May 06, 2017

મધ્યમ વર્ગ એટલે સરકાર ની ગાય : પ્રગ્નેશ લેઉવા

દેશના અર્થતંત્ર પર જેનો મદાર છે તે મધ્યમ વર્ગ જ પીસાઈ રહ્યો છે દેશમાં.
ભારત જેવા ગરીબ કહેવાતા ખેતી પ્રધાન દેશમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો હાલ આર્થિક સકડામણ નો ભોગ બનતા હોય છે . ભૌતિક જીવન શૈલીમાં.પોતાનો ક્રમાંક જાળવી રાખવા સતત સંઘર્ષ કરતો આ વર્ગ પાછો સરકાર ની નજરમાં હમેશ આગળ હોય છે . આગળ એટલે કે એમના ટેક્સ જ ઇઝી ટેક્સ મની હોય છે .નોકરિયાત વર્ગ નો પગાર આસાની થી ટેક્સના દાયરા માં આવી જતા સરકાર ને બખા બખઃખા હોય છેં . વળી આ જ વર્ગ સૌથી મોટો કન્ઝ્યુમર પણ છે.  એમની ખરીદ શક્તિ અને વ્યવહાર થી પરોક્ષ કર પણ મબલખ મળે છે. જેમ કે રેસ્ટરોન્ટ માં જમવા જતા બિલ આવે તેમાં ટેક્સ , પેટ્રોલ પુરાવે , મોબાઈલ , ટીવી , ફ્રીઝ , એસિ, ગાડી , એક્ટિવા, કાંઈ પણ ખરીદે ટેક્સ ચૂકવે જ છે . સરકાર આ આવકના દમ પર જ સબળ છે અને આપણો દેશ મજબૂત કે સક્ષમ ..
મધ્યમ વર્ગને ટકી રહેવા અથાગ પ્રયત્નો કરવા પડતા હોય છે . શિક્ષણ આરોગ્ય પાછળ પણ ઘણા ખર્ચ થતા હોય છે .જ્યાં જાવ ત્યાં મધ્યમ વર્ગ જ ખરીદશક્તિ ને આધારે સરકાર ને આવક પુરી પાડે છે .
આ મધ્યમ વર્ગ એટલે સરકાર ની ગાય ..જેને સરકાર ફાવે તેમ યુઝ કરી શકે .કોઈ જ ખટપટ નહિ કરનાર વર્ગ આસાની થી સરકાર સમક્ષ નત મસ્તક બની જઇ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ સમજી ચુપચાપ બેસી રહે છે .મધ્યમ વર્ગ આખી જિંદગી ટકી રહે છે મધ્યમ ક્રમમા જ .. આ વર્ગ નું છેલ્લું ધ્યેય ગાડી ફોર વહીલ હોય છે જે પૂરું થતા પોતાને એક સ્ટેપ ઉપર આવી ગયા એમ સમજી ખુશી નો માર્યો ઉચ્ચ મધ્યમ વર્ગનો સભ્ય બની ગયો એ વાત થી મનમાં મુશકુરાય છે ..
મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગ બનતાં એક જિંદગી વીતી જાય છે .
ઉચ્ચ મધ્યમ વર્ગ ને શ્રીમંત વર્ગ બનતા એક ઝીંદગી .
શ્રીમંત ને તો શ્રીમંત બનવું એ વારસા માં મળેલ ભેટ છે.
ગરીબ ને તો ગણે જ છે કોણ આ દેશમાં ???
પ્રગ્નેશ લેઉવા અમદાવાદ :::



No comments:

Post a Comment