May 06, 2017

મોહનલાલ ઇઝ નાવ મેક : વિજય મકવાણા

મોહનલાલ કેમ છો?

પ્લીઝ, મોહનલાલ નહી, મેક બોલ મેક!
ઠીક છે..ઠીક છે..મેક!
કેમ ભારત આવવાનું થયું?
દિકરા માટે વહુ શોધવા આવ્યાં છીએ, તે એડ ન વાંચી?
દિકરાની વહુ ભારતની જ કેમ?
કેમ કે, ભારત એ ભારત છે. અહીંના સંસ્કાર, અહીંની માટી..
કેમ ત્યાંના લોકો અને તેમની દિકરીઓ સંસ્કારી નથી?
અરે! ત્યાં સંસ્કારી યુવતીઓ છે જ! પણ ભારતની વાત જ અલગ છે!
હાં, વાત જ અલગ છે. અહીં સસ્તામાં ગુલામડીઓ મળી રહે છે. ગુલામીના પ્રતિકસમા કડવાચોથ, વટ સાવિત્રીના વ્રતો કરવાવાળી, રોજ સવારમાં ચરણસ્પર્શ કરનારી, તમારી હાં માં હાં ભણવાવાળી, કહો તે ચપટીમાં રાંધી આપનારી, હાથમાં કોળીયો લઇ ખવડાવનારી, ઢિકાપાટું ગડદમગડદી કરી લો તોય ચૂપ રહેનારી, પોતાના અધિકારો અને હક્કો વિશે કશું ન જાણનારી, પતિપરાયણ, ગરીબ ગાય બીજે ક્યાં મળવાની? પેલી અમેરિકન ગોરી ડેબો ટાઇટ કરી નાખે બરાબરને મોહનલાલ..સોરી મેક!

-વિજય મકવાણા













Facebook Post :-

No comments:

Post a Comment