July 22, 2017

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ- ૬

By Dinesh Makwana

બે કે ત્રણ દિવસની ચર્ચા બાદ પ્રધાનમંત્રી એક નવી દરખાસ્ત લઇને આવ્યા. આ વખતે તેમણે આખા ખરડાને પડતા મુકવાની વાત કરી તેમાં લગ્ન અને છુટાછેડાનો ભાગ પણ સામેલ હતો. હુ છમ્મ થઇ ગયો. ( I was stunned) અને કશુ કહી શક્યો નહી. આ ખરડો એટલા માટે પડતો મુકવામા આવ્યો કારણ કે કેબિનેટના બીજા શકિતશાળી મંત્રીઓ તેમના ખરડાને રજુ કરવા માંગતા હતા. હુ તે સમજી શકતો નહોતો કે બનારસ કે અલીગઢ યુનિવર્સિટી ને લગતા ખરડા કે પ્રેસ ને લગતા ખરડા ને હિન્દુ કોડની ઉપર વધારે મહત્વ કેમ આપવામાં આવે છે. એવું નથી કે અલીગઢ કે બનારસ યુનિવર્સિટી ચલાવવા માટે આપણી પાસે કોઇ કાનુની નિયમાવલી નથી. એવું પણ નથી જો આ બે યુનિવર્સિટી ને લગતા ખરડા પસાર કરવામાં ન આવે તો આ બંને યુનિવર્સિટી ખતમ થઇ જશે. પ્રેસને લગતો ખરડો પણ તાત્કાલિક રીતે પસાર કરવો જરુરી નથી. તેના માટે પણ આપણી પાસે કાયદો છે જ અને આ ખરડા માટે આપણે રાહ જોઇ શકાય તેમ છે. પ્રધાનમંત્રી મારી દષ્ટિએ નિષ્ઠાવાન હોવા છતાં આ હિન્દુ કોડને પસાર કરાવવા માટે તેમની પાસે કોઇ ઉત્સુકતા કે નિર્ણયશકિત નહોતા અથવા તો તેમની ઇચ્છા નહોતી.
આ ખરડાના સંદર્ભમાં મારી સાથે ભયંકર માનસિક અત્યાચાર કરવામાં આવ્યો. પક્ષ તરફથી આર્થિક સહાય આપવામાં આવી નહી. પ્રધાનમંત્રીએ દરેકને પોતાનો મત આપવાની સ્વતંત્રતા અપાવી જે આ પક્ષના ઇતિહાસમાં ક્યારેય ના બની ના હોય તેવી અસામાન્ય બાબત હતી. મને તેનો વાંધો નહોતો. પણ હુ બે વાતોનો આગ્રહ રાખતો હતો. એક જ્યારે આ ખરડા પર ચર્ચા કરવા માટે સમય આપવામાં આવ્યો ત્યારે હુ ઇચ્છતો હતો પણ પોતાના દરેક સભ્યોને વ્હીપ દ્રારા સુચના આપે કે આ ખરડાની ચર્ચા માટેની સમયમર્યાદાનુ ધ્યાન રાખે અને યોગ્ય સમયે તે ચર્ચાનું સમાપન થાય. જો આપણે સમયમર્યાદાનુ પાલન કર્યુ હોત તો કદાચ આ ખરડાને પસાર કરાવી શક્યા હોત. જ્યારે મત આપવાનો અધિકાર આપવામાં આવતો હોય ત્યારે સમયમર્યાદા માટે જરુરી આદેશ પણ અાપી શક્યા હોત. તેનો કોઇ વાંધો હોવો જોઇએ નહી. સંસદીય બાબતોના કાર્યમંત્રી જે આ ખરડાની બાબતમાં પક્ષના મુખ્ય દંડક હતા તેમનો વ્યવહાર ખુબ ઓછા શબ્દોમાં કહુ તો તેઓ આ ખરડા પ્રત્યે તદન અસામાન્ય હતા. તેઓ ખરડાના સખત વિરોધી હતા અને તેમણે મને કોઇ મદદ કરી નહી. ખરડા પરની ચર્ચા નો અંત લાવવા માટે તેમણે કશુ કર્યુ નહી. ખરડાના એક નિયમ વિશે ચર્ચા કરવા માટે ખરડાને દિવસો સુઘી, કલાકો સુધી રોકી રાખવામા આવ્યો. પરંતુ પાર્ટીના મુખ્ય દંડક તરીકે તેમની ફરજ હતી કે તેઓ સરકારના નકામા ખર્ચને બચાવીને સરકારના કાર્યો કરાવે. પણ આ બાબત તેમનામા ગેરહાજર હતી. જે દિવસથી આ હિન્દુ કોડને ગૃહ સમક્ષ રજુ કરવામાં આવ્યુ તે દિવસથી આવો એક પણ દાખલો મે જોયો નથી કે પાર્ટીના મુખ્ય દંડક આ રીતે પ્રધાનમંત્રીને વફાદાર ના હોય. અને તેની વિરુદ્ધ પ્રધાનમંત્રી આ ગદાર દંડક તરફ પુરી રીતે વફાદાર હોય. (Loyal to disloyal)
આવા સંજોગોમાં હુ અહીં રહી શકુ તે અશક્ય છે. "It is impossible to carry on in such circumstances." એક એવી વાત પણ કહેવામા આવી હતી કે વિરોધ પક્ષ મજબુત હોવાના કારણે આ ખરડો પડતો મુકવામા આવ્યો છે. વિપક્ષ કેટલો મજબુત છે? આ ખરડા વિશે જ્યારે પણ ચર્ચા થઇ ત્યારે આ ખરડાના વિરોધીઓમાં ભાગલા પડી જતા હતા. (Division-ભાગલા) દરેક સમયે વિરોધીઓને લાગ મળી જતો હતો. છેલ્લી વાર જ્યારે આ ખરડા વિશે પક્ષની મીટીગમા ચર્ચા રાખવામા આવી ત્યારે કુલ ૧૨૦ સભ્યોમાંથી માત્ર ૨૦ સભ્યો જ ખરડાની વિરુદ્ધ મા હતા. માત્ર સાડા ત્રણ કલાકમા જ આ ખરડાની ૩૩ કલમો પર સહમતી સાધી શકાઇ હતી. તેના પરથી કહી શકાય કે પક્ષની અંદર આ ખરડા પ્રત્યે કેટલો વિરોધ હતો. ગૃહની અંદર જ ખરડાની કલમ ૨.૩ અને ૫ ઉપર જ ભાગલા પડી ગયા હતા.
