June 16, 2017

ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ

સુટબુટને ડિગ્રી તને બાબા સાહેબે દીધી.
સમજી જાને આટલી વાત સટને સીધી.
આ તો ભીમરાવની કલમનો કમાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
કમ્પાઉન્ડમાં તારા પડી દસ લાખની ગાડી.
કે પછી તારી પત્ની પહેરે મોંધી મોંધી સાડી.
કોનો આ પ્રતાપ જાતને પુછ સવાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
હર સપ્તાહે સજોડે તું હોટલમાં ડિનર ખાય.
એ સિમ્બોલ સ્ટેટસનો ગણી તું મનમાં ફુલાય.
પુછજે તારા દાદાને પહેલાના હાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
ડિગ્રીનું લેબલ મોટું આજે નામ પાછળ તારી.
ભણ્યો ગણ્યો તોય બુધ્ધિને લાગી બિમારી.
દેવ દેવીઓની છોડી દે ખોટી બબાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
ભણવા માટે સંતાનોને આજે અંગ્રેજી શાળા.
ભીમે સંવિધાનથી ખોલી નાખ્યા બંધ તાળા.
હજીય ભીમનો ન સમજી શક્યો ખ્યાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
આગળ વધ્યો પણ બંધુઓને ભુલી ગ્યો સાવ.
હાલત એમની જોવા તુ ગામડામાં પાછો આવ.
એ લોકો જીવે છે હજીય સાવ બેહાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
જિગર શ્યામલનનાં જયભીમ.....


Facebook Post :-

No comments:

Post a Comment