
હવે એટલું નક્કી થઇ ગયું છે કે, તમામ ગાંધી, નહેરૂ, સરદાર, તિલક, ગોલવલકર, સાવરકર, હેડગેવાર, ગોવિંદ પંત, શ્યામાપ્રસાદ મુકરજી, દિનદયાળ ઉપાધ્યાય, માલવિય વિગેરેથી તેમનું કામ નથી ચાલી રહ્યું, કામ સરી નથી રહ્યું. આ બધાં નકલી નાયકો, ભારતમાં લોકતંત્રની સ્થાપના થતાંની સાથે જ લુપ્ત થવા લાગ્યા છે. તેઓ લગાતાર નાના કદના થઇ રહ્યાં છે. જાતિવાદી ઇતિહાસકારોએ જ્યોતિબા ફુલે અને બાબાસાહેબ આંબેડકર જેવા જનસામાન્યના નેતાઓની અવગણના કરી જમીનમાં દાટી દિધેલાં. તે લોકનેતાઓ હવે પાખંડીઓએ બનાવેલી કબરો ફાડી બહાર આવી રહ્યાં છે. દેશના 85% લોકોના મગજ પર છવાઇ રહ્યાં છે. સ્ટેજ પર જનસામાન્યના નેતાઓ, અસલી સિતારાઓ તો આવવાનું હવે શરું થયું છે. સાઇડ રોલવાળા, નકલી નાયકો હવે બાજુ પર ખસે! જગ્યા આપો. હવે અહીયાં અશોક, કબીર, રૈદાસ, તિલકા માંઝી, બિરસા મુંડા, સાવિત્રીબાઇ ફુલે, શાહૂજી મહારાજ, ગાડગે મહારાજ, પેરિયાર રામાસ્વામી, નારાયણ ગુરુ, જગદેવ પ્રસાદ કુશવાહા, રામસ્વરુપ વર્મા, કાંશીરામ, જયપાલ મુંડા, કર્પુરી ઠાકુર..તમામેતમામ લોકનેતાઓ બહાર આવી રહ્યાં છે! લાંબી લાઇન છે. વિશાળ જગ્યાની જરુર છે. ખસો ખસો ખસો..!!
~ફુલે-આંબેડકર વર્લ્ડ~
- વિજય મકવાણા

Facebook Post :-
No comments:
Post a Comment