May 29, 2017

અસ્પૃશ્યતા નિવારણ અને અસ્પૃશ્યોના અધિકાર બાબતે સમાચારપત્રોની ભુમિકા કેટલી..???



મારો જવાબ છે... મહા શૂન્ય.

ભારતમાં અંગ્રેજોએ સત્તા પ્રાપ્ત કરી ત્યારે ગુજરાતનો હિન્દુ સમાજ વિવિધ સંપ્રદાય, જૂથ, જાતિઓમાં વિભાજીત હતો. વણઁવ્યવસ્થા મુજબ ઉચ્ચનીચના વાડાઓમાં વહેંચાયેલ હતો. તેનું કડકાઈથી પાલન પણ કરવામાં આવતું હતુ.
19 મી સદીમાં અવાઁચીન કેળવણીનો ફેલાવો થતો ગયો તેમ તેમ ભણેલા વગોઁના લોકોમાં એક એવો વગઁ પેદા થયો જે સુધારાવાદી કે સુધારક તરીકે ઓળખાયો. અહીં કેટલીક ભિન્નતાઓ જોવા મળી. કેટલાક સુધારાવાદીઓએ અંગ્રેજો દ્વારા સ્થાપિત વહીવટી, શૈક્ષણિક સંસ્થાઓનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો અને સામાજિક અનિષ્ટો બાબતે ઝુંબેશ આદરી. બીજી તરફ કેટલાક સુધારાવાદીઓએ પોતાની જાતિઓના ઉત્કષઁને જ પ્રોત્સાહન આપ્યું. પરિણામ સ્વરૂપ આ જાતિઓ કેળવણીની બાબતમાં અતિ સમૃધ્ધ બનતી ગઈ. સરકારી નોકરીઓ અને વ્યવસાયોમાં વધુને વધુ લાભ લેતી ગઈ.
હવે ખરો દંભ અને પુવઁગ્રહ અહીં જોવા મળ્યો. ગુજરાતના સામાજિક પરિવતઁનનું એક દંભી પાસુ એવું હતુ કે એક તરફ મધ્યમવગીઁય લોકો શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સેવાઓનો લાભ લેવા માંગતા હતા તે માટે કેટલાક કાયઁક્રમો પણ કરી રહ્યા હતા.. પરંતુ અસ્પૃશ્યોને આ લાભ લેવા બાબતે ભયંકર વિરોધ કરી રહ્યા હતા.
ડિસેમ્બર 1968 ભરૂચમાં એક વ્યાપારિક પ્રદશઁન યોજાયેલ. તેમાં કેટલાક અંગ્રેજ અધિકારીઓ તથા વ્યાપારીઓ હાજર રહેલા. તેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના દેશી વ્યાપારીઓ પણ હતા. આ પ્રદઁશનમાં અંગ્રેજ વ્યાપારીઓએ દેશી વ્યાપારીઓ તરફે આભડછેટ ભયુઁ વતઁન દાખવેલુ, ત્યારે આ દેશી ભારતીય, ગુજરાતી વ્યાપારીઓએ પ્રદઁશન મંડપની બહાર અંગ્રેજોની રંગભેદની નિતિ વિરૂધ્ધ જબરજસ્ત ધમાલ મચાવેલી. ગુજરાતના તમામ સમાચારપત્રોએ આ વ્યાપારીઓની આ ઝુંબેશમાં જોડાયા હતા અને સમથઁન આપીને રંગભેદની નિતી વિરૂધ્ધ ખુબ જ કાગારોળ મચાવી હતી. 


મુદ્દાની વાત હવે આવે છે.. રંગભેદની નિતીનો વિરોધ કરી અંગ્રેજો સામે કાગારોળ મચાવનારા આ સમાચારપત્રો 1863 થી 1985 દરમિયાન સવણઁ હિન્દુઓ સાથે અસ્પૃશ્યો આગગાડીમાં પ્રવાસ ન કરે તે માટે અખબારી ચળવળ ચલાવી હતી.
(સોસઁ: કપરાં ચઢાણ- લેખક- યોગેન્દ્ર મકવાણા પાનનં-57-58)
- જિગર શ્યામલન




Facebook Post :- 

No comments:

Post a Comment