By Jigar Shyamlan || 11 March 2018 at 11:39am
નવેમ્બર 1930 થી 1933 ના ગાળામાં ત્રણ ગોળમેજી પરિષદો ( રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ) લંડનમાં યોજાઈ હતી. જેમાં બાબા સાહેબની કાર્યવાહી ખુબ જ પ્રસંશનીય હતી.
અસંખ્ય મહાનુભાવો જેવા કે મજુર પક્ષના નેતા લેન્સબરી, વડાપ્રધાન રેમ્સે મેકડોનલ્ડ, ચર્ચિલ, ફિલિપ ચેરવુડ વગેરેને મળીને અસ્પૃશ્યોના પ્રશ્નો અને હકીકતોથી વાકેફ કર્યા હતા. સ્થાનિક સમાચારપત્રોને મુલાકાતો આપી તેમાં લેખો લખી અસ્પૃશ્યો માટે જનમત ઉભો કયોઁ હતો.
પોતાના પ્રવચન પુર્વે ગોળમેજી પરિષદની અલ્પ સંખ્યક વિષયક સમિતીને પત્ર લખી અસ્પૃશ્યો માટે બંધારણમાં
(1). સમાન મુળભૂત અધિકાર
(2). ભેદભાવપૂર્ણ વર્તન સામે રક્ષણ
(3). સરકારી નોકરીઓમાં પ્રતિનિધીત્વ
(4). વિધાનસભામાં બેઠકોમાં પ્રતિનિધિત્વ
(5). અસ્પૃશ્યોના અભ્યુદય માટે અલગ સરકારી વિભાગ
(6). સામાજિક બહિષ્કાર કરનારને સખત સજાની જોગવાઈ
(7). શોષણમુક્ત પ્રતિ સવિશેષ લક્ષ વગેરે જેવા અધિકારો આપવા રજુઆત કરી હતી.
ગોળમેજી પરિષદમાં અસ્પૃશ્યો વતી રજુઆત કરતા બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું હતુ કે-
'' ભારતમાં અસ્પૃશ્યો વતી અમારી રજુઆત છે. ભારતમાં અસ્પૃશ્યોની વસ્તી ચાર કરોડ ત્રીસ લાખની છે. જે બ્રિટિશ ભારતનો પાંચમો ભાગ છે. અસ્પૃશ્યો મુસલમાનોથી અલગ છે તેમજ તેમનો સમાવેશ જો હિન્દુમાં કરવામાં આવે તો પણ તેઓ તેનો ભાગ નથી. અસ્પૃશ્ય વર્ગ એક અલગ એકમ છે, એટલું જ નહી પરંતુ ભારતનાં કોઈપણ વર્ગ કરતાં તેનું સમગ્ર અસ્તિત્વ જ અજીબ છે. અસ્પૃશ્ય વર્ગને જે જે દરજ્જો આપવામાં આવ્યો છે તે જુદા જ હિન પ્રકારનો છે. તેમનાંમાં પણ ભુદાસ કે ગુલામ છે પરંતુ તેમાં પણ જુદુ છે. આવાા ભુદાસ કે ગુલામોનો સ્પર્શ કરવામાં આવે છે, પરંતુ અસ્પૃશ્યોનાં સ્પર્શની પણ મનાઈ છે. અસ્પૃશ્યો પર જબરજસ્તીએ લાદવામાં આવેલી ગુલામગીરી અન્યાયી, અવર્ણનિય છે. સમાન તક તથા સમાન નાગરિક જીવનનો ઈન્કાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ કે ફ્રાન્સની જનસંખ્યા જેટલી તેમની જનસંખ્યા છે અને તેઓ પોતાનાં અસ્તિત્વ માટે ભયંકર સંકટો વેઠી રહ્યા છે. તેમના પ્રશ્નોનો નિકાલ થવો જ જોઈયે''
બાબા સાહેબના આ ભવ્ય પુરુષાર્થ, ધારદાર રજુઆત અને વિદ્વતાની ફળશ્રુતિ એ મળી કે અસ્પૃશ્યના પ્રશ્નોને રાષ્ટ્રીય સમસ્યા અને તેમના અલગ અસ્તિત્વનો સ્વિકાર કરવામાં આવ્યો.
No comments:
Post a Comment