May 06, 2017

આ દેશ કટ્ટરવાદીઓ અને ફાંસીવાદી વિચારસરણીનો ગુલામ થતો જાય છે : વિજય મકવાણા

એક સમય હતો..યુરોપમાં IVF (ઇન વીટ્રો ફર્ટીલાઇઝેશન) પધ્ધતિથી પ્રથમ બાળક 1978માં જન્મતાં જ દાક્તરી વિજ્ઞાનથી ચર્ચ નારાજ થઇ ગયું હતું. ચર્ચનું કહેવું હતું કે, આ કુદરતનાં સિધ્ધાંતોનો ભંગ છે. કેટલાય વિરોધ બાદ યુરોપમાં તે પધ્ધતિ ચાલું રહી. 1986માં IVF ટેકનોલોજી ભારતમાં પણ આવી તે જ વર્ષે ભારતની પ્રથમ ટેસ્ટટ્યુબ બેબી હર્ષા ચાવડાનો જન્મ થયો. સમગ્ર ભારતે હર્ષોલ્લાસ સાથે આ પુત્રીનું સ્વાગત કર્યું. તે વખતની સરકાર કોઇપણ હો એનાથી કશો ફરક નથી પડતો પણ ત્યારે આ સમાજ માનવઅધિકાર વિશે, વિજ્ઞાન એક આવકાર્ય બાબત છે તે વિશે જાગૃત હતો. નવા વિચારો, સિધ્ધાંતો, વિજ્ઞાનીક તથ્યવાળી, બાબતોનો સ્વાકાર કરવો. તેવું ભારતે મન બનાવી લીધું હતું..1980 થી 2000 નો ગાળો ભારતના દિમાગી વિકાસનો સુવર્ણકાળ હતો...
ખબર નહી કેમ પણ હવે એવું અનુભવી રહ્યો છું..કે, આ દેશ કટ્ટરવાદીઓ અને ફાંસીવાદી વિચારસરણીનો ગુલામ થતો જાય છે.
ભારત સરકાર 'સિંગલ પેરન્ટ' 'સરોગસી' 'લીવ ઇન રીલેશનશીપ' 'સમલૈંગીક લગ્નો' પર પ્રતિબંધ કે નિયમનની વ્યવસ્થા લાવી રહી છે. કેટલીક વિવાદાસ્પદ જોગવાઇઓ સાથે કેબીનેટની મંજૂરી મળી ગઇ છે. રાજ્યસભા-લોકસભામાં ચર્ચા થશે. જોઇએ ભારત કઇ તરફ નમે છે.
-વિજય મકવાણા


















Facebook Post :-

No comments:

Post a Comment