June 11, 2017

શુ આ સમાજ ની સેવા છે કે પક્ષ ની ગુલામી??? : વિજય જાદવ

માનનીય ( નથી રહ્યા પરંતુ ના છુટકે કહેવુ પડે છે) આત્મારામ પરમાર સાહેબ શ્રી,

ડો. બાબાસાહેબ આંબેડકર જે ગદ્દારો વિશે કહી ગયા એ લીસ્ટમાં તમારો ઉમેરો કેમ ના કરવો?

ડો. બાબાસાહેબ આંબેડકરે જે આખી જીંદગી સમાજ ના ઉદ્ધાર માટે વેડફી નાખી અને બંધારણમાં સમાજને અનામત નામનો હક આપતા ગયા. એ હક ના કારણે તમે આજે ધારાસભ્ય બની શક્યા છો. એમની રાહે ચાલવાનુ તો કોષો દુર મુકીને તમે એમનાથી વિપરીત દીશા પકડી છે. જે અંધશ્રદ્ધા ના કારણે સમાજ આજે પણ પછાત છે એ જ તમે ફેલાવવામાં મદદ કરી રહ્યા છો. તમને આ કેવી રીતે શોભે? તમને એક કેબિનેટ મંત્રી થઈને અંધશ્રદ્ધાને પોષવાનું કાર્ય કરતા સહેજ પણ શરમ નથી આવતી?
તમને આ પદ શુ ભુવા બોલાવી ડાકલા વગાડવા મળ્યુ છે?

એક ભુવા ને આ વર્ષે આંબેડકર એવોર્ડ મળ્યો એ કોના ઇશારે મળ્યો એ હવે સમજ પડી. બાકી આંબેડકર એવોર્ડ જેવો પ્રતિસ્ઠિત એવોર્ડ એક ભુવાને મળે એ વાત મારા ગળે જરા પણ ઉતરી ન હતી.

તમને કદાચ ખ્યાલ નથી રહ્યો કે આ ભુવા સમાજ માં અંધશ્રદ્ધા ફેલાવાનું કાર્ય કરી રહ્યાં છે અને ભારતીય સંવિધાન પ્રમાણે અંધશ્રદ્ધા ફેલાવવી એ એક ગુનો છે અને તમે એ કાર્યને પ્રોત્સાહન આપી રહ્યાં છો !
તમે સમાજ કલ્યાણ જેવુ મહત્વનુ ખાતુ સંભાડી રહ્યા છો અને આ રીતે તો ખરેખર સમાજ નુ કલ્યાણ થઇ જ જશે એ નક્કી!!!

આપ સમાજ ના એક પ્રતિનીધિ રુપે ધારાસભ્ય બની ને બેઠા છો. એ એક માત્ર ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન ની મહેરબાની ને કારણે. અને તમે સમાજની સેવા કરવાને બદલે ફક્ત આપના પક્ષ ની ગુલામી જ કરી રહ્યા છો.
તમને એમ હોય કે તમને તમારી પોતાની લાયકાત ના કારણે આ જગ્યા મળી છે તો એ ભુલી જજો.
આવનારી ચુંટણીમાં પોતાના પક્ષ જોડે જનરલ સીટ ઉપર ઉમેદવારી માંગી જોજો, પછી તમારો માનીતો પક્ષ તમને ક્યા લડાવે છે એ ચકાસી જોજો!!!

હજી પણ સમાજ પ્રત્યે જરાપણ લાગણી બચી હશે તો આપ બાબાસાહેબે આપેલ રૂણ અદા કરશો એવી આશા.

- વિજય જાદવ




Facebook Post :-

No comments:

Post a Comment