July 22, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૩

By Raju Solanki



#Jaitley_The_Liar

આજે સમગ્ર દેશમાં ગૌ ગુંડાઓએ કાયદો હાથમાં લઇને નિર્દોષ માણસોની હત્યાઓ કરવા માંડી છે ત્યારે ગઈકાલે આ મુદ્દા પર રાજ્યસભામાં ચાલેલી ચર્ચામાં ઝુકાવતા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે, ”બાબાસાહેબ આઁબેડકરે ગૌવંશના રક્ષણ માટેનો અનુચ્છેદ 48 ઘડ્યો હતો અને આજે તેમણે આ કાયદો ઘડ્યો હોત તો સતીષ મિશ્રાની પાર્ટી (બીએસપી)એ તેમને પણ કોમવાદી કહ્યા હોત.”

બિચારો અભણ સતીષ મિશ્રા. એની પાસે જેટલીના જુઠ્ઠાણાનો જવાબ જ ન હતો. કોંગ્રેસ-ડાબેરી સહિત બીજા પક્ષોને પણ આ મુદ્દે દેશમાં કોમી ધ્રુવીકરણ જ કરવું છે, એટલે કપિલ સીબ્બલે જેટલીને જવાબ આપવાના બદલે મોદી પર એટેક કર્યો અને લાંબી તડાફડીના અંતે બાજપેયી કહે છે તેમ, ”ડીબેટમેં ગર્મી જ્યાદા ઔર રોશની કમ રહી.”

હકીકતમાં, બંધારણસભાની એ સમયની ડીબેટ વાંચીએ તો સ્પષ્ટ જણાય છે કે જ્યારે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ જેવા કેટલાક સભ્યો ગૌવંશની રક્ષાના મુદ્દાને બૂનિયાદી અધિકારોની સૂચિમાં મુકવા માંગતા હતા, ત્યારે એક માત્ર બાબાસાહેબે આ મુદ્દાને માર્ગદર્શક સિદ્ધાંતોની યાદીમાં મુકવાની હિમાયત કરી હતી અને હંમેશ બન્યું હતું તેમ એ વખતે પણ સમગ્ર સભાએ બાબાસાહેબની વાત સ્વીકારી હતી. આને કારણે જ આ મુદ્દો રાજ્યો પર છોડવામાં આવ્યો હતો. આજે પશ્ચિમ બંગાળ કે કેરળમાં બીફ ખાવા પર પ્રતિબંધ નથી અને ચાવાળો કે ચડ્ડીવાળો રાજ્યોને ફરજ પાડી શકતા નથી. એનું કારણ બાબાસાહેબની દૂરંદેશિતા છે.

જેટલીએ અનુચ્છેદ 48 કહેલો, પરંતુ તેમને ભાન નથી કે આ અનુચ્છેદ 38 એ છે. વધુ માહિતિ માટે કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના વોલ્યૂમ સાતમાં 24 નવેમ્બર, 1948ના રોજ થયેલી ચર્ચા વાંચી લેવી.

(ફોટો - ઇન્ડીયન એક્સપ્રેસ, તા. 21 જુલાઈ, 2017,પેઇજ 10)

- રાજુ સોલંકી

No comments:

Post a Comment