May 05, 2017

ચોક્કસ ફ્રેમમા બાંધેલી રાષ્ટ્રવાદ ની વ્યાખ્યા પર ફેરવિચાર કરવા ની જરુર છે : કિરીટ પરમાર


  • નિર્ધારિત સમય કરતા ઓફીસે મોડા આવવું.
  • નિર્ધારિત સમય કરતા વહેલા જતા રહેવું.
  • સોપવામા આવેલ કામ ન કરવું,ટાળવું 
  • પાન પિચકારી ખાઇ ને જાહેર રસ્તાઓ ઇમારતો,સોસાયટીઓ ,ને ગંદી કરવી
  • ટ્રાફિક ના નિયમોનુ ઉલ્લઘન કરવું
  • મા. બહેન,પત્નિ.દિકરી કે કોઇ પણ સાથે લિંગ આધારિત ભેદભાવ રાખવો
  • છુપો જાતિવાદ રાખવો
  • ઘર કે ઓફીસમાં ન કામ હોવા છતા પણ વિધ્યુત ઉપકરણો ચાલુ રાખીને વિજળીનો દુર્વ્યય કરવો
  •  ઘર કે ઓફીસમાં કે અન્ય સ્ય્થળોએ પાણીનો વ્યય કરવો
  • અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવું

આ બધી બાબતોને પણ હુ ભ્રષ્ટાચાર/રાષ્ટ્રવિરોધી કૃત્ય જ ગણુ છુ .કારણકે આનાથી પણ રાજ્ય/દેશ ને નુકશાન થાય છે .સંવિધાનની મુળભુત ફરજો/અધિકારોનું ઉલ્લંઘન થાય છે 
આ સિવાય બિજા એવા ઘણીય બાબતો છે /હશે જે મારા ધ્યાન બહાર રહી ગઇ હશે .
રાષ્ટ્રવાદ /રાષ્ટ્ર-વિરોધી ની વ્યાખ્યા ખુબ વિશાળ હોઇ શકે છે અને આપણે એક ચોક્કસ ફ્રેમમા બાંધેલી વ્યાખ્યાઓ/હકીકતો ને વળગી રહ્યાં છીએ.!!!!!!!!!!
કિરીટ પરમાર
૦૫/૦૫/૨૦૧૭




No comments:

Post a Comment