હિન્દૂ સમાજ ને મુસ્લિમ સમાજ બંને અલગ છે.
હું જે સમાજનો હોવ હું તેની તરફદારી કરું એ સામાન્ય બાબત છે પણ આજે હિન્દૂ દલિત ની સામાજિક સમસ્યા નું સમર્થન તેના હિન્દૂ સમાજના લોકો નથી કરતા પણ મુસ્લિમ સમાજના લોકો કરે છે તેમ જ મુસ્લિમ સમાજની સામાજિક સમસ્યાનું સમર્થન દલિત લોકો કરે છે.
આ એક અસામાન્ય વાત થઈ કહેવાય દલિતોને તેઓના જ સમાજનું જરા પણ સમર્થન નથી જે ઉના કાંડ દરમિયાન સામે આવ્યું , તો દલિત સમાજ હિન્દૂ સમાજનું અંગ ક્યારે બનશે.
મને લાગે છે જયારે અનામત નહીં રહે ત્યારે દલિત સમાજનું સંપૂર્ણ ધર્મ પરિવર્તન થશે મોટા ભાગના બૌદ્ધ બનશે બાકીના ખ્રિસ્તિ અને મુસલમાન. પણ હિન્દૂ નહીં રહે.......
દલિતોનું ધર્માંતરણ હિન્દૂ ધર્મનાં લોકોને આભારી હશે...
~ રાહુલ કુમાર
No comments:
Post a Comment