May 06, 2017

તથાગત બુદ્ધ અને ભગવાન મહાવીરે તમને માણસ બનાવ્યાં : વિજય મકવાણા

એક સમય એવો હતો કે તમે જેનું ગૌરવ લો છો તે તમારી પ્રાચિન સંસ્કૃતિમાં ગાય,ભેંસ,ઘોડા,બકરી,ઘેટાં વિગેરે.. કોઇ એવું પાલતું પશું એવું નહોતું જેનો તમે બલિ ચડાવતાં નહોતાં. દરેક પશુ તમારા દેવતાઓને સ્વાદિષ્ટ લાગતું હતું. આ જઘન્ય કૃત્યોએ તમને જંગલી બનાવી દિધેલાં. ત્યારે મહાનોત્તમ 'શ્રમણ સંસ્કૃતિ'ના બે મહાન સ્થાપકોએ એટલે કે તથાગત બુદ્ધ અને ભગવાન મહાવીરે તમને માણસ બનાવ્યાં. તમારા પાલતું પશુઓમાં જીવ છે. તેમને પણ જીવવાનો અધિકાર છે. તેમણે તે પશુઓની અગત્યતા શિખવી. તેમણે તમને અહિંસા શિખવી તેમણે તમને જીભને જીતવાનો મંત્ર આપ્યો. મહાવીરે ચુસ્ત અહિંસાનો ઉપદેશ આપ્યો, માંસાહારનો ત્યાગ કરાવ્યો. બુદ્ધે કહ્યું હિંસા આચરી માંસાહાર ન કરો. તમે ધીરે ધીરે બદલ્યાં.
આજે ફરી બુદ્ધ સ્મિત કરતાં કરતાં કહે છે.

આજે ફરી મહાવીરની કરુણામયી આંખો બોલે છે.

તમે નાહક ધર્મના નામે ગૌહત્યાનો મુદ્દો ઉભો કરો છો. મુદ્દો ઉભો કરવાવાળા ન તો ધર્મ,આદ્યાત્મને સમજે છે, ન માનવતાને. જો ગાયોને બચાવવી જ હોય તો તેને તોફાનો-દંગા, વિભાજન કરવાની માનસિકતાથી ન બચાવી શકાય. ગાયને બચાવવી હોય તો તેને એટલી કિંમતી બનાવવી પડે કે તેને જીવતી રાખવા માણસ ખુદ પ્રયત્ન કરે. જીવતી ગાય મરેલી ગાયથી વધુ મુલ્યવાન બનાવી દો. અત્યારે ગાય ની કતલ થાય છે કેમકે જીવતી ગાયની તુલનાએ મરેલી ગાય વધુ આવક આપે છે. જે દિવસે ગાયની પાસેથી આવક શરું થઇ જશે ગાય કતલખાને જતી અટકી જશે. ત્યારે કોઇ અભિયાનની જરુર નહી પડે. એ માટે ગાયની નસલ સુધારવી પડશે. ગાયના દૂધની માત્રા વધે એવું કરવું પડશે. વિદેશી સાંઢ ન માફક આવે તો દેશી સાંઢની નસલ સુધારી શંકર ગાયો પેદા કરો. તમે કદી ભેંસને કચરો ખાતા જોઇ છે? ના, કેમ કે ભેંસ કિંમતી છે. કમાઉ દિકરો છે. ભેંસની ગમાણમાંય પંખા ફરે છે. ભેંસને કપડાં પહેરાવાય છે કેમકે તેને મચ્છર ન કરડે! કેમકે તેની દૂધ દેવાની ક્ષમતા ગાય કરતાં પાંચ ગણી વધું છે. ગાયની પણ દૂધ દેવાની ક્ષમતા શંકર પ્રજોત્પતિ કરીને વધારી શકાય છે. પણ તમે એવું નથી કરી રહ્યાં..
એટલું યાદ રાખજો..
ધર્મશાસ્ત્ર નહી, અર્થશાસ્ત્ર જ ગાયોને બચાવી શકશે.
#નમો_બુદ્ધાય #જય_મહાવીર #વિજયતે_શ્રમણ_સંસ્કૃતિ 
- વિજય મકવાણા



























Facebook Post :-




No comments:

Post a Comment