May 29, 2017

ગૌમાંસ થી ગૌમાતા સુધી : રુશાંગ બોરીસા (With Full References)



શાકાહારને લઈને હિન્દૂ આસ્તીકોમાં આધ્યાત્મિક અભિગમ જોવા મળે છે.પોતાના ભોજનને પવિત્રતા-ધાર્મિકતા અને જીવદયા સાથે સાંકળી હિંદુઓ પોતાની સંસ્કૃતિની વાહવાહી કરતા રહે છે.વૈશ્વિકીકરણ ને કારણે હિન્દુઓનો આ પ્રચાર વિદેશીઓ ઉપર પણ અસર કરે છે.તેઓ પણ શાકાહારને લઈને ભારતીય ધર્મ-સંસ્કૃતિના વખાણ કરે છે.વળી,આ વળગણ તે હદે પ્રબળ બન્યું છે કે કહેવાતા ગૌરક્ષકોની વર્તમાન હરકતો પણ છુપી નથી.મૂળે હિંસા પાછળ પણ જીવદયાનો ઉપદેશ કારણભૂત જણાય છે.

હાવએવર..જો આપણે વેદિક સંસ્કૃતિ-બ્રાહ્મણગ્રંથોનો અભ્યાસ કરીયે તો ચોંકાવનારી હકીકતો જાણવા મળશે:-

⇝ મનુસ્મૃતિ>અધ્યાય ૫ માં કેવા પશુઓનું માંસ ખાવાલાયકને તેનું વર્ણન છે.
-મનુસ્મૃતિ>અધ્યાય-૫ >પંક્તિ ૩૦થી ૩૯





⇝ ગીતાયથારૂપમાં સ્વામી પ્રભુપદે પશુબલિ દ્વારા બ્રાહ્મણ સ્વર્ગ મેળવે છે તેવો ઈશ્વરીય આદેશ જણાવ્યો છે.

-ગીતા એસ ઈટ ઇઝ>અધ્યાય-૨.૩૧ નો સાર (પેજ નો.૧૪૨)

⇝ બ્રહ્માંડપુરાણમાં પરશુરામ દ્વારા ભરણપોષણ માટે માંસાહારની ઉચિતતા બતાવી છે.
-બ્રહ્માંડપુરાણ>પ્રથમ ખંડ> પરશુરામ અધ્યાય

⇝ રામચરિતમાનસમાં બ્રાહ્મણોને માંસ ખવડાવવું લાભકારક છે તેવો સંકેત જોવા મળે છે.
-રામચરિતમાનસ>બાલકાંડ>ચોપાઈ-૧૭૩ (ઓરીજીનલ પંક્તિ=बिबिध मृगन्ह कर आमिष राँधा। तेहि महुँ बिप्र माँसु खल साँधा।।

भोजन कहुँ सब बिप्र बोलाए। पद पखारि सादर बैठाए।। )


⇝ મહાભારતના અનુશાસનપર્વમાં દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય ભીષ્મ શ્રાધ્ધવિધિમાં બલિ ચડાવાતા પશુઓનું વર્ણન કરે છે;જેમાં ગાયના માંસની બલિ શ્રેષ્ઠ દર્શાવી છે.
-મહાભારત>અનુશાસનપર્વ>અધ્યાય-૮૮
⇝ વાલ્મિકી રામાયણના ઉત્તરકાંડમાં રામને માંસાહાર કરતા બતાવ્યા છે.
Dr Ambedkar Writtings And Speeches > Vol 4 > Page 110

વાલ્મિકી રામાયણ > Uttarakand > Sarga 52 or 42

⇝ દશરથે પુત્રપ્રાપ્તિ માટે કરેલ યજ્ઞમાં બલિ ચડાવેલ ઘોડાની સાથે કૌશલ્યા રાત વિતાવે છે.વનવાસ ભોગવી રહેલા રામે ઝૂંપડીમાં પ્રવેશ કરવા વિધિના ભાગરૂપે કાળિયારની બલિ ચડાવી હતી.
- વાલ્મિકી રામાયણ>બાલકાંડ>સર્ગ-૧૩ 

⇝ ઋગ્વેદ,યજુર્વેદ અને અથર્વવેદમાં પશુબલિ અને માંસાહાર ઠેર-ઠેર જોવા મળે છે.

⇝ બ્રાહ્મણગ્રંથો-ધર્મસુત્ર અને ગૃહસૂત્રોમાં પણ પશુબલીની વિધિનું વિસ્તારમાં વર્ણન વાંચી શકાય છે.

