July 22, 2017

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ-૩


સરકારની અનુસુચિત જાતિના લોકો તરફ બેદરકારી જોઇને જે નિરાશા કે હતાશા મારી મનમાં ઉપજી છે તે હુ ભુલી શકતો નથી. અને એક પ્રસંગે અનુસુચિત જાતિના લોકોની જાહેરસભામાં મારી લાગણીઓને વ્યક્ત કરી હતી.
માનનીય ગૃહમંત્રી દ્રારા મને એક પ્રશ્ન કરવામાં આવ્યો કે અનુસુચિત જાતિના લોકોને ૧૨.૫ ટકા પ્રતિનિધિત્વ આપવાના નિયમથી કોઇ ફાયદો નથી થયો તે આરોપો સાચા છે? આ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ આરોપો આધાર વિનાના છે. ગમે તે હોય પણ તેમના આત્માને તેમણે ઢંઢોળ્યો હશે અને તેથી સરકારના દરેક ખાતામા એક સરક્યુલર મોકલાવીને પુછાવ્યુ કે અનુસુચિત જાતિની કેટલી વ્યકિતઓને સરકારી નોકરી આપવામાં આવી છે? તે પ્રમાણે નો રિપોર્ટ તૈયાર કરીને મોકલવો. તે અંગે મને જાણ કરવામાં આવી. મને તેની પણ માહિતિ આપવામાં આવી કે દરેક ખાતાનો જવાબ શુન્ય હતો કે શૂન્યની નજીક હતો. અને જો આ માહિતિ સાચી હોય તો માનનીય ગૃહમંત્રીએ આપેલા જવાબ પર કોઇ ટિપ્પણી કરવાની જરુર નથી
જેમની વચ્ચે હુ જન્મ્યો છુ તે અનુસુચિત જાતિના લોકોનું ઉત્થાન કરવા હુ બાળપણથી સમર્પિત છુ. એવું નથી આ રસ્તે ચાલતી વખતે મને કોઇ લાલચ ના મળી હોય. જો મેં ફક્ત મારા વિશે જ વિચાર્યું હોય તો હુ જે ઇચ્છુ તે બની શક્યો હોત. અને જો હુ કોગ્રેસ નો સભ્ય બન્યો હોત તો તે સંસ્થાના ઉચ્ચતમ પદે પહોંચ્યો હોત. પરંતુ પહેલા કહ્યું તેમ મે મારી જાતને સંપુર્ણ રીતે અનુસુચિત જાતિના લોકોના ઉત્થાન માટે જ સમર્પિત કરી દીધી છે. હુ પેલી કહેવતને અનુસર્યો છુ કે જો તમે તમારા હેતુ કે લક્ષ્યને પુરુ કરવા માંગો છે તો તમારે મોટી આંકાશાઓ છોડવી પડશે તે તમારે માટે સારુ જ રહેશે.
તેથી તમે કલ્પના કરી શકો કે જ્યારે અનુસુચિત જાતિના લોકોને પ્રતિનિધિત્વના નામ પર કઇ નથી મળ્યું ત્યારે મને કેટલું દુખ થયુ હશે.

નોંધ: આજે કેટલાક મિત્રોને આ લેખ ટુંકો લાગ્યો હશે. પણ જે વેદના તેમના શબ્દોમાં આપણા માટે હતી તેને મહસુસ કરી શકો તેથી આ વેદના પુરતો જ આજનો લેખ મે સીમીત રાખ્યો છે. હજુ તેમણે ઘણી બધી વાત કહી છે પણ અહીંથી વિષય બદલાય છે તેથી તેના વિશે આવતી કાલે લખીશ. પણ આ સાહેબ કેમ મહાન છે. લોકો નાની નાની વાતમાં અત્યારે વેચાઇ જાય છે, અરે તેમના બિલકુલ નજીકના વ્યકિત વિશે વિચાર કરતા નથી ત્યારે આ સાહેબ આખા સમાજનું ભલું કરવા ભારત સરકારની સામે પડ્યા હતા. આ ધ્યેય તેમણે બાળપણથી જ રાખ્યું છે. તેમને કોઇ સંકોચ નથી તે સ્વીકાર કરવામાં કે તેઓ અનુસુચિત જાતિમા જ જનમ્યા છે. ગઇ કાલની વાત મુજબ મારે કોઇના વિશે કોઇ નકારાત્મક વાત કહેવી નથી કારણ કે આપ બધા સમજદાર છો. રાજીનામું આપતા સમયે જે વેદના હુ લખી રહ્યો છુ તે વેદનાને માત્ર સમજી લેશો તો બાબાને પુરા સમજી શકશો. કદાચ હુ પણ પહેલી વાર સમજી રહ્યો છુ

દિનેશ મકવાણા
૨૯/૬/૨૦૧૭ સવારે ૯.૦૦
વિજયનગર રાજસ્થાન

No comments:

Post a Comment