By Jigar Shyamlan || 07 Nov 2017
દરેક ધમઁ અને સંપ્રદાયોમાં વિવિધ ક્રિયાકાંડ અને ઈશ્વરીય અસ્તિત્વ એક જાતનો એવો હેવી ઓવરડોઝ છે જે માણસ સદાય ઘેન અને તંદ્રાયુક્ત અવસ્થામાં રહે તે માટે આપવામાં આવ્યો છે.
આ ડોઝ ક્લોરોફોમઁ કરતા પણ ભયંકર છે. કારણ ક્લોરોફોમઁ તો માત્ર અમુક સમય સુધી જ માણસના શરીરને બેભાન બનાવી દે છે.. પણ આ ઈશ્વરીય અસ્તિત્વનો ડોઝ માણસને આજિવન બેભાન બનાવી રાખે છે.
એવુ કહેવાય છે શારીરીક ગુલામીથી પણ બદ્તર હાલત હોય તો એ છે માનસિક ગુલામી..
કારણ સાફ છે.. શારીરીક ગુલામીમાં શરીર, હાથપગ અને માત્ર તમારી શારીરીક તાકાત પર બીજાનો પ્રત્યક્ષ કબજો હોય પણ માનસિક ગુલામીમાં તમારા મગજ, વિચારો પર પરોક્ષ કબજો હોય છે. માનસિક ગુલામી એટલે શારીરીક તાકાત હોવા છતાં કંઈ નહી કરી શકવાની દુબઁળતા..નિબઁળતા. એટલે જો તમે માનસિક રીતે આઝાદ નથી તો તમે આઝાદ હોવા છતાં ગુલામ જ છો. કારણ માનસિકતા પર કબજો એટલે સવઁસ્વ પર વિજય..
આ અવસ્થાએ માણસને એટલો નિબઁળ બનાવી દીધો છે કે એ સવાલો પુછવાની, તકઁ કરવાની શક્તિ ગૂમાવી ચૂક્યો છે.
જયારે તમે તકઁ કરવાનું અને સવાલો પુછવાનુ છોડી દો છો ત્યારથી તમે એક માનવ નહી પણ યંત્રમાનવ બની જાવ છો. એક એવો યંત્રમાનવ પોતાના શરીરમાં બીજાએ ઈન્સ્ટોલ કરેલ પ્રોગ્રામ આધારે ચાલે છે.
દરેક ધમઁ અને તેમાં ઈશ્વરની ધારણા પર આસ્થા.., યકીન.., શ્રધ્ધા..., ભરોસો કે વિશ્વાસ કરતા પહેલા શંકા અવશ્ય કરો.
કારણ આનું સજઁન સમાજ પર પ્રભાવ જમાવવા માટે મથતા લોકો દ્વારા કરવામાં આવ્યું છે. સમાજને એક રીતે માનસિક ગુલામ બનાવી શકાય એ માટે.
શંકા કરતા શીખો.... તકઁ કરતા શીખો, દરેક વાતોને વિના પરીક્ષણ માનવાની ભુલ ન કરો.
મંદિરમાં જઈ હાથ જોડતા પહેલા...,
મસ્જિદમાં જઈ નમાઝ અદા કરતા પહેલા....,
ચચઁમાં જઈ પ્રેયર કરતા પહેલા...,
આ બધુ શા માટે..????? એવો પ્રશ્ન એકવાર તો જાતને પુછો.
આ બધુ કરવાથી સુખી થવાતુ હોત તો દુનિયામાં કોઈ દુ:ખી ન હોત.
આપણાં બાપા કે દાદા આવું કરતા હતા એટલે આપણેય એવુ કરવાનું આવી વૃત્તિનો ત્યાગ કરો.
કારણ સમજણ વિકસાવવા માટે ની સૌથી સરળ રીત છે સવાલો કરવા અને તેના જવાબ ખોળવા..
માટે સવાલ કરો અને જવાબો ખોળો.
- જિગર શ્યામલન
No comments:
Post a Comment