From The Book By Rakesh Priyadarshi
છેલ્લા ઘણા સમયથી તમામ પ્રકારનાના મીડિયાનું ઓબ્ઝર્વેશન કરતા એવું લાગી રહ્યું છે કે આ દેશનું મીડિયા યુવાનો તથા બાળકોને માનસિક ગુલામ બનાવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
વધારે ના લખતા ટૂંકમાં કહીએ અને સીધી મુદ્દાની વાત કરીએ તો આપણા સૌનો સમય બચી જશે
રોજ સવારે કોઈ પણ ટી. વી. માં કોઈ પણ ચૅનલ ચાલુ કરીને જોશો તો ખબર પડશે કે લોકોને માનસિક ગુલામ બનાવી રાખવાનું ષડયંત્ર કેટલું પૂર જોશ માં ચાલી રહ્યું છે.
કોઈ પણ ચૅનલ બદલો એકજ વાત અને એકજ વિચાર, બે કોડીના ઢોંગી અભણ બાવાઓનું ભાષણ ચાલતું હોય અને આવા બાવાઓના ભાષણ સાંભળીને લોકો કોઈ પણ જાતનું તર્ક કે વિતર્ક કર્યા વગર પોતાના દિવસની શરૂઆત કરશે, પછી ક્યાંથી દેશ નું ભલું થાય ?
જે લોકો અભણ બાવાનું ભાષણ સાંભળીને પોતાના દિવસની શરૂઆત કરે અને સુતા પહેલા પણ આવા ઢોંગી ને યાદ કરે, જે બાવાઓ આજ્ઞાની હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય અને પદ-પ્રતિસ્થા અને પૈસાના સ્વાર્થી હોય એ લોકો પાસેથી શું અપેક્ષા રાખી શકાય ?
આવા બાવાઓનું શું યોગદાન છે દેશના વિકાસ માં ?
આવા લોકોએ અત્યાર સુધી દેશ કે લોકો માટે કઈ વસ્તુ ની શોધ કે સંશોધન કર્યું છે ?
માત્ર ને માત્ર અંધ-શ્રદ્ધા વધારવાનુંજ માત્ર કામ કરતા આવ્યા છે આવા લોકો અને મીડિયા વાળા આવા લોકોના લાઈવ શો ટી.વી માં બતાવી અંધશ્રદ્ધામાં વધારો કરે છે અને આવા લોકોને પ્રસિદ્ધિ અપાવે છે.
આપડે ક્યારેય વિચાર્યું છે કે આપડે કઈ વસ્તુ ની શોધ કરી ?
ગૂગલમાં સર્ચ કરીને જોજો !!!
દુનિયા ની અંદર કેટલાય એવા દેશો છે જે અમદાવાદ અને ગુજરાત કરતા પણ નાના છે , છતાં પણ એ લોકો શોધ અને સંશોધન ની દ્રટીએ આપડા કરતા પણ આગળ છે. એ યાદ રાખજો કે દુનિયામાં technology એ બૌદ્ધ રાષ્ટ્રો ની દેન છે, (ચીન, જાપાન વગેરે)
મોટર, વિમાન, ટ્રેન કે સ્ટીમર જેવી મોટી વસ્તુઓતો દૂરની વાત પણ આપણી આસપાસ અને રોજિંદા વપરાશ માં આવતી વસ્તુઓ પ્રતે પણ આપડે ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓની શોધ કોણે અને કયા દેશે કરી હશે ? દા. ત. નોટ, પેન, મોબાઇલ, ચાર્જર, ટેલિવિઝન, પંખો, બાઈક, લાઈટ, વગેરે. જો બધી વસ્તુઓ લખવા જઈશ તો આખી નોટ ભરાઈ જશે.
માટે મિત્રો કોઈ પણ વસ્તુ જોતા અને અને વપરાશ કરતા પહેલા તર્ક કરો અને કૉમન સેન્સનો ઉપયોગ કરો. નહીતો ઘેટાં-બકરા (જાનવર) અને આપડા માં શું ફર્ક ?
મારો અનુભવ છે ત્યાં સુધી આપડા દેશ માં દર 2 વર્ષે નવો બાવો કે ઢોંગી ધુતારાની શોધ થાય છે અને દર 5 વર્ષે નવી માતા(દેવી) ની શોધ થાય છે
માટે દેશના ભવિષ્ય એવા હે યુવાનો માનસિક ગુલામી માંથી બહાર આવો અને દરેક વસ્તુ ને તર્ક અને બુદ્ધિ ની એરણ ઉપર માપો અને સાચી લાગે તોજ એને માનો.
આ વાંચીને જો થોડા ઘણા લોકોમાં પણ સુધારો અથવા ફર્ક આવશે તો પણ ઘણું છે.
લેખ : પુસ્તક (રાકેશ પ્રિયદર્શી લિખિત) " અપના દિપક સ્વયં બને"
No comments:
Post a Comment