May 06, 2017

શું આપણા દેશના મુસલમાન વિદેશી છે? : વિજય મકવાણા


ગુરૂજી: હા, વિદેશી છે.
ચેલો: મુસલમાન ક્યાંથી આવ્યાં છે?
ગુરૂજી: ઇરાન,તુરાન અને અરબથી.
ચેલો: પરંતુ ગુરૂજી હવે તે ક્યાંના નાગરિક છે?
ગુરૂજી: ભારતના નાગરિક છે.
ચેલો: મુસલમાન ક્યાની ભાષા બોલે છે?
ગુરૂજી: ભારતની ભાષાઓ બોલે છે.
ચેલો: તેમની રહેણીકરણી, હાલચાલ, વિચારસરણી કયા દેશના લોકો જેવી છે?
ગુરૂજી: ભારતના લોકો જેવી
ચેલા: તો તે વિદેશી કેવી રીતે ગણાય ગુરૂજી?
ગુરૂજી: એટલા માટે કે તેમનો ધર્મ વિદેશી છે.
ચેલા: બૌદ્ધ ધર્મ ક્યાંનો છે?
ગુરૂજી: ભારતીય છે વત્સ.
ચેલો: તો શું ચીની, જાપાની, થાઇ, બર્મી બૌદ્ધોને ભારત પરત ફરવું જોઇએ?
ગુરૂજી: નહી, નહી વત્સ. ચીની, જાપાની અને થાઇ અહીં આવી શું કરશે?
ચેલો: તો ભારતીય મુસલમાન ઇરાન, તુરાન અને અરબ જઇને શું કરશે?
ગુરૂજી: વત્સ મિથ્યા સવાલો કરવા નહી. હિંદૂ-મુસલમાન જોડે ન રહી શકે.
ચેલો: કેમ ગુરૂદેવ?
ગુરૂજી: બન્નેમાં બહું મોટું અંતર છે.
ચેલો: શું અંતર છે?
ગુરૂજી: તેમની ભાષા અલગ છે. આપણી ભાષા અલગ છે.
ચેલો: શું હિન્દી,કાશ્મિરી,સિંધી,ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ, તમિલ, ઉડીયા, બંગાલી વિગેરે ભાષા મુસલમાન નથી બોલતા? તેઓ માત્ર ઉર્દૂ જ બોલે છે?
ગુરૂજી: ના, ના ભાષાનું અંતર નહી ધર્મનું અંતર છે.
ચેલો: મતલબ કે બે અલગ-અલગ ધર્મોને માનવાવાળા એક દેશમાં સાથે ન રહી શકે?
ગુરૂજી: હા, વત્સ. ભારતવર્ષ કેવળ હિન્દુઓનો દેશ છે.
ચેલો: તો તો શીખ,ઇસાઇ, જૈનો, બૌદ્ધો, પારસીઓ, યહૂદીઓને આ દેશમાંથી હાંકી કાઢવા જોઇએ બરાબર?
ગુરૂજી: હા, બરાબર. હાંકી કાઢવા જોઇએ.
ચેલો: તો પછી આ દેશમાં બાકી કોણ બચ્યું?
ગુરૂજી: કેવળ હિન્દૂ બચ્યાં..અને તેઓ આપસમાં પ્રેમથી રહેશે.
ચેલો: હમમમમ.. એવી જ રીતે જે રીતે પાકિસ્તાનમાં ફક્ત મુસલમાન બચ્યાં છે અને પ્રેમથી રહે છે..
~ફુલે-આંબેડકર વર્લ્ડ~

- વિજય મકવાણા














Facebook Post :-


No comments:

Post a Comment