March 13, 2018

ગટરમાં મરતા સફાઈ કામદારોને વળતર માટેની બે દાયકાની લાંબી લડત સફળ થશે

By Raju Solanki  || 11 March 2018 at 9:44pm 



પૂરતા સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરતા અને ઝેરી ગેસથી ભયાનક મૃત્યુને ભેટતા સફાઈ કામદારોની રક્તરંજિત યાદી 2003માં વાલ્મીકિ સમાજના ઉત્સાહી, પ્રતિબદ્ધ અને લડાકુ કર્મશીલ પરસોત્તમ વાઘેલાએ વર્ષ 2004માં મને આપેલી. આ યાદી મેં મારા પુસ્તક ‘ભગવા નીચે લોહી’માં સામેલ કરેલી. ગુજરાતમાં હિન્દુ હ્રદય સમ્રાટ નરેન્દ્ર મોદીના શાસનમાં સફાઈ કામદારોની ભયંકર હાલત ઉજાગર થઈ હતી. અને ત્યારે ‘ભગવા નીચે લોહી’ની પાંચ હજાર નકલો છપાવીને વિના મૂલ્યે કર્મશીલોમાં વહેંચવામાં આવેલી. આ પુસ્તકનો અંગ્રેજી ભાવાનુવાદ Blood under Saffron છપાયો અને એમાં પણ યાદી છપાઈ હતી. ગુજરાતી અને અંગ્રેજી બંને પુસ્તકો મારા બ્લોગ્સ પર મેં મુકેલા અને ત્યાર બાદ નવી દિલ્હી સ્થિત રાઉન્ડ ટેબલ ઇન્ડીયા વેબસાઇટ પર સાદ્યંત પુસ્તક મુકાયેલું. આમ, આ યાદી સમગ્ર દેશમાં અને દુનિયામાં લોકો સુધી પહોંચી ગયેલી. અને નેટ પર ઘણા લોકોએ લેખકનો આભાર માન્યા વિના પોતાના નામે પોસ્ટ કર્યે રાખી હતી. 2010માં દલિત અગ્રણી વાલજીભાઈ પટેલે રાઇટુ ટુ ઇન્ફર્મેશન હેઠળ આ તમામ અપમૃત્યુની એફઆઈઆર જે તે પોલિસ સ્ટેશનોમાંથી મેળવેલી અને તેમણે પણ ગુજરાત સરકારને આવેદનપત્ર આપેલું. એ વખતે ગટરમાં થતા અપમૃત્યુના બદલામાં વળતર પેટે રૂ. 10 લાખની માગણી પણ અમે લોકોએ કરી હતી. આમ, વિવિધ વાલ્મીકિ-દલિત સંગઠનો અને કર્મશીલોની છેલ્લા બે દાયકાની લડતને પરિણામે સરકાર હવે મૃતકોના સ્વજનોને વળતર ચૂકવશે. આ ઉમદા લડતમાં યત્કિંચિત ફાળો આપનારા તમામ કર્મશીલોને સલામ. જય ભીમ.









Blood under Saffron: The myth of Dalit-Muslim confrontation Links :-

No comments:

Post a Comment