May 05, 2017

બાબાસાહેબ નો આજ ની નારી માટે આર્તનાદ : વિંકેશ બૌધ્ધ

"તારે ક્યાં જવાનું હતું અને તું ક્યાં પહોંચી?"
બાબાસાહેબ નો આજ ની નારી માટે આર્તનાદ..
      
હું રોજે રોજ જાગુ છું.પહેલા પણ ઉંઘ્યો નથી ને જાગતો જ રહ્યો છું. અને આજે પણ જાગુ છું. અને એ એટલા માટે કે કોઈ તારી આઝાદી ને છીનવી ન લે. એક બહાદુર સૈનિક બાપ નો દીકરો છું. બહાદુરી થી જીવ્યો છું અને બહાદુરી થી તારું રક્ષણ કરી રહ્યો છું. યાદ રાખજે તું સુખી એટલા માટે છે કારણ કે તું મારુ સંતાન છે. જ્યાં સુધી તું મને પિતા તરીકે અને "બાબાસાહેબ" તરીકે જોતી રહીશ. ત્યાં સુધી દુનિયા ની કોઈ તાકાત ચાહે દેવ હોય કે દાનવ તારું કઇં પણ બગાડી શકશે નહિ. પણ જો તેં બીજા કોઈને પિતા કહ્યા તો હું તને ઉગારી શકીશ નહિ. કારણ કે સંતાન પર પિતા નો જ હક્ક હોય છે. એ જાણી લો. મારો માર્ગ સુખ અને સમૃદ્ધિ નો છે. બંધન તોડવા નો માર્ગ છે.. ગુલામી માંથી મુક્તિ નો માર્ગ છે. જ્ઞાન નો માર્ગ છે. જે અતઃ દીપો ભવ તથાગત ગૌતમ બુદ્ધ ના સિદ્ધાંત પર આધારિત છે..

હું જાણું છું કે દિશાવિહીન બાળક ને શબ્દો ના માધ્યમ થી સમજાવી શકાતું નથી એ તો ઠોકર ખાઈને જ સમજી શકે છે. છતાંય તને કહું છું કે મેં ઘણી શક્તિ અને પ્રયત્નો થી જ તને દેવી-દેવતા ઈશ્વર ના કુંડાળા માંથી બહાર કાઢી છે. અને તું ફરી થી એમાં ફસાઈ રહી છે. મેં જાણ્યું છે અને શોધ્યું પણ છે અને જે મેળવ્યું છે એ બધું જ તારી આઝાદી માટે તને જ સુપરત કરી દીધું છે. આખી વિરાસત ની તને વારસદાર બનાવી છે. મેં મારા જીવન માં સુખ ની કોઈ પળ અનુભવી નથી. હું તને આ દેશ ની શાસક જોવા માંગુ છું. 
               
એક મહિલા શિક્ષિત થાય છે. તો બે પરિવાર નું ભલુ કરે છે. અને જો મહિલા અભણ રહે તો પરિવાર દુઃખ માં સપડાય છે. તારી પર આજ જવાબદારી છે. પરિવાર ને બચાવીશ તો જ સમાજ બચી શકશે. એટલા માટે બુદ્ધ ની શરણ માં આવી જાવ. પ્રજ્ઞા,શીલ,સમાધિ ના માર્ગ પર તારી સુખ અને સમૃદ્ધિ નો આધાર બનશે ...

જય ભીમ.. નમો બુદ્ધાય 
                 
ભવતું સબ્બ મંગલમ..

~ વિંકેશ બૌધ્ધ









No comments:

Post a Comment