર્યો છે.
દલિતો એકઠાં કેમ નથી થઇ રહ્યાં?
દલિતોને મોબીલાઇઝ કરવા શું કરવું?
સામાજીક જાગૃતિના આટલાં સંગઠનો કામ કરી રહ્યાં છે. તેમ છતાંય દલિતો વિશાળ માત્રામાં બહાર કેમ નથી નિકળી રહ્યાં.?
મેં કહ્યું દલિતોને મનોરંજન મળે, જુસ્સો પેદા થાય, તેમને ફાયદો થાય, ચોક્કસપણે શુભ પરીણામ મળે એવું કયું કાર્ય આપણે કરી રહ્યાં છીએ?
આપણે તેમને એકઠાં કરીએ છીએ. કલાકો સુધી તડકાંમાં બેસાડીએ છીએ. તેમને બેફામ ભાષણો સંભળાવી તંગ કરીએ છીએ. તમે થાકી જાઓ ત્યાં સુધી વારાફરતી બોલો છો. ગરીબ દલિત ખૂણામાં બેઠો બેઠો પાંચ રુપિયાની લાવેલ ઝુડી બીડી પૂરી થતાં ચાલ્યો જાય છે.
તે તમારા આંદોલનનો હિસ્સો જ નથી. તે માત્ર શ્રોતા છે. તેને ભાગે માત્ર સાંભળવાનું છે. તમારે તેને મોબીલાઇઝ કરવો હોય તો તેને આંદોલનનો હિસ્સો બનાવો..તેને એક્શનમાં લાવો. તેનામાં પ્રાણ ફુંકો. તમારા આંદોલનમાં નવતર પ્રયોગો કરો..એક દિવાલ ચણો..દરેક ઇંટ પર તેનું નામ લખાવો..એ ઇંટ તે જાતે બનાવે..જાતે મુકે..જાતે ચણે..દિવાલમાં તેનો હિસ્સો છે તેવું ગૌરવ લેવા દો..પછી તમારે સાદ પાડીને કોઇને બોલાવવા નહી પડે!! સૌ પોતપોતાની ઇંટ લઇને આવશે..!!
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment