October 21, 2017

રાજકીય વ્યકિત, રાજકીય સત્તા

By Dinesh Makwana  || 01 Sep 2017


અનામત સીટ પરથી ચુંટાઇ આવતા દરેક અનામત કેટેગરી ના ઘારાસભ્યો કે સંસદસભ્યો ગમે તે પક્ષની ટિકિટ હેઠળ ચુંટાઇ આવ્યા હોય પણ તેમની પ્રાથમિક વફાદારી તેમના પક્ષ પ્રત્યે જ હોય છે.

દિલ્હીના સંસદ સભ્ય ઉદિત રાજે હમણા થોડા સમય પહેલા કહ્યુ કે તે માત્ર દલિતોના મતને આધારે ચુટાઇ આવ્યા નથી. ત્યારબાદ પંચાયતની ચુટણી ઓમાં તેમના અભિપ્રાય ને અવગણવામાં આવ્યો ત્યારે આ નફ્ફટ સંસદસભ્ય કહે છે હુ દલિત હોવાથી મારા અભિપ્રાય ને મહત્વ આપવામાં આવતુ નથી. આ કડવી હકીકત છે, પક્ષ અવગણે ત્યારે દલિતો યાદ આવે છે અને દલિતોની સમસ્યા હોય ત્યારે પક્ષ યાદ આવે છે.

રમણલાલ વોરાએ કહ્યુ ભાજપને દલિતોની જરુર નથી, કેટલીક વાર વધારે પડતા ઘેલા થઇને, હાઇ કમાન્ડને વહાલા થવા કેટલાક લોકો ગમે તેવા બયાનો આપતા રહે છે.

દલિતોના અત્યાચાર સમયે કોઇ એવો નેતા નથી કે તે ગામની મુલાકાત લે, ઘટનાને વખોડે, કારણ કે દરેક નેતાને સમાજ કરતા પોતાની ફિકર વધારે હોય છે, તેને ચિંતા હોય છે કદાચ તેનું પ્રધાનપદું ક્યાંક છિનવાઇ ના જાય.  ધારાસભ્ય કે સંસદસભ્ય ને બીજી ચુટણીની ટિકિટની ચિંતા હોય છે. ટુંકમા તમે ચુંટેલો નેતા તમારો કે તમારા સમાજનો નથી બની શકતો.

પુના પેકેટ ને દરેકે વાંચવો પડશે, સમજવો પડશે, આપણને કેટલું નુકસાન થઇ રહ્યુ છે, પણ જેમ બંધારણ બદલી નહી શકાય, તેમ પુના કરારના જે પરિણામો છે તેને સાથે રાખીને જ તમારે ચાલવું પડશે.

મુસ્લિમો માટે રાજકારણમાં કોઇ અનામત નથી, પણ તેમનો નેતા ચુંટાય છે અને તેના સમાજને વફાદાર પણ રહે છે.

હકીકતમા દલિત ઉમેદવાર કોઇ પણ જનરલ સીટ પર ઉભો રહીને જીતી શકે તેટલી બહુમતી દલિતો ની કોઇ પણ વિસ્તારમાં નથી, તેથી તમારી પાસે જે સ્થિતિ ઉપલબ્ધ છે તેને સ્વીકારીને જ તમારી સમસ્યાને હલ કરવી પડશે.

એક ભીમ નામના ગ્રુપ પર આપણા ભુતપુર્વ ધારાસભ્યને ગ્રુપના મિત્રો ભડવા, ગદ્દાર જેવા શબ્દો વાપરીને સીધી ગાળો જ ભાંડતા હતા.

આનાથી સમસ્યા હલ નહી જ થાય. પેલા જનરલ વાળા આવા મેસેજ વાંચે ત્યારે તેમને લાગે જ આમનો નેતા એમનો જ નથી, અને લોકો પણ તે નેતાને માનતા નથી. પણ દરેક સમસ્યાનો હલ કદાચ તેઓ ના આપી શકે તો જે આપે તેને લેવામા મને ડહાપણ દેખાય છે. માત્ર તેમને અવગણવાથી તેઓ નજીક નહી આવે કે સમાજનું ભલું નહી કરે પણ તેઓ જે આપી શકે છે તેની પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

કેટલીક વાર વોટ્સ પર ક્રાંતિ કરનારા લોકો નેતાને રુબરુ મળે ત્યારે આપણા અત્યાચાર વિશે કહેતા નથી કે આપણી તાતી સમસ્યા વિશે રજુઆત કરતા નથી.

રવિવારે ભાવિન ચૌહાણે કહ્યુ હતું તે ક્યારેક સાચું પણ છે. આપણે નેતાની સામે એટલા બધા ભાવ વિભોર થઇ જઇએ છે તે માત્ર તેમની પ્રસંશા જ કરતા રહીયે છે. કેટલીક વાર આવા પ્રસંગોનો હેતુ વ્યકિત લાભ માટે પણ હોય છે. કેટલીક વાર સમાજમાં પોતાનું માન કે પ્રતિષ્ઠા વધે તે માટે પણ આવા કાર્યક્રમનું આયોજન થતુ રહે છે. અને મુળ સમસ્યા ત્યાંની ત્યાંજ રહે છે.

પણ શુ કરીયે તો આ સમસ્યા નો ઉકેલ આવે. તમારે કેટલાક જોડાણ કરવા પડશે. SC ની તમામ પેટા જાતિઓને એક પ્લેટફોરમ પર લાવવી પડશે. વિદ્ધાન કનુભાઇ વ્યાસ અભિયાન મારફતે આ કામ બહુ સારી પેઠે કરી રહ્યા છે. પણ આવા પ્રયત્નો સ્વાધ્યાય પરિવાર કરતું હતું તે પ્રમાણે કરવા પડશે. અભિયાનનો કાર્યક્રમ પતી જાય પછી બધા ભુલી જાય છે. તેથી જે તે ગામના નેતાઓ રોજ બધાની સાથે માત્ર ત્રીસ મિનિટ વાત કરે તો લોકો તમારી સાથે જલદી આવશે, તમારી વાત સમજશે. તેના માટે સમય આપવો પડશે, પ્રતિબદ્ધ થવુ પડશે. બીજી હરોળના યુવા નેતા ઉભા કરવા પડશે. આના પરિણામો સમય પર મળશે જ.

દિનેશ મકવાણા
બ્યાવર અજમેર
If I have to chop down a tree within Eight hours. I will use 6 hrs in sharpening my axe.
- Abraham Lincoln
જો મારે એક ઝાડને આઠ કલાકમાં કાપી નાંખવાનું હોય તો હુ છ કલાક મારી કુહાડીની ધાર તેજ કરવા માટે વાપરીશ..

No comments:

Post a Comment