May 05, 2017

બુદ્ધિજીવી બનો! : વિજય મકવાણા

પહેલી વાત, બુદ્ધિજીવી લોકોનો સ્વતંત્ર સામાજિક સમૂહ નથી હોતો.પણ પ્રત્યેક સામાજિક સમૂહમાં 'બુદ્ધિજીવી વર્ગ' હોય છે. અને સમૂહમાં બાકી રહેલો વર્ગ તેનાથી પ્રભાવિત હોય છે. એટલે કે, સરળ ભાષામાં બીજો વર્ગ તેનું અનુસરણ કરે છે. બુદ્ધિજીવી વર્ગના હાથમાં જ રાષ્ટ્રની આર્થિક, રાજનૈતિક, ન્યાયિક, પ્રશાસનિક વ્યવસ્થાની લગામ હોય છે.
બીજી વાત, ભારતીય સમાજમાં જાતિવાદને અનુલક્ષી ને વિચારો તો 'બુદ્ધિજીવી વર્ગ' માં સૌથી વધુ કઇ જાતિના લોકોની બહુમતી છે? તો વ્યવસ્થાનો કબજો કોની પાસે છે?
ત્રીજી વાત, શાળા, કોલેજ, વિશ્વવિદ્યાલયો એ ફળદ્રુપ ખેતરો છે. અને ત્યાં બુદ્ધિજીવીઓની મબલક ફસલ પાકે છે. આંબેડકરે એટલે જ પ્રથમ આગ્રહ એ રાખ્યો કે 'શિક્ષિત બનો' જેટલા વધુ બુદ્ધિજીવીઓ તેટલો વધુ વિશાળ 'બુદ્ધિજીવી વર્ગ' અને વિશાળ વર્ગમાં તમારું પ્રતિનિધિત્વ પણ વધું ...લગામ તમારી, કબજો તમારો..
-વિજય મકવાણા


















Facebook Post :-

No comments:

Post a Comment