By Dinesh Makwana
હુ હવે એવી બાબતોનો ઉલ્લેખ કરવા માંગુ છુ જેના લીધે મારા સાથીઓ સાથેનુ જોડાણ તુટવા માટે મજબુર થયો. જુદા જુદા કારણોને લઇને આ આવેગમાં છેલ્લા કેટલાય સમયથી વૃદ્ધિ થઇ રહી હતી.
સૌથી પહેલા હુ એવી બાબતોનો ઉલ્લેખ કરીશ જે તમારા અંગત ચારિત્ર્ય સાથે વણાયેલી હોય અને એવી ભુમિકા જેના લીધે હુ રાજીનામું આપવા પ્રેરાયો છુ. વાઇસરોય કારોબારી સમિતિના સભ્ય હોવાના કારણે હુ જાણતો હતો કે કાનુન મંત્રાલય વહીવટી દષ્ટિએ કોઇ મહત્વનું મંત્રાલય નથી. તે ભારત સરકારની કોઇ યોજના ને આકાર આપવા માટે કોઇ તક આપતું નથી. આપણે તેને ખાલી સાબુનું બોકસ કહીયે છે જેનો ઉપયોગ અનુભવી વકીલો કરી શકે.
જ્યારે વડાપ્રધાને મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે મારા શિક્ષણ અને અનુભવને કારણે હુ વકીલ હોવાથી આ ખાતું ચલાવી શકવા સક્ષમ હતો. અને જુની વાઇસરોયની કારોબારી સમિતિમાં મારી પાસે બે વહીવટી ખાતા હતા. તેમાં એક શ્રમ અને બીજું જાહેર બાંધકામ વિભાગ જેમાં મોટા પ્રોજ્કટ ના આયોજન માટેની ફાળવણી મારા હાથે થઇ અને તેમ છતા બીજા વહીવટી ખાતા સંભાળવાની ઇચ્છા રાખતો હતો. પ્રધાનમંત્રી તે અંગે સંમત થયા અને નવા બનાવવામા આવી રહેલા આયોજન વિભાગને તેઓ મારા કાનુન વિભાગની સાથે સાથે સંભાળવાનું કહેશે. કમનસીબે આયોજન વિભાગ બહુ મોડો ઉભો કરવામાં આવ્યો અને જ્યારે તે તૈયાર થઇને આવ્યો ત્યારે હુ કેબિનેટમાંથી બહાર નીકળી ગયો હતો. મારા કાર્યકાળ દરમિયાન કેટલાય મંત્રીઓના વિભાગ બદલાયા, હુ પણ વિચારતો હતો કે મારો વિભાગ પણ બદલાશે. કેટલાય મંત્રીઓને બે કે ત્રણ વિભાગો આપવામાં હતા અને તે રીતે તેઓ કામના બોજા હેઠળ દબાયેલા હતા અને તેમાં મારા જેવા પણ હતા જે વધુને વધુ કામ ઇચ્છતા હતા. જ્યારે મંત્રી વિદેશ પ્રવાસે હોય ત્યારે થોડા સમય માટે ચાર્જ આપવા માટે પણ મારો વિચાર કરવામાં આવ્યો નહી.
તે સમજવું મુશ્કેલ હતું કે મંત્રીઓને જુદા જુદા ખાતા ફાળવવા પાછળ પ્રધાનની કયા સિધ્ધાંતોનુ પાલન કરી રહ્યા હતા. શુ મંત્રીઓની ક્ષમતા જોવામાં આવે છે? તેમની પર વિશ્વાસ છે કે તેઓ મિત્ર છે? કે પછી તેઓ ચાંપલુશો છે? જેમ વિદેશ બાબતોની કે સંરક્ષણ બાબતોની કમિટિ હોય તેવી કેબિનેટ ની મુખ્ય કમિટિના સભ્ય તરીકે પણ મારી નિમણૂક થઇ નહોતી. જ્યારે આર્થિક બાબતોની કમિટિની રચના થઇ ત્યારે અર્થશાસ્ત્ર અને નાંણાના વિધ્યાર્થી હોવાના નાતે મને આશા હતી કે તે કમિટિમાં મને નિમણૂક આપવામાં આવશે પણ મને બહાર રાખવામા આવ્યો. મને કેબિનેટમા નિમણૂક મળી જ્યારે પ્રધાનમંત્રી ઇંગ્લેંડના પ્રવાસે હતા. પણ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમનુ ધ્યેય દરેક કમિટીઓની પુનર્રચના મા હતું. અને તેમણે મને બહાર રાખ્યો. ત્યાર બાદ મારો વિરોધ જોતા પુનર્રચના પામેલ કમિટિમા મારુ સ્થાન રાખવામા આવ્યું.
હુ ખાતરી આપું છુ કે પ્રધાનમંત્રી એ બાબતે જરુર સંમત થશે કે આ સંદર્ભમાં મે ક્યારેય કઇ ફરિયાદ કરી નથી. જુદા જુદા ખાતાઓમાં જ્યારે જગ્યા ખાલી પડે ત્યારે તે ખાતું મેળવવા કેબિનેટ ની અંદર જે ગંદી રમતો રમાતી હતી તેનો હિસ્સો હુ ક્યારેય બન્યો નહોતો. હુ માત્ર સેવામાં માનુ છુ. અને કેબિનેટના વડા તરીકે પ્રધાનમંત્રીએ જે પદ માટે મને યોગ્ય ગણ્યો હોય તે પદને અનુલક્ષીને મારે જે સેવા કરવી જોઇએ તે મારે કરવી જોઇએ તેમ હુ માનતો હતો. છતાય મારી સાથે શુ ખોટું થઇ રહ્યુ છે તે સમજવા હુ અમાનવીય થઇ શક્યો નહોતો.
હવે હુ એવી બાબતોનો ઉલ્લેખ કરીશ જેના લીધે મને સરકાર પ્રત્યે અસંતોષ જાગ્યો. તે પછાત વર્ગ અને અનુસુચિત જાતિના લોકો સાથે જે વ્યવહાર થાય છે તેને અનુલક્ષીને છે. હુ દિલગીર છુ બંધારણમાં આ પછાત વર્ગ માટે કોઇ સંરક્ષણ ની વ્યવસ્થા નથી. અને તે કાર્ય રાષ્ટ્રપતિ દ્રારા નિમણૂક પામેલ પંચની ભલામણો અનુસાર કાર્યપાલક સરકારે કરવાનું હતું. અને બંધારણને પસાર કર્યાને એક વર્ષ થયુ હોવા છતા સરકારે આ બાબતમાં કોઇ પંચની રચના કરવાનું વિચાર્યું પણ નથી. ૧૯૪૬ ના વર્ષ દરમિયાન જ્યારે મારા હોદા પર નહોતો, તે વર્ષ મારા માટે અને અનુસુચિત જાતિના આગળ પડતા લોકો માટે ચિંતાજનક વર્ષ હતું. બ્રિટિશ લોકો તેમણે કરેલા વાયદામાંથી છટકી ગયા હતા જે તેમણે અનુસુચિત જાતિ માટે બંધારણીય વ્યવસ્થા માટે કર્યા