દરેક સમયે આ ખરડાની તરફેણમાં એક અદ્ભુત સમર્થન રહ્યું હતું અને તેમાંય ખાસ કરીને કલમ ૪ જે આ હિન્દુ કોડને આત્મા છે તેને પણ જબરદસ્ત સમર્થન પ્રાપ્ત હતું.
તેથી સમયના અભાવે આ ખરડાને છોડી દેવાના પ્રધાનમંત્રીના નિર્ણય સાથે હુ સહમત નહોતો.
કેટલાકે એવી વાત ઉડાવી કે હુ મારી બીમારીને કારણે રાજીનામું આપી રહ્યો છુ. પણ રાજીનામા માટે આટલો લાંબો ખુલાસો આપી શક્યો તે માટે તમામનો અહેસાનમંદ છુ તેથી બિમારીની વાતને હુ સ્વીકારતો નથી. હુ દુનિયાનો છેલ્લી વ્યકિત હોઇશ જે બિમારી ને કારણે પોતાની ફરજ ચુકી જતો હોય.
તેમ પણ કહેવામા આવ્યુ કે મારુ રાજીનામું કવેળાનુ છે. પણ જો હુ સરકારની વિદેશ નીતિ કે અનુસુચિત જાતિ અને પછાત વર્ગની વ્યકિતઓ સાથે જે વ્યવહાર થતો હતો તેના કારણે માત્ર મને અસંતોષ હોત તો મે ઘણા સમય પહેલા રાજીનામું આપી દીધું હોત. પણ મારી પાસે અહીં રહેવાના ઘણા કારણો હતા. કારણ કે મે મોટા ભાગના સમયમાં કેબિનેટના સભ્ય તરીકે કાર્ય કર્યુ. મારુ ધ્યાન ૨૬/૧/૧૯૫૦ સુધી બંધારણ ની રચનામાં હતું. અને ત્યાર બાદ જન પ્રતિનિધિત્વ અંગેના ખરડાની રચનામાં હુ વ્યસ્ત થઇ ગયો, જેમાં સીમાંકન અંગેના હુકમો પણ સામેલ હતા. મારી પાસે વિદેશ બાબતો માટે બિલકુલ સમય નહોતો. અને આ બધુ કામ અધુરુ છોડીને જવાનું યોગ્ય જણાતું નહોતુ.
બીજા વિચારમાં મને હિન્દુ કોડ માટે મને અહીં રહેવાનું મુનાસિબ લાગ્યું. કેટલાકના અભિપ્રાય પ્રમાણે માત્ર હિન્દુ કોડને કારણે જ હુ અહીં હતો તે પણ ખોટું છે. મારો મત જુદો છે. પણ આ દેશમાં કોઇ પણ ધારાસભા દ્રારા રજુ કરાયેલ કોઇ પણ પ્રકારના ખરડા કરતા આ હિન્દુ કોડ સામાજિક સુધાર માટેનો સૌથી મહત્વનો ખરડો હતો. તેના મહત્વ પ્રમાણે આવો કોઇ કાયદો આજ સુધી બની શક્યો અને ભવિષ્યમાં કદાચ આ પ્રકારનો કાયદો બનશે પણ નહી.
એક જ વર્ગ વચ્ચે કે એક જ જાતિ વચ્ચે અસમાનતા ના હિન્દુ પ્રજાના વિષય ને આજ સુધી કોઇએ છંછેડવાનો પ્રયાસ કર્યો નથી. આપણે આર્થિક બાબતોને લગતા કાયદા બનાવતા રહીયે છે તે બંધારણ ની મજાક છે અને રેતીના ઢગલા પર મહેલ બનાવવા બરાબર છે. ( To make farce of our constitution and to build a palace on a dung heap). આટલુ બધુ મહત્વ હુ હિન્દુ કોડને આપતો હતો. મારી સાથે મતભેદો હોવા છતા હિન્દુ કોડને લીધે હુ અહીં રહ્યો હતો. તેથી અહીં રહેવાથી મે કશુ ખોટું કર્યુ હોય તો કશુંક સારુ કરવાની આશામાં હુ રહી શક્યો હતો. વિરોધીઓની ખલેલ પાડવાની નીતિઓમાંથી કેમ બહાર નીકળવું તેની મારી પાસે કોઇ આશા નહોતી?  આ અનુસંધાનમાં ગૃહમાં પ્રધાનમંત્રીએ આપેલા માત્ર ત્રણ વિધાનોનો સંદર્ભ લેવા માંગુ છે.
(નોંધ: આ ત્રણ વિધાનો પ્રધાનમંત્રા દ્રારા કહેવાયેલા અત્યંત બોર કરે તેવા છે તેથી અહીં મુકીને તમને હુ બોર કરવા માંગતો નથી)
પણ આ બધી વાત પ્રધાનમંત્રીએ ખરડાને પડતો મુક્યા પછી કહી હતી. જો હુ તે વિચારતો ના હોઉં કે પ્રધાનમંત્રી ના વાયદા અને આચરણમાં બહુ મોટો તફાવત છે તો તેના માટે પ્રધાનમંત્રી પોતે જવાબદાર છે, હુ તેના માટે જવાબદાર નથી.
મારી વિદાય આ દેશ માટે ચિંતાનો વિષય નથી. પણ હુ મારી જાતને સત્ય સાથે રાખવા માંગુ છુ અને તે માત્ર રાજીનામું આપીને બહાર રહીને જ સત્ય સાથે રહી શકુ. પણ તેમ હુ કરુ તે પહેલા મારા દરેક સાથીઓનો હુ આભાર માનું છુ કે તેમણે મને કેબિનેટના સભ્ય તરીકે મારી સાથે માનપુર્વક વર્ત્યા. પણ હુ સંસદ સભ્ય તરીકે રાજીનામું આપતો નથી તેથી સંસદના તમામ સભ્યોનો મને શાંતિથી સાંભળવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કરુ છુ.
બી આર આંબેડકર
તા ૧૦/૧૦/૧૯૫૧ નવી દિલ્હી

