May 06, 2017

હું છું કારણ કે આપણે છીએ : વિજય મકવાણા

મેં બેએક વરસ દિવસ પહેલાં 'ઉબુન્તુ' વિશે એક સંદેશ પોસ્ટ કરેલો..હવે આ બીજો! મને ખબર છે પહેલાં કરતાંય વધું લોકો પાસે જશે! કારણ કે, 'ઉબુન્તુ..!
ઉબુન્તુ! મતલબ 'હું છું કારણ કે, આપણે છીએ'
આફ્રિકાની જનજાતિઓમાં અગર કોઇ વ્યક્તિ ગુન્હો કરે, ભૂલ કરે, અપરાધ કરે તો તેને કબીલાવાળા એક ખાસ રિવાજ મુજબ ગામની વચ્ચોવચ્ચ તેને ઘેરીને ઉભા રહી જાય છે. ત્યારબાદ ગામનો દરેક વ્યક્તિ તે અપરાધીએ આજસુધી કરેલાં ઉમદા કાર્યોની પ્રશંસા કરે છે. આ ખાસ રિવાજ લગાતાર બે દિવસ સુધી ચાલે છે. લોકો તેના સદ્વવર્તનની લાંબી શ્રૃંખલા સંભળાવે છે. તેના બચપણના દોસ્તો તેની દિલેરી, દાતારી, મદદરુપ થવાની એક એક ઘટના યાદ દેવરાવે છે. પછી બે દિવસ પૂરા થયે તેને સમાજમાં છોડી મુકવામાં આવે છે. કબીલાનું માનવું છે કે, દરેક વ્યક્તિ બુનિયાદી રીતે સાચો હોય છેે. અગર તે ભૂલ કરી બેસે છે તો તેને ફક્ત ગુનાહિત સ્વભાવ કે વૃતિ બદલવા મદદની જરુર છે. આ રિવાજ દ્વારા ભૂલ કરનાર વ્યક્તિને એ મહેસુસ કરાવાય છે કે, તે ખરેખર એક સારો માણસ છે. તેને તે બની રહેવું જોઇએ! તેમનું એમ પણ માનવું છે કે, એકતા અને પ્રતિજ્ઞાનથી મનુષ્યના સ્વભાવમાં આવેલ ચંચળતાને આરામથી દુરસ્ત કરી શકાય છે. તેને દંડ કે સજા આપવાથી માત્ર જેલો ભરાય છે. હ્દય નહી.! બિલકુલ મુળનિવાસી વિચાર છે ને!!
~ફુલે-આંબેડકર વર્લ્ડ~

- વિજય મકવાણા





No comments:

Post a Comment