⇝ વાલ્મિકી રામાયણમાં રામ વિદાય લેતી વખતે કૌશલ્ય આગળ દુઃખ વ્યક્ત કરે છે કે મને મહેલનું સ્વાદિષ્ટ માણસ ખાવા નહિ મળે. 
વાલ્મિકી રામાયણ>અયોડ્યાકાંડ>સર્ગ-૨૦ (Click For English Translation of the same )
⇝ વનવાસ ભોગવી રહેલા રામે ઝૂંપડીમાં પ્રવેશ કરવા વિધિના ભાગરૂપે કાળિયારની બલિ ચડાવી હતી. 
-વાલ્મિકી રામાયણ>અયોધ્યાકાંડ>સર્ગ-૫૬ (Click For English Translation of the same )
⇝ વિવેકાનંદ કહે છે કે વૈદિકકાળમાં જો કોઈ બ્રાહ્મણ ગૌમાંસ ના ખાય તો તેને બ્રાહ્મણ કહેવામાં આવતો નહીં.
-Complete Works of Swami Vivekananda >વોલ્યૂમે-૩ >પેજ.ન.:૧૪૯
બલિ ચડાવેલ પશુનો શેષ ભાગ પ્રસાદ તરીકે ભોજનમાં વપરાતો(જેમ મંદિરમાં નારિયેળ વધેરી લોકો આરોગે છે તેમ) વળી વૈદિકકાળમાં પુષ્કળ માત્રામાં બલિઓ ચડતી...તેવું લાગે કે જાણે માંસાહારની પાર્ટી માણવા માટે જ યજ્ઞો ના થતા હોય!

ગૌમાંસ અને પશુબલીને લઈને હિંદુત્વના સમર્થક- નરેન્દ્રનાથ દત્ત અને હિંદુત્વના આલોચક- ભીમરાવ આંબેડકરે પણ સ્પષ્ટ વિધાન આપ્યા હતા.વિવેકાનંદ કહે છે કે વૈદિકકાળમાં જો કોઈ બ્રાહ્મણ ગૌમાંસ ના ખાય તો તેને બ્રાહ્મણ કહેવામાં આવતો નહીં.બાબાસાહેબ કહે છે કે વેદિકયુગમાં દરરોજ બ્રાહ્મણો દ્વારા ગૌમાંસ આરોગવામાં આવતું હતું.

અહીં અટકીએ...

આટલું જાણ્યા પછી સવાલ એ રહે કે કેવી રીતે બ્રાહ્મણો-આર્યો માંસાહારથી શાકાહાર તરફ વળ્યાં? વળી,જેમના પૂર્વજોનું પ્રિય ભોજન "ગૌમાંસ" હતું...જેઓ ધર્મના નામ ઉપર પુષ્કળ પશુહિંસા આચરતા હતા તેઓ સમય જતા કટ્ટર શાકાહારી કેમના બન્યા?

શુદ્રો-વંચિતોને શદીઓથી ઇતિહાસ-શિક્ષણથી દૂર કરેલ હોવાથી આજની પેઢી પોતાના પૂર્વજો ઉપર કરેલ ષડયંત્રોથી વાકેફ નથી.પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિનું શાકાહાર તરફ વળવાનો શ્રેય મહાવીર અને બુદ્ધને ફાળે જાય છે.બુદ્ધ ખરેખર તે સમયે ક્રાંતિકારી હતા.તેમણે પોતાના ઉપદેશોમાં પશુબલિનો વિરોધ કર્યો હતો.જો કે બુદ્ધ ચુસ્ત અહિંસાની તરફેણમાં નહતા.બુદ્ધે પણ ભિક્ષામાં મળેલ ગૌમાંસ ખાધું હતું.

બૌદ્ધ ઉપદેશો મુજબ મુખ્ય ૩ સ્થિતિમાં માંસાહાર કરી શકાય:
  • જો તમે મહેમાન હોવ અને યજમાન ખાતિરદારી માં માંસ આપે તો.
  • જો વૈદ્યે સારવાર માટે માંસ ખાવાની સલાહ આપી હોય તો. 
  • જો તમે એવી હાલતમાં હોવ કે ભૂખ સંતોષવા પશુની હત્યા કરાવ્યા વિના કોઈ વિકલ્પ ના હોય તો.

