July 22, 2017

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ-૧

By Dinesh Makwana



આ મને ખાતરી છે કે આ ગૃહને પણ અઘિકારીક કે બિનઅધિકારીક રીતે જાણ હશે કે હવે હુ કેબિનેટનો સભ્ય રહ્યો નથી. મે મારુ રાજીનામું તારીખ ૨૭/૯ ના ગુરુવારના રોજ પ્રધાનમંત્રીને મોકલી આપ્યું છે. અને તેમને કહ્યું છે તેઓ વેળાસર આ કાર્યમાંથી મુક્ત કરી દે. પ્રધાનમંત્રી એટલા સારા હતા કે તેમણે બીજા જ દિવસે મારુ રાજીનામું સ્વીકારી લીધું. જો હુ ૨૮/૯ શુક્રવાર સુધી મંત્રી પદે ચાલુ રહ્યો હોય તો તેનું એક જ કારણ હતું કે પ્રધાનમંત્રીએ મને વિનંતી કરી હતી કે તમે આ સત્રના અંત સુધી રોકાઇ જાઓ. એક એવી વિનંતી જે બંધારણીય નિયમોના પાલન માટે હુ તેને સ્વીકારવા બંધાયેલો હતો.

આપણી પધ્ધતિના નિયમો મુજબ દરેક મંત્રીને પરવાનગી મળે છે તેમણે રાજીનામાની બાબતમાં અંગત નિવેદન આપીને દરેકને માહિતગાર કરવા જોઇએ. કેટલાય મંત્રીઓએ મારા કાર્યકાળ દરમિયાન રાજીનામા આપ્યા, અલબત દરેક રાજીનામું આપનાર મંત્રીએ નિવેદન આપવું તેવી કોઇ પ્રણાલિ નથી તેથી કેટલાક મંત્રીઓ નિવેદન આપીને ગયા, કેટલાકે કોઇ નિવેદન કર્યુ નહી. પરંતુ દરેક પ્રકારના સંજોગો જોતા હુ એવા નિષ્કર્ષ પર આવ્યો છુ કે રાજીનામું આપનાર મંત્રી ખુલાસો કરે અથવા નિવેદન આપે તે માત્ર જરુરી નથી, પણ તેની ફરજ પણ હોવી જોઇએ, છેવટે આ ગૃહ તે રાજીનામું આપનાર સભ્યનું જ છે.

ગૃહને કશી જાણ હોતી નથી કે કેબિનેટ કેવી રીતે કાર્ય કરે છે. સભ્યોની વચ્ચે ભાઇચારાની ભાવના હોય છે કે તેમના વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય તેના વિશે કશી ખબર હોતી નથી.અને તેથી આવા એક સાદા કારણને લીધે એક એવા સભ્ય જે અલ્પસંખ્યકમા હોય તેને પોતાના મતભેદો વિશે માહિતિ આપવાનો અધિકાર નથી, પરંતુ આ સંયુક્ત જવાબદારી છે. તેને પરિણામે આ ગૃહ સતત વિચારતું રહ્યું કે દરેક સભ્યોની વચ્ચે સંઘર્ષ નહોતો પણ હકીકત તે હતી કે કેબિનેટ સભ્યોની વચ્ચે મતમતાંતર રહ્યા હતા.  તેથી વિદાય લઇ રહેલી મંત્રીની ફરજ છે કે તેમણે એક નિવેદન દ્રારા ગૃહને માહિતગાર કરવું જોઇએ કે તે કેમ રાજીનામું આપવા માંગે છે અને બીજી સંયુક્ત જવાબદારી લેવા કેમ ચાલુ રહી શકે તેમ નથી.

બીજું મંત્રી જો નિવેદન કે ખુલાસો આપ્યા વિના જશે તો પ્રજા તેમ વિચારશે કે મંત્રીના આચરણમાં કઇંક ખોટું છે કે મંત્રીના આચરણ વિશે શંકા છે.

જાહેરજીવન મા કે ખાનગી ધોરણે મને લાગ્યું કે કોઇ પણ મંત્રીએ શંકા પેદા થાય તેવા સંજોગો ઉભા કરવા જોઇએ નહી. મારી દષ્ટિએ સૌથી સલામત રસ્તો એ છે કે તેણે નિવેદન આપીને જવુ જોઇએ.

ત્રીજુ આપણા જે અખબારો છે તેઓ તેમની આદત પ્રમાણે તેઓ કોઇના સમર્થક છે તો કોઇના વિરોધી. તેમનુ આકલન ભાગ્યેજ કોઇ ગુણ કે અવગુણના આધારે કરવામાં આવ્યુ હોય છે. જ્યારે તેમને જગ્યા મળશે ત્યારે તે જગ્યા રાજીનામા માટેના એવા કારણોથી ભરી દેશે જે કારણો વાસ્તવમાં સાચા હોતા નથી. તે રીતે તેઓ તેમને જેઓ પસંદ છે તેમને લોકોની નજરમાં સહેલાઈથી લાવતા હોય છે. આવુ મારી સાથે કેટલીય વાર થયુ છે તે હુ સહેલાઇ થી જોઇ શકુ છુ. તે જ કારણોને લઇને  મે નિર્ણય કર્યો કે હુ રાજીનામું આપતા પહેલા એક નિવેદન આપતો જાઉં.

આજે તે વાતને ચાર વર્ષ, એક મહિનો અને છવ્વીસ દિવસ થયા જ્યારે પ્રધાનમંત્રીએ મને કેબિનેટ મા કાયદામંત્રી તરીકેનું પદ સ્વીકારવાનું કહ્યું. આ તક મારા માટે આશ્ચર્યજનક હતી. કારણ કે હુ વિરોધી છાવણીનો હતો અને ઓગસ્ટ ૧૯૪૬ મા જ્યારે અંતરિમ સરકારની રચના થઇ ત્યારે મારી નકામા સંગઠનો બનાવવા માટે ઝાટકણી કાઢવામાં આવી હતી. તેથી હુ જેવા માંગતો હતો કે પ્રધાનમંત્રીના વલણમાં ફેરફાર કેમ આવ્યો. તેના વિશે મારી પાસે કેટલીક શંકાઓ હતી. જેઓ મારા મિત્રો ક્યારેય બન્યા નહોતા તેમની સાથે હુ કેવી રીતે કાર્ય કરી શકીશ. મને એ પણ શંકા હતી કે ભારત સરકારના કાનુન મંત્રી તરીકે જેમણે કાર્ય કર્યુ છે તેમણે તેમના હોદ્દાને અનુરુપ જ્ઞાન વડે તે પદને શોભાવ્યુ છે, તેવી રીતે હુ શોભાવી શકીશ કે નહી તેના વિશે મને શંકાઓ હતી. પરંતુ તમામ શંકાઓને છોડીને દેશના નિર્માણ મા મારો પણ સહયોગ હોવો જોઇએ તેમ વિચારીને મે પ્રધાનમંત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. એક કેબિનેટ ના સભ્ય તરીકે અને કાનુન મંત્રી તરીકે મે કેવું કાર્ય કર્યુ છે તે નક્કી કરવાનું હુ બીજા ઉપર છોડી દઉં છુ.

- દિનેશ મકવાણા
વડોદરા તા ૨૧/૬/૨૦૧૭ સવારે ૭.૦૦

No comments:

Post a Comment