April 28, 2017

એકદમ ચુપચાર, શાંત અને મૌન રહીને પણ ક્રાન્તિ કે પરિવતઁન થઈ શકે છે પણ નિયત હોવી જોઈયે : જિગર શ્યામલન

આપણાંમાં તમામ ક્ષમતાઓ પડેલી છે, આપણે ધારીએ તો ઘણું બધુ કરી શકીએ તેમ છે. પણ પહેલા આપણે પહેલા આપણી અંદર જડ બની ગયેલી વણકર, રોહીત, તુરી, સેનમા, ભંગી એવી ભાવના મિટાવવાની છે. આપણે સમગ્ર અનુસુચિત જાતિની એકતાની વાત કરવાની છે.
સમાજના દરેક વગઁના લોકો પોતાનું નાનુ અમથુંય યોગદાન આપે તો પણ સમાજમાં આથિઁક, શૈક્ષણિક અને સામાજિક બાબતે ઘણુંય થાય તેમ છે..
  1. સમાજના આઈ.એ.એસ., આઈ.પી.એસ. અધિકારીઓ તેજસ્વી પણ આથિઁક નબળા બાળકોના શિક્ષણ માટે કોઈ ટ્રસ્ટ કે ફાઉન્ડેશન બનાવી શક્ય આથિઁક સહયોગ આપે તો મોટુ કામ થઈ શકે. ભણવામાં તેજસ્વી પણ રૂપિયાના અભાવે ભણી ન શકતા વિધાથીઁઓ માટે જબરજસ્ત આધાર ઉભો થઈ શકે..
  2. સમાજના પ્રોફેસરો અને શિક્ષકો આવા બાળકોને સમય મળ્યો વિનામુલ્યો શિક્ષણ આપે તો વરસે કેટલાય બાળકોનુ શિક્ષણનું સ્તર ખાસ્સુ સુધારી શકાય એમ છે. આ સિવાય સ્પધાઁત્મક પરીક્ષાઓ માટે પણ યુવાનોને તૈયાર કરી શકાય..
  3. સમાજના ઉધોગપતિઓ અને સાહસીકો પોતાની ફેક્ટરીઓ, કારખાનાઓમાં સમાજનાં જ માણસોને રોજગારી આપવા પ્રયાસ કરે તો પણ સમાજના બે રોજગાર યુવાનો અને અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ લોકોને સ્વમાન ભેર જીવન જીવવા નવી દિશા પુરી પાડી શકાય.
  4. સમાજના ડોક્ટરો મહિનામાં એક દિવસ સમાજના લોકો માટે માનદ સેવા આપે અને વિના મુલ્યે દવા, ઓપરેશનો કે આરોગ્ય વિષયક સેવા પોતાની ફરજ સમજી બજાવે તો પણ મોટી સેવા થઈ શકે એમ છે.
  5. સમાજના વકીલો સમાજના માણસોના વરસમાં એકાદ કેસ વિનામુલ્યે લડી આપે, સમયાંતરે જરૂરી કાનુની સહાય, ઉપાયો અંગે જાગૃતિ ફેલાવે તોય ઘણું કામ નિકળી જાય..
  6. સમાજની ભણેલી મહીલાઓ અન્ય અભણ મહિલાઓને સક્ષમ બનાવવા કમર કસે તો પણ એક જબરજસ્ત પરિવતઁન આવી શકે તેમ છે..

અને આ બધુ આપણે આસાનીથી કરી શકીએ તેમ છીએ. પરિવતઁન લાવવા કે સમાજને બદલવા માટે હાથોમાં મોટા મોટા બેનરો અને ઝંડાઓ લઈ રસ્તા પર આવી હોહા... નારા બાજી કરવાની કોઈ જરૂર નથી. એકદમ ચુપચાર, શાંત અને મૌન રહીને પણ ક્રાન્તિ કે પરિવતઁન થઈ શકે છે... પણ હા... એના માટે નિયત હોવી જોઈયે..
- જિગર શ્યામલનનાં જય ભીમ....




Facebook post :-

No comments:

Post a Comment