May 06, 2017

રિવાજોનું પાલન કરીયે પણ કુરિવાજો ના બનવા દઇએ : દિનેશ મકવાણા

By Dinesh Makwana  
અમિતાભ બચ્ચન ની જાહેરાત
દીકરા દીકરી સરખે ભાગે મિલકતમાં ભાગીદાર..

અેશ્વર્યા રાય જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે આ બચ્ચન સાહેબે એવી ઇચ્છા પ્રગટ કરેલી કે પુત્ર પેદા થાય. નારી સંગઠનોએ જ્યારે વિરોધ નોધાવ્યો ત્યારે બચ્ચન સાહેબે કહેવું પડ્યું કે હુ દીકરા કે દીકરી મા કોઇ તફાવત સમજતો નથી. તે સમયે પેપરમાં બચ્ચન ને ઉતર પ્રદેશની માનસિકતા ધરાવતી વ્યકિત તરીકે ચિતરવામાં આવી હતી.

મુળ આ સમાચાર મા એક વાત જરુર સમજવાની છે. હિન્દી ભાષી રાજ્યોમાં આજે પણ દહેજનું દુષણ બહુ મોટે પાયે વકરેલુ છે. બિહારમાં અેક ક્લાર્ક માટે દસ લાખ રુપિયાથી માંડીને IAS માટે સિત્તેર લાખ સુધીનુ દહેજ બોલાય છે. તેથી તે પ્રદેશોમાં લગ્ન પછી બીજી મિલકત આપવાનો રિવાજ જ નથી. કારણ કે લગ્ન સમયે જે દહેજ આપવામાં આવે છે તે દીકરીને જ આપવામાં આવે છે.

દરેક રાજ્યની સ્થિતિ અને સંજોગો જુદા જુદા છે. બાકીના રાજ્યોમાં ખાસ કરીને ગુજરાત કે મહારાષ્ટ્ર ની દલિત જાતિઓમાં દહેજ પ્રથા નથી. આપણા વડીલોએ જે નિયમ બનાવ્યા તેની પાછળ બહુ વ્યવહારિકતા જોવા મળે છે. કારણ કે દીકરી પ્રેગનન્ટ થાય ત્યાં સુધી તે તેના ઘરમાં એડજસ્ટ થઇ ગઇ હોય, તેનું ઘર મજબૂત થઇ ગયું હોય ત્યારે સિમંત વિધિ મા આપણે કરિયાવર આપીયે છે તેમાં કોઇ માગણી નથી હોતી.આની પાછળની મુળ ભાવના એ હતી કે દીકરીને બાળકના જન્મ પછી જુદું રહેવું હોય તો તે આપણા આપેલા કરિયાવરમાંથી રહી શકે છે. મુળ દીકરીને મદદ કરવાની ભાવના હતી.
સિમંત પ્રસંગ સિવાય આપણે દરેક તહેવારે દીકરીને કઇંક આપીને મદદ કરતા હોય છે. પરંતુ આ મદદ હોય ત્યાં સુધી વાંધો નથી પરંતુ જ્યારે તે જીદ મા ફેરવાય છે ત્યારે મુશ્કેલી ઉભી થાય છે.
જો સાસરી પક્ષ મજબૂત હોય અને જરુર કરતા વધારે પોતાની દીકરી કે જમાઇને આપે તેમાં કોઇને વાંધો ના હોય પરંતુ આપણા સમાજમાં પરિસ્થિતિ કરતા દેખાદેખી વધારે છે. સિમંતમાં જો ઓછું મળે તો જમાઇની કિંમત ઓછી અંકાય છે. સાસરી પણ ની સ્થિતિ કરતા જમાઇનો પ્રભાવ આમાં વધુ કામ કરતો હોય છે.
રિવાજો ને વ્યવહારિકતા થી જોવાની જરુર છે. ખોટી જિદ અને નબળી આર્થિક સ્થિતિ રિવાજોને કુરિવાજો બનાવી દે છે. બીજું જે આર્થિક રીતે નબળા છે તે નિયમમાં ફેરફાર ના કરી શકે તેથી આવા રિવાજોમાં જો સક્ષમ વ્યકિત ફેરફાર કરે તો સરવાળે સમાજને ફાયદો છે. કોઇ પણ રિવાજ કોઇ એકાદ કે બે વ્યકિત માટે નથી બન્યો હોતો. કેટલાય કહે છે દીકરીને આપવાંથી ઓછું નથી થઇ જતુ, તે વાત સાચી, પણ દેવું કરીને જો આપીયે તો દીકરાને અન્યાય કરીયે છે. રિવાજોમાં બેલેન્સ હોવું જરુરી છે. વિરોધ રિવાજો કરતા તેમાં પોતાની રીતે કરવામાં આવતા સુધારા તરફે છે.

પણ જ્યારે સાસરી પક્ષની સ્થિતિ સારી ના હોય ત્યારે રિવાજ કુરિવાજ બને છે. જમાઇને સાસરી પક્ષની સ્થિતિની ખબર હોય છે તેથી તે કેટલી અપેક્ષા રાખવી તેમને ખબર હોવી જોઇએ.

અમિતાભની આ જાહેરાત મા ઘણું બધુ કહી જાય છે. આપણે રિવાજોનું પાલન કરીયે પણ કુરિવાજો ના બનવા દઇએ.

--- દિનેશ મકવાણા (આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, ભારત સરકાર.)










अमिताभ बच्चन ने अपनी पूरी प्रॉपर्टी अपने बेटे और बेटी को बराबर हिस्से में दे दी, ट्विटर उन्होंने फ़ोटो डाल कर ये सुचना दी

No comments:

Post a Comment