May 02, 2017

હમેં 'અચ્છે દિન' નહી 'અચ્છે દિલ' ભી ચાહિયે! : વિજય મકવાણા

વર્ષ-2014માં સરકારમાં બીજેપી આવી એટલે પ્રધાનમંત્રીજી તમે ત્રીજા મહીને જાપાનયાત્રા કરી. ત્યાં ડ્રમ વગાડી સૌને મંત્રમુગ્ધ કર્યા. પછી ગયા મહીને જાપાની વડાપ્રધાન અહીં આવ્યાં તમે યજમાન બન્યા. તેમણે મહેમાનગતિ માણી.બે દેશો વચ્ચે સબંધો બંધાયા.ખુશીની વાત કહેવાય.
જાપાન બહુ સમૃદ્ધ દેશ છે. મોદીજી તમે તો તે દેશમાં લટાર પણ મારી છે. પણ જાપાન કેમ સમૃદ્ધ છે તે વિચાર્યુ છે મોદીજી? જાપાન કેમ દુનિયાથી, ભારતથી એક કદમ આગળ છે તે વિચાર્યું છે સાહેબ બહાદુર?
હું બતાવું છું.. જાપાનીઓ પણ વર્ણવ્યવસ્થામાં માનતા હતાં. ત્યાંની સામાજીક વ્યવસ્થાના ઢાંચામા વર્ણવ્યવસ્થા હતી. આપણે ત્યાં ચાર વર્ણો છે. ત્યાં હતાં પાંચ વર્ણો!
ડેમિયો-બ્રાહ્મણ
સમુરાઇ-ક્ષત્રિય
જુકૌનારું-વૈશ્ય
નૌફૂ-કારીગર વર્ગ
અને સૌથી અછૂત એટલે બુરાકુમીન..
આ બુરાકુમીન ઉપરના ચાર વર્ણોના 1500 વર્ષથી ગુલામ હતા. જાપાનની કુલ વસ્તીમાં 10% લોકો બુરાકુમીન છે. અહીં ભારતમાં અછૂતો સાથે જે વ્યવહાર થાય છે તેવો જ વ્યવહાર બુરાકુમીન સાથે થતો હતો. જીચિરો માત્સુમોટો નામના એક મહાન બુરાકુમીનએ 18મી સદીમાં બુરાકુમીનોની મુક્તિ માટે આંદોલન ચલાવ્યું. 40 વર્ષના આંદોલનમાં હજારો બુરાકુમીન શહીદ થયાં. દુનિયાના સૌથી ક્રુર સમુરાઇ યોદ્ધાઓ અને ડેમિયોને ઝૂકવું પડ્યું. આખા જાપાનમાં સમાનતાની, બંધુતાની લહર દોડી ઉઠી. જાપાનીઓએ સાચા હ્રદયથી બુરાકુમીનને અપનાવી લીધા. સંવૈધાનીક-કાયદાકીય જોગવાઇઓ કરી. અને મૈત્રીની એવી મિશાલ આપી કે, આજે જાપાનની વસ્તીના10% ભાગવાળા બુરાકુમીન જાપાનની સરકારમાં 15% રાજનેતા છે. જાપાનના સમાનતાવાદી લોકોએ તેમનો અતિત ભંડારી દિધો. છેલ્લે 2013માં જાપાને સામાજીક ભેદભાવનો સર્વે કરાવ્યો. રિપોર્ટ નીલ નથી પણ સરકાર જે રીતે કામ કરી રહી છે તે જોતાં બહુ થોડા સમયમાં આંકડો શૂન્ય પર હશે. વિશ્વની સૌથી વધુ ટુ-વ્હીલર બનાવતી કંપની 'હોન્ડા'થી તમે પરીચિત હશો તેના માલિક બુરાકુમીન છે. મોદીજી તમે જે વિદેશમંત્રીને ગળે વળગ્યાં તે વિદેશમંત્રી બુરાકુમીન છે.
મોદી સાહેબ! સરકાર ધારે તો કંઇપણ કરી શકે..બસ સરકારે ધારી લેવું જોઇએ!
એક વાત કહું સરકાર બહાદુર?
હમેં 'અચ્છે દિન' નહી 'અચ્છે દિલ' ભી ચાહિયે!
~વિજય મકવાણા



Facebook Post :-

No comments:

Post a Comment