તે સમયે

પ્રધાનમંત્રી: જવાહરલાલ નહેરું
શિક્ષણ મંત્રી: મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેમણે UGC ની સ્થાપના કરી.

વિશેષ નોંધ: આ અંતિમ હપતા સાથે બાબાની વેદના ઉપરની લેખમાળાનો અંત આવે છે. BBC પર આપેલ બાબા સાહેબના ઇન્ટરવ્યુ નો મે જ્યારે ભાવાનુવાદ કર્યો ત્યારે રોહિત સેના ગ્રુપના મિત્ર શ્રી અમીતભાઇ મહેરીયાએ મને બાબા નો સૌથી મોટો લેખ અંગ્રેજીમા મોકલીને ભાવાનુવાદ કરીને પોસ્ટ કરવાનું કહ્યું. એક સાથે પોસ્ટ કર્યુ હોત લાંબા લાંબા હિન્દી મેસેજની જેમ આ મેસેજને પણ કોઇ વાંચત નહી. તેથી હપતે હપતે વાચીને બાબાની વેદના તમે જાતે અનુભવી શકો તે માટે મે તે વેદનાને હપતાવાર લખી છે. આ તમામ મેસેજ વાંચીને જો દસ ટકા જેટલો ય તમારામા ફેરફાર આવશે તો મારા આ દસ રાતોના ઉજાગરા એળે નહી જાય. બાબાને માત્ર વાંચવાના નથી ભલે તમે ઓછું જાણો પણ જે જાણો તેને જીવનમાં ઉતારો.

"હુ દુનિયાની છેલ્લી વ્યકિત હોઇશ જે બિમારી ના કારણે પોતાની ફરજ ચુકી જાય છે." આ વાક્ય ઘણું શીખવે છે. હિન્દુ કોડ માત્ર અનુસુચિત જાતિના કે પછાત વર્ગના લોકો માટે નહોતો પણ તમામ વર્ગ માટે હતો તે વાત બીજા લોકો સમજી શક્યા નહી કે ઉપરની વ્યકિતઓએ આ વાત લોકો સુધી પહોંચવા દીધી નહી.

કોડ એટલે ઘણી બધા સુસંગત કાયદાને ભેગા કરી એક સામાન્ય કાયદો બનાવવો તેને કોડ કહેવાય છે.

ફરી કોઇ નવી વેદના કે નવા વિષય સાથે આપની સમક્ષ હાજર થઇશુ.

દિનેશ મકવાણા
9429255930


આગળ ના ભાગો વાંચોઃ-

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ- ૫

No comments:

Post a Comment