ભારતનાં પછાત વર્ગોનાં સંવૈધાનિક અને લોકતાંત્રિક હકોનાં ઘોર વિરોધીઓ ભ્રષ્ટાચારીઓ કરતાં પણ વધારે ઘાતક છે. ભ્રષ્ટાચારીઓને વિધ્વંશ કરવાનું તો સરકારનાં હાથમાં બળ છે પણ આ ઘાતકીઓને વિધ્વંશ કરવાની સરકાર પાસે દાનત નથી.આર્થિક ભ્રષ્ટાચારથી વધારે ઘાતક સામાજીક અને સંવૈધાનિક ભ્રષ્ટાચાર છે. પરંતું તેનાં પર લોકોનું ધ્યાન જતું નથી. કારણ કે ભારતના કોર્પોરેટ મીડિયા અને નખશિષ સાંપ્રદાયિકોને દલિતો અને પછાતો સાથે હજારો વર્ષોની ગાઢ શત્રુતા છે. તેમણે ભૂતકાળમાં છાતી ઠોકીને આ શત્રુતા નિભાવી હતી. આજે આ શત્રુતા મિત્રતાનાં વસ્ત્રો પહેરીને નિભાવવામાં આવી રહી છે. તે વસ્ત્રોનો રંગ કેસરી પણ હોય શકે અને લીલો પણ હોઈ શકે, અને જરૂર પડશે તો તેઓ તેમનાં વસ્ત્રોને બ્લુ પણ કરી શકે છે. કારણ કે આજે બે વિચારધારાની લડાઈનાં ‘ટુલ્સ અને રુલ્સ’ બદલાઈ ગયાં છે પણ તેની હકીકત બદલાઈ નથી.
–મયુર વાઢેર ‘વિદ્રોહી’
Facebook Post :-
–મયુર વાઢેર ‘વિદ્રોહી’
Facebook Post :-
No comments:
Post a Comment