March 14, 2018

વિચારધારા અને વૈચારીક પરિવર્તન

By Jigar Shyamlan ||  6 March 2018 at 9:25am


કોઈ પણ વિચારધારા સાથે જોડાવા માટે બે રસ્તા છે.

(1).વૈચારીક પરિવર્તન કરી વિચારધારાને અનુસરીને.

(2).વૈચારીક પરિવર્તન કર્યા સિવાય ભાવનાત્મક રીતે ખેંચાઈને.

આજે સમાજમાં લોકો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. પણ એકંદરે સમગ્ર માહોલ જોતા એવુ ચોક્કસ લાગે કે લોકો વૈચારિક પરિવર્તન કર્યા વગર જ વિચારધારાકીય રીતે નહી પણ ભાવનાત્મક રીતે જોડાઈ રહ્યા છે.

આપણે આ બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ સમજવો પડશે. કારણ વૈચારિક પરિવર્તન કર્યા સિવાય ભાવનાત્મક જોડાણ તમને ભક્ત બનાવી ભક્તિ કરવા પ્રેરશે, જ્યારે વૈચારીક પરિવર્તન કરી વિચારધારામાં જોડાણ તમને આપોઆપ અનૂયાયી બનાવશે.

મિત્રો વિચારધારાને સમજ્યા વગર ખાલી જય ભીમ જય ભીમ કર્યા કરવુ એ એક પ્રકારની ભક્તિ જ છે. અને આપણે આ પ્રકારની ભક્તિથી તો દૂર જ રહેવાનુ છે.

આ પરિસ્થીતી નિવારવા સૌથી પહેલા તો બાબા સાહેબ આંબેડકરને વાંચવા પડશે. એમને સમજવા પડશે. જ્યાં સુધી આપણે સ્વયં વાંચીને સમજીશુ નહી ત્યાં સુધી આપણે વિચારધારાની સમજ નહી કેળવી શકીએ.

(૧). આપણે જય ભીમ કરીએ છીએ પણ પોતાની પેટાજાતિનું સ્વયં ગૌરવ લઈએ છીએ.

(૨). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ અને બાબા સાહેબે જેમનાથી દૂર રહેવાની ચેતવણી આપી છે તેઓને પ્રત્યક્ષ કે પરોક્ષ સપોર્ટ કરીએ છીએ.

(૩). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ ખુદને નાસ્તિક કે રેશનલ ગણાવીએ છીએ અને બાબા સાહેબે જબરજસ્ત અભ્યાસ પછી અપનાવેલ બુધ્ધીઝમ બાબતે મીંઢુ મૌન સેવીએ છીએ.

(૪). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ પણ ચુંટણી ટાણે પોત પોતાના પક્ષોમાં, પોતપોતાની છાવણીઓમાં જતા રહીએ છીએ.

(૫). આપણે જય ભીમ જય ભીમ કહીને ખુદ માટે અને સમાજ માટે વારંવાર દલિત.. દલિત શબ્દ વાપરીએ છીએ.

મિત્રો કોઈ મૂદ્દે રસ્તા ઉપર આવી જવુ, રેલીઓ કાઢવી, ધરણાં કરવા કે ચક્કાજામ કરવો એ આંબેડકરની વિચારધારા નથી.

પહેલા આંબેડકરને વાંચવા પછી આંબેડકરને સમજવા અને ખુદમાં વૈચારિક પરિવર્તન કરવુ બાદ આંબેડકર શું કહી ગયા એ વાતને લોકો વચ્ચે જઈ રજૂ કરી લોકોને વિચારધારાની પ્રેરણા આપવી એ જ આંબેડકરવાદ.

No comments:

Post a Comment