ભારત મૂળથી જ વિચારધારાઓનો દેશ છે. ભારતીય ઉપમહાદ્વિપના વિશાળ મેદાનમાં સંખ્યાબંધ વિદેશીઓ આક્રમણ કરી આવ્યા. કેટલાક અહીં પોતાની સંસ્કૃતિ સંસ્કારો સાથે વસી ગયાં અને કેટલાક પરત ગયાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કાર મુકીને ગયાં. ભારતે કોઇ વિચારને જાકારો ન આપ્યો. ભારતે બધાં ને પોતાનામાં ભેળવી દિધાં. તમે વિચાર કરો કેટલી વિચારધારા છે! સનાતન ધર્મ, વેદાંત, બુદ્ધિઝમ, જૈનિઝમ, શિખીઝમ, ક્રિશ્ચયાનીટી, ઇસ્લામ, હિન્દુત્વ, વિવિધ સંપ્રદાયો, પંથો, નાસ્તિકો, આંબેડકરવાદ, સામ્યવાદ, માર્કસવાદ, માઓવાદ..હજારો વિચારધારા છે.. કેટલીક એકબીજાને પરસ્પર વિરોધી અને સમર્થક. ભારતે પોતાના સંવિધાન થી બધાં વાદો,વિચારો,પંથો,સંપ્રદાયો, ધર્મોને સરખી સ્વતંત્રતા બક્ષી છે.
સંઘ ની હિન્દુત્વવાદી વિચારધારામાં દેવી સ્વરુપા ભારત માતા છે તો 'ભારતમાતા કી જય' છે એટલે સંઘ બોલે છે. સંઘની દેશભક્તિના માપદંડ તેના પોતાના છે. ઇસ્લામિક મુવમેન્ટ ચલાવતા ઔવેસી માટે તે બંધનકર્તા નથી. તેની પોતાની વિચારધારા કુર્આનથી બહાર કેવી રીતે હોય? કુર્આન કહે છે 'એક અલ્લાહ સિવાય કોઇનો જયકારો નહી' હાં, ઝિંદાબાદ હોઇ શકે! ઔવેસીને તમે ઘણી વાર હિન્દુસ્તાન ઝિંદાબાદ ' કહેતા સાંભળી શકશો. સંઘ ક્યારેય 'હિન્દુસ્તાન ઝિંદાબાદ ' નહી બોલે કેમ કે, દેશમાં સેક્યુલરો-આંબેડકરવાદીઓ છે. તેઓ સંઘનાં ટાંટીયા ખેંચશે. સંઘ હિન્દુસ્તાન બોલી દેશને 'હિન્દુરાષ્ટ્ર' બનાવવા માંગે છે. દરેકની આઈડીયોલોજી છે. બધાં ને દેશમાં સર્વાઇવ કરવાનું છે ભઇલાં..! સંવિધાન બધાંને બોલવા ન બોલવાનો અધિકાર આપે છે ..! સાચું કહું તો ભારત પોતે ઇચ્છે છે કે તે કોઇ એક વિચારધારા પર સ્થિર ન થાય..ચરૈવતિ ચરૈવતિ..
-વિજય મકવાણા
Facebook post link :-
No comments:
Post a Comment