May 06, 2017

માપની પદ્ધતિ સિંધુ ખીણની સંસ્કૃતિની દેણ છે : વિજય મકવાણા

યાદ કરો! બચપણમાં તમે ધૂળમાં આળોટી 'વેન કરી' જીદ કરી માઁના પાલવમાં રહેલાં 'ચાર આના' કે 'આઠ આના' લેતાં પછી ગાંધીની દુકાને રેવડી-પીપરની મસ્તીથી જયાફત ઉડાવતાં..ત્યારે એવું નહોતા વિચારતાં કે આ 'ચાર આના' 'આઠ આના' જ ચલણમાં કેમ છે? 'ચાર આના' 'આઠ આના' 'સોળ આના' વિગેરે ગણતરીની કઇ પ્રણાલી છે? આવી જ રીતે પદાર્થોમાં અનાજ-કઠોળ-દૂધ-ઘી-તેલમાં 'પાશેર' 'અધશેર' 'શેર' 'સવાશેર' જેવા માપનો પણ ઉપયોગ કરતાં તે તોલમાપ પધ્ધતિ ક્યાંથી આવી? તેના મૂળ ક્યાં સુધી ઇતિહાસમાં ઉંડે ગયેલાં છે? સોનામાં અને જમીનમાં હજુપણ એ જ પ્રાચિન માપદંડો ચાલી રહ્યાં છે. જેમ કે, સોનામાં ચાર વાલ, આઠ વાલ, સોળ વાલ, અને જમીનમાં ચાર ગુંઠા, આઠ ગુંઠા, સોળ ગુંઠા..સોળ ગુંઠા બરાબર એક વિઘો...

ભારતે1956 ના વર્ષમાં ડેસીમલ પ્રણાલી અપનાવી તે પહેલાં આ પદ્ધતિ અમલમાં હતી. ક્યારેય તમે વિચાર્યું છે કે, 4,8,16 ના આવર્તન મુજબ માપની આ માપની પદ્ધતિ આવી ક્યાંથી? આ પદ્ધતિ આપણી સિંધુ ખીણની સંસ્કૃતિની દેણ છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળોના ઉત્ખનન કરતાં અમુક માપને દર્શાવતા કાટલાં મળી આવ્યાં છે. જેનાથી સાબિત થાય છે કે, 16, 32, 48, 64, 160, 320, 640, 1280 વિગેરે આવર્તનોવાળી સીરીઝમાં તોલમાપનો ઉપયોગ થતો હતો. આજે પણ ઉતરીય હિન્દીભાષી ક્ષેત્રોમાં એક કિલોમાં ચાર પાવ હોય છે. એક પાવ માં ચાર 'કનવા' હોય છે. સોળ 'કનવા' બરાબર એક કિલો! સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતા આજે પણ ભારતનાં જનજીવનમાં વ્યાપેલી છે. લુચ્ચા, પાખંડી, બ્રાહ્મણવાદી ઇતિહાસકારો કહે છે કે, સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતા લુપ્ત થઇ ગઇ છે.!! સંસ્કૃતિ લુપ્ત નથી થઇ!! પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતી રહી, વિસ્થાપિત થતી રહી. આપણા દૈનિક વ્યવહારોમાં શ્વાસ લેતી રહી. હવે ધીરે ધીરે લોકોના હ્દયમાં આળસ મરડી બેઠી થઇ રહી છે.
એક મીઠી વાત: તમારા મેમરીકાર્ડ ની યાદદાસ્તને પણ 2,4,8,16,64,128,256,512,1024,... જીબી આવર્તનો મુજબ ગણવામાં આવે છે..!!
~ફુલે-આંબેડકર વર્લ્ડ~

- વિજય મકવાણા




Facebook Post :-

No comments:

Post a Comment