May 06, 2017

વ્યવસ્થા બદલો, નહિ તો જનતા તમને પણ રોડે રોડ કરી દેશે. : પ્રગ્નેશ લેઉવા

રીબીન કાપવાની પંદરેક મિનિટ નુ કામ
એના માટે ,
એક ચોકીદાર ની ચોકી પાછળ
પ્રજા ના પૈસા નો આવો ધૂમાડો ??

કમાન્ડો સાથે, વિમાન અને હેલિકોપ્ટર નો ખર્ચ
અને
1 ADG , 3 IG, 14 SP, 37 DySP, 97 PI, 260 PSI, 3040 Police constable, 425 Lady Constable, 3. SRP Team, 30 Videographer નો માત્ર પગાર ખર્ચ ગણો.

કામ :  જે પુલ ઉપર જનતા પાસેથી ટોલ લેવાનો છે એવા ખાનગી કંપની નિર્મિત પુલ નુ ઉદ્ધધાટન...
રીબીન કાપવાની પંદરેક મિનિટ ના કામ માટે પ્રજા ના પૈસા નો આવો ધૂમાડો ??

કોઈ કંપની સાથે સંબંધ હોઈ શકે, તો આ પર્સનલ કામ કહેવાય. તેમા પોતાનો ખર્ચ હોવો જોઇએ.
Rs.30 નું પેટ્રોલ Rs.73 માં આપી જે તિજોરી ભરી, તે તિજોરી ના ચોકીદારે પ્રજાના પૈસા આવી રીતે ઉડાડવાના..?

પણ અહી તો દાનત, દલા તરવાડી જેવી..
લઉ રીંગણા.. લઉ રીંગણા..

આ જોઈને ,
ભારતીયો ટેક્ષ શા માટે નથી ભરતા ?
એવો 
આદરણીય કોંગ્રેસ + ભાજપ તથા અન્ય તમામ રાજકારણીઓ
ના સવાલ નો જનતા તરફથી જવાબ.. 

ભારતીયો ટેક્ષ ચોરી નથી કરતા....!! ભારતીયો ટેક્ષ બચત કરે છે, જેથી કરીને

પોતાના બાળકો ને સારું શિક્ષણ આપી શકે, સારી રોજગારી આપી શકે, સારું સ્વાસ્થ્ય આપી શકે અને સારું ભવિષ્ય આપી શકે.

જે તમારા જેવા નેતાઓ  આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે.

અમે ઇંવેટરો અને જનરેટરો વસાવ્યા, કેમ કે તમે અવિરત વિજળી આપવામાં નિષ્ફળ ગયા. અમે સબમર્સીબલ પંપ વસાવ્યા, કેમ કે તમે પાણી ન આપી શક્યા. અમે સિક્યુરીટી ગાર્ડ રાખ્યા, કેમ કે તમે સુરક્ષા ન કરી શક્યા. અમે અમારા છોકરાઓ ને પ્રાઈવેટ શાળામા મોકલ્યા, કેમ કે તમે સારી શાળા ન આપી શક્યા. અમે અમારા છોકરાઓ ને પ્રાઈવેટ કોલેજ મા મોકલ્યા, કમરતોડ ફી આપી ને ભણાવ્યા, કેમ કે તમે મફત શિક્ષણ , સરકારી કોલેજ  ન આપી શક્યા. અમે પ્રાઈવેટ હોસ્પીટલોના કમરતોડ બિલ ભર્યા, કેમ કે તમે સરકારી સારવાર ન આપી શક્યા. અમે કાર કે બાઈક વસાવી, કેમ કે તમે સારી પબ્લીક ટ્રાન્સપોર્ટ સુવિધા ન આપી શક્યા.

જો તમે તમારી ફરજો બરાબર નિભાવી હોત, અને આ બધી સુવિધાઓ આપી હોત તો, અમને ટેક્ષ ભરવામાં કયા વાંઘો હતો ???

તમે અને તમારા જેવા નેતાઓએ જનતા ના પૈસાનો ખુબ જ દુરઉપયોગ કર્યો છે.

તમે કોર્ટ બનાવી, જયા ન્યાય નથી મળતો. તમે શાળા બનાવી, જયા સારી શિક્ષા નથી મળતી. તમે હોસ્પીટલો બનાવી, જયા દવા નથી મળતી. તમે પોલીસસ્ટેશન બનાવ્યા, જે સુરક્ષા કરવાને બદલે ગુંડાગર્દી કરી રહ્યા છે. તમે જનતાના વોટ લઈ ચુંટાયા અને માલેતુજારો માટે કામે લાગી ગયા.

જો તમે આમાંનુ કઇ પણ સુધારવા માંગતા ન હોવ, તો પછી, જનતા ટેક્ષ શા માટે ભરે ??

જનતાને દોષ દેવાને બદલે, જનતાને સજા દેવાને બદલે, આ વ્યવસ્થા બદલો,

નહીં તો આ જ જનતા તમને પણ રોડે ચડાવશે અને ઈતિહાસનુ કલંકિત પ્રકરણ લખાશે...!!

જય ભારત..

-- પ્રગ્નેશ લેઉવા



No comments:

Post a Comment