ગુરુજી: વત્સ બધાં હિન્દુઓએ 10-12 બાળકો પેદા કરવા જોઇએ.
ચેલો: ગુરુદેવ એનાથી વસ્તી વિસ્ફોટ થશે. ભૂખમરો ફાટી નિકળશે.
ગુરુજી: તૂ ભૂખ્યો નહી રહે.
ચેલો: કેવી રીતે ગુરુદેવ?
ગુરુજી: આપણે હિન્દુહિતની દુકાન ચલાવીશું, કસ્ટમર વધશે.
ચેલો: પણ લોકો નહી પેદા કરે તો?
ગુરુજી: તો મુસલમાનો વધતા રહેશે. એક સમય મુસલમાનો આપણા કરતાં વધી જશે.
ચેલો: તો તો આપણી દુકાન બંધ થઇ જશે. બરાબરને ગુરુદેવ?
ગુરુજી: ના, વત્સ આપણે મુસલમાનો પાસેથી ડીલરશીપ લઇ લેશું.
ચેલો: કેવી રીતે ગુરુજી?
ગુરુજી: આપણે પૂર્વે બીરબલ, માનસિંહ, ટોડરમલ, કૃષ્ણરાવ, જયચંદ બની ગયાં હતાં. અને માલદાર બન્યાં હતાં. આપણે પ્રશસ્તિઓ ગાઇને આપણું સ્થાન અકબંધ રાખીશું. વજીર, મંત્રી, સચિવ, કાજી બનીશું..
ચેલો: તો આપણા બીજા હિન્દુ ભાઇઓનું શું?
ગુરુજી: વત્સ, પુરાણોમાં નજર કર જે આદરને પાત્ર છે તે આપણે જ છીએ. આપણા ગૌરવપૂર્ણ વારસાનું ગૌરવ લે..
ચેલો: મતલબ આ બધી ફિકર આપણી છે?
ગુરુજી: જી, વત્સ અન્યો માટે કોઇ યોજના નથી 'ન ભૂતો ન ભવિષ્યતિ'
ચેલો: ગુરુજી, હું કમંડલમાં ગાયનું શુદ્ધ ઘી ભરી લાવું..આજે ભોજનમાં લાડું છે.
ગુરુજી: વત્સ, કોઇ ભક્તને મોકલી બે તમાકુંની પડી મંગાવી લેજે..લાડું ભોજન કર્યાં બાદ પાચનક્રિયા મંદ પડી જાય છે.
ચેલો: જી, ગુરુદેવ!
-વિજય મકવાણા
No comments:
Post a Comment