છત્રપતિ શાહુજી મહારાજ ભારત ના એક સાચા જનનાયક અને સમાજ સુધારાવાદી ના રૂપ મા ઓળખવા માં આવે છે. તેઓ રાજા હોવા છતાં દલિત,પછાત,શોષિત વર્ગ ના કષ્ટ ને પોતાનું સમજ્યા અને હંમેશા તેને દૂર કરવા પ્રયત્નશીલ રહ્યા.તેમણે દલિત વર્ગ ના વિધાર્થીઓ ને મફત માં શિક્ષણ આપવા ની પ્રક્રિયા શરૂ કરી .તેમના શાશન દરમિયાન બાળલગ્નો પર કાયદેસરનો નો પ્રતિબંધ મુકવા માં આવ્યો.તે સમય ના રૂઢિવાદી વાતાવરણ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો તથા વિધવા પુનઃલગ્ન ના સમર્થન માં પોતાનો અવાજ ઉઠાવ્યો. આ વાત ને લઇ ને તેમની બહુ કડક ટીકાઓ નો પણ સામનો કરવો પડ્યો.શાહુજી મહારાજ મહાત્મા જ્યોતિબા ફૂલે ના વિચારો થી ખૂબ જ પ્રભાવિત હતા.
૨૬, મી જુલાઈ ૧૯૦૨ ના દિવસે ભારત ના ઇતિહાસ માં સૌ પ્રથમ વાર છત્રપતિ શાહુજી મહારાજે તેમના રાજ્ય માં દલિતો અને પછાતો માટે ૫૦% અનામત આપવાનો ઓર્ડર કરી ને દેશ ના પછાતો,વંચિતોઅને દલિતો ની ભાગીદારી સુનિશ્ચિત કરી.
છત્રપતિ શાહુજી મહારાજે 15 જાન્યુઆરી,1919 ના પોતાના આદેશ માં કહ્યું હતું કે, "તેમના રાજ્ય માં કોઈ પણ કચેરી કે ગ્રામ પંચાયત તમામ જગ્યા એ દલિતો - આદિવાસીઓ અને પછાતો (ઓબીસી) જાતિઓ સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે.
તેમનું સ્પષ્ટ કહેવું હતું કે "આભડછેટ ને ક્યારેય પણ ચલાવી લેવામાં નહી આવે.ઉચ્ચજાતિઓ એ દલિતો ની સાથે માનવીય વ્યવહાર કરવો જ પડશે.જ્યાં સુધી મનુષ્ય ને મનુષ્ય નહી સમજવા માં આવે ત્યાં સુધી માનવ સમાજ નો સર્વે દિશાઓ માંથી વિકાસ થવો શક્ય જ નથી.
૧૫ એપ્રિલ,૧૯૨૦ ના દિવસે નાસિક માં 'ઉદોજી વિધાર્થી છાત્રાલય' ના પાયા નું શિલાન્યાસ કરતા સમયે શાહુજી મહારાજે કહ્યું હતું કે "જાતિવાદ નો અંત ખૂબ જ જરૂરી છે,જાતિવાદ ને સમર્થન આપવું એક અપરાધ છે.આપણા સમાજ ની પ્રગતિ માં સૌથી મોટી અડચણ હોય તો તે જાતિવાદ છે.જાતિ મુજબ ના સંગઠનો ના અંગત સ્વાર્થ હોય છે.નિશ્ચિત રૂપ થી આવા સંગઠનો એ પોતાની શક્તિ નો ઉપયોગ જાતિવાદ ને ખત્મ કરવા માટે કરવો જોઈએ."
છત્રપતિ શાહુ મહારાજે કોલ્હાપુર સ્ટેટ ની નગરપાલિકા ની ચૂંટણી માં અછૂતો માટે પણ સીટો રિઝર્વેશન રાખેલી હતી.આ ભારત ના ઇતિહાસ માં પ્રથમવાર બન્યું હતું કે,નગરપાલિકા ના અધ્યક્ષ અશ્પૃશ્ય જાતિ નો ચૂંટાઈ ને આવ્યો હતો.તેમણે હંમેશા બધા લોકો ને સમાનતા ની નજરે થી જ જોયા હતા. શાહુજી મહારાજે એ.સી./એસટી.ઓબીસી ના વિધાર્થીઓ માટે અલગ થી ખોલાયેલા છાત્રવાસો ને બંધ કરાવી , તેઓ ને સવર્ણ વિધાર્થીઓ ની સાથે બધા માટે એક સાથે અભ્યાસ કરવાની વ્યવસ્થા અમલ માં લાવ્યા હતા.
ડો.બાબાસાહેબ આંબેડકર ને વિદેશ માં મોકલવા માટે પણ તેમણે જ તમામ પ્રકાર ની મહત્વ ની ભૂમિકા ભજવેલી હતી.પોતે કોલ્હાપુર સ્ટેટ હોવા છતાં ડો.બાબાસાહેબ ની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા ની તેમને જાણ થઈ તો તેઓ સામે થી ચાલી ને ડો.આંબેડકર સાહેબ ના ઘરનું સરનામું શોધી ને તેમને મળવા પરેલ ની ચાલી માં ગયેલા. અને કોઈ પણ પ્રકાર ની સહાયતા ની જરૂર હોય તો આપવા તત્પરતા દાખવેલી હતી.શાહુજી મહારાજે ડો.બાબાસાહેબ આંબેડકર ને મુકનાયક વર્તમાનપત્ર પ્રકાશિત કરવા માં પણ સહાયતા કરેલી.સદીઓ થી જેઓ ને બોલવા ચાલવા નો હક ન હતો તેમને છત્રપતિ શાહુજી મહારાજ ના શાશન માં બોલવા ની અને વિચારો ને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવા માં આવેલી. તેમના શાશન માં જ તેમને વિધવા પુનઃવિવાહ ને કાયદેસર ની માન્યતા બક્ષી હતી.
આજ ના દિવસે છત્રપતિ શાહુજી મહારાજ નું નિધન ૬ ઠ્ઠી, મેં ૧૯૨૨ માં મુંબઈ માં થયું,ભારત ના ઇતિહાસ માં સામાજિક ક્રાંતિ ના અગ્રદૂત તરીકે હંમેશા તેમને યાદ રાખવા માં આવશે.
-- સંજય સુમેસરા

No comments:
Post a Comment