June 12, 2017

બાબા સાહેબના બતાવેલ રસ્તા પર ચાલીશું તો એક જબરજસ્ત ક્રાન્તિ થશે જ : જિગર શ્યામલન

બાબા સાહેબના બતાવેલ રસ્તા પર ચાલીશું તો એક જબરજસ્ત ક્રાન્તિ થશે જ તેમાં મને તો કોઈ શંકા નથી..
પણ સારો વરસાદ પડવા માટે કેટલાક પરિબળો હોવા ખુબ જરૂરી છે. જેમ કે આકાશમાં સારા વાદળો બંધાવા જોઈયે સાથે સાથે હવામાં પુરતો ભેજ અને સારા પવનનો યોગ્ય સહકાર પણ મળવો જોઈયે.. આ બધાનો સુમોળ રચાય તો મુશળધાર વરસાદ પડે જ..
બસ આવું જ કંઈક બાબા સાહેબના વિચારોને લઈ આગળ વધી રહેલા તમામ આંદોલનોને એટલી જ લાગુ પડે છે..
કારણ હજીય પછાત સમાજના વાતાવરણમાં આંબેડકરી ક્રાન્તિને મુશળધાર વરસવા માટે બાબા સાહેબની વિચારધારારૂપી વાદળા જેવા જોઈયે તેવા બંધાયા નથી..
પછાત સમાજના મોટાભાગના લોકો જેટલી સિફસતાથી બાબા સાહેબે અપાવેલ આરક્ષણનો લાભ પચાવી ઓહીયા કરી ગયા તેટલી સરળતાથી બાબા સાહેબની વિચારધારાને પચાવી શક્યા જ નથી. તેઓ ન તો બાબા સાહેબને પુરેપુરા અપનાવી શક્યા કે ન તો મનુવાદી પરંપરાઓ ને છોડી શક્યા...
આવા લોકોને અપચો થઈ ગયો છે... માટે આવા લોકો નિયમિત રીતે અપરિપક્વ અને વણ પચાયેલ વિચારોરૂપી ગેસ છોડી વાતાવરણ દુષિત કરી રહ્યા છે...
સમાજમાં શિક્ષણ છે.... પણ મોટાભાગના શિક્ષીત લોકો તો જાણે બીજા કોઈ ગ્રહ પરથી ઉતરી આવેલ એલિયન આવીને વસ્યા હોય અને બાબા સાહેબના વિચારધારાની સમજણ જ ન પડતી હોય તેમ પોતાની જાતને સતત અળગી રાખી રહ્યા છે....
બીજી વાત સમાજમાં સંગઠન નથી. કારણ બધે જ બાર ભાયાને તેર ચોકા જેવી હાલત છે. સૌ ના હાથમાં એક જ ઝંડો હોવો જોઈયે એના બદલે સૌ પોતપોતાના નોખા નોખા ઝંડા પકડી ઉભા છે..
ત્રીજી અને મહત્વની વાત કે આપણાં આંદોલનમાં સંધષઁ કમ પણ ઘષઁણ જ્યાદા જોવા મળી રહ્યું છે..
આપણો સંઘષઁ બીજાના અધિકારોનુ હનન કરતો ન હોવો જોઈયે. આપણે કોઈનો સહારો લેવાની જરૂર નથી.. કોઈનો અંગત વિરોધ કરવાની જરૂર નથી.
જે પણ મિત્રો બાબા સાહેબમાં વિશ્વાસ રાખતા હોય તેઓને બસ એક જ વિનંતી છે કે પહેલા બાબા સાહેબને વાંચીએ... પોતાનામાં ક્રાન્તિનો એક તણખો પેદા કરીએ... અને પછી પોતાનામાં પેદા કરેલ એ તણખાથી પછાત સમાજના દરેકે દરેક વગઁના માણસમાં બીજો તણખો પેદા કરીએ.. બસ આ રીતે જે દિવસે બધા જ તણખાઓ ભેગા થઈ જશે તે દિવસે ભીમ ક્રાન્તિની એવી જ્વાળા ઉઠશે જેને જગતનુ કોઈ ફાયર ફાઈટર બુઝાવી નહી શકે....
જિગર શ્યામલનનાં જયભીમ.............



Facebook Post :-

No comments:

Post a Comment