May 06, 2017

આ માનસિક રોગીઓનો દેશ છે : દિલીપ મંડલ

મા: ઘરથી બહાર જાય છે. પહેલાં ટોઇલેટ જઇ લે.
પુત્રી: હજી હમણાં તો ગઇ છું.
મા: એકવાર ફરીથી જઇ આવ.
પુત્રી: સારું, મમ્મી જાઉં છું.
મા: પાણી કેમ પીએ છે?
પુત્રી: તરસ લાગી છે.
મા: બસ કર હવે, વધુ ન પી.
પુત્રી: કેમ?
મા: લાંબી સફર છે, વધુ પાણી પીશે તો જઇશ ક્યાં?
પુત્રી: પણ મમ્મી ગઇ વખતે ઓછું પાણી પીવાથી લૂ લાગી ગઇ હતી. ડીહાઇડ્રેશન..મરી ગઇ હોત તો?
મા: કોઇ વાંધો નહી, એમ કંઇ મરી નહી જા.
પુત્રી: ડોક્ટર માસીએ કહ્યું હતું ઓછું પાણી પીવાથી મને ઘણી ગંભીર બિમારીઓના લક્ષણ છે.
મા: તો શું થયું? રસ્તામાં પછી ક્યાં કરીશ?
પુત્રી: મમ્મી, મોન્ટુને તો પાણી પીવાથી તું રોકતી નથી. મને કેમ રોકે છે?
મા: મોન્ટુ બસની પાછળની બારીએ જઇ શકે છે.
પુત્રી: મોન્ટુ જઇ શકે તો હું કેમ નહી?
મા: માર ખાઇશ હવે! બહું ચાંપલી ન થા! આ આપણી સંસ્કૃતિ છે, સંસ્કાર છે. મોન્ટુ જઇ શકે તું નહી.
પુત્રી: તું ઠેકઠેકાણે ટોઇલેટ કેમ નથી બનાવી દેતી?
મા: એ શક્ય નથી, નહી બને.
પુત્રી: કેમ?
મા: કેમ કે, દેશને લાગે છે કે,ઔરતો રોકી શકે છે.
પુત્રી: તું રોકી શકે છે મમ્મી??
મા: ના. નથી રોકી શકતી.
પુત્રી: તો?
મા: તો શું? માર ખાવો છે તારે? બંદ કર તારો બકવાસ. ભાગ અહીંથી.
અને તમે કહો છો ભારતને બિમાર દેશ કહી મેં મોટો અપરાધ કરી નાખ્યો છે. હવે આ દેશને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતીમાં કાયમી સીટ જોઇએ છે. જે મહિલાઓને ટોઇલેટ સીટ નથી આપી શકતો. અને મહિલાઓની આ પરેશાની બાબતે વિચારી પણ નથી રહ્યો. આ માનસિક રોગીઓનો દેશ છે. અને જે મનોરોગી નથી તે પાગલખાનામાં જાય..પાકિસ્તાન જાય..!!
-દિલીપ મંડલની વોલ પરથી સાભાર...
અનુ: વિજય મકવાણા













Facebook Post :-



No comments:

Post a Comment