બુદ્ધના ઉપદેશો તર્કસંગત હોય બહુધા પ્રજાને પ્રભાવિત કરી શકતા હતા.દરમ્યાન લોકોએ વેદોને પવિત્ર માનવાનું બંધ કર્યું.લોકોને વેદિક હિંસાથી અંદરોઅંદર અસંતોષ હતો જ;જેથી બૌદ્ધકાળ દરમ્યાન ભારતવર્ષના મોટા હિસ્સાએ અતિશય બલિ-માંસાહારનો ત્યાગ કર્યો.આ પરિસ્થતિ બ્રાહ્મણો માટે મોટો પડકાર બની.આખરે પ્રજાને ખેંચવા કોઈ રસ્તો ના દેખાતા બ્રાહ્મણોએ બ્રાહ્મણવાદી હથિયાર ઉગામ્યું. તેમણે પણ બુદ્ધની વાટે પવિત્ર એવા વેદવિધાનોને બાજુ ઉપર મુક્યા અને પશુબલિ ધીરે ધીરે બંધ કરવાનું શરૂ કર્યું.બ્રાહ્મણધર્મ પણ જીવદયા તરફી છે તેવો પ્રચાર શરુ કર્યો;જેથી લોકોનો વિશ્વાસ જીતી શકાય.

આ પ્રક્રિયામાં બ્રાહ્મણોએ ગાયને વિશેષ દરજ્જો આપી માતા બનાવી.(વેદોમાં ક્યાંય ગાયને માતાનું બિરુદ મળેલ નથી.)ગાયને પવિત્ર બનાવી પોતાની સગવડી જીવદયાનો જોરશોરથી પ્રચાર કર્યો...તે તબક્કે રચાયેલા પુરાણોમાં પણ ગાયને કેન્દ્રમાં રાખી.(પુરાણ-નામમાં જ ષડયંત્ર છે)જયારે બૌદ્ધ સંસ્કૃતિમાં કોઈ પ્રાણીને વિશેષ દરજ્જો મળ્યો નહતો.પછીથી સત્તા મેળવેલ બ્રાહ્મણોએ ચુસ્ત નિયમો બનાવ્યા.જેથી ગૌમાંસ આરોગતા બુદ્ધ અનુયાયીઓ સામે ષડ્યંત્રથી જીવદયા-પશુપ્રેમી બનેલ બ્રાહ્મણો સામાન્ય પ્રજાને ભ્રમિત કરી પોતાની વર્ણવ્યવસ્થારૂપ ચંગુલમાં ફરી ફસાવી શક્યા.

ઇતિહાસના આ પ્રકરણનું ઊંડાણમાં અર્થઘટન આંબેડકરે કર્યું છે.ટૂંકમાં, હિંદુઓ પોતાની જીવદયાનો લઈને જે દેખાડો કરે છે તે સનાતમ ધર્મ નહીં; પણ બુદ્ધ-મહાવીર ને આભારી છે.

બ્રાહ્મણો આ મુદ્દે દંભી જ હતા.જો તેમનું હૃદયપરિવર્તન સહજ-આત્મસ્ફૂરણા પ્રેરિત હોત તો હું આ પોસ્ટ ના લખત.પરંતુ, વર્તમાન હિન્દુવાદીઓએ હવે રામાયણમાંથી રામ માંસ આરોગતા હતા તે ભાગ દૂર કર્યો છે.હાલમાં વેચાતા ધર્મસુત્રોમાં પણ પશુબલિના આખે આખા અધ્યાય દૂર કરી રહ્યા છે.વેદોમાં રહેલ પશુબલિ-માંસાહારની ઋચાઓ ધીરે ધીરે સિફતપૂર્વક દૂર કરાઈ રહી છે.(એક સમયે ઋગ્વેદમાં ૧૫૦૦૦ ઋચાઓ હતી;હાલ ૧૦૫૦૦ જેવી જોવા મળે છે.૪૫૦ ઋચાઓ પણ કદાચ અમાનવીય હોય ગરબડમય રીતે દૂર કરવામાં આવી હોય શકે.)હાલમાં મીડિયા પણ દેવોને શાકાહારી અને દાનવોને માંસાહારી ચિત્રે છે! એટલે કે હાલમાં પણ બ્રાહ્મણવાદી ષડયંત્ર ચાલુ જ છે. દુનિયાનો કોઈ પણ ધર્મ પોતાના જ ધર્મગ્રંથોમાં સમય જતા સગવડી ભેળસેળ નથી કરતો...પણ હિન્દુત્વ અપવાદ છે.

ફોટો: મધ્યકાલીન વિચારક કબીરદાસે પંડિત-પુજારીના દંભ ઉપર કરેલો કટાક્ષ. આ સાબિત કરે છે કે ભલે ષડયંત્ર બૌદ્ધકાળ દરમ્યાન શરૂ કર્યું હોય ;પણ મધ્યકાળ સુધી તેઓ તેનો સંપૂર્ણ અમલ કરવામાં નિષ્ફ્ળ ગયા હતા. ઉપરાંત,હાલમાં પણ છુટાછવાયા પશુબલિના કિસ્સાઓ જાણવા મળે છે.(હિન્દૂ રાષ્ટ્ર નેપાળને જ જુઓ)
- રુશાંગ બોરીસા

No comments:

Post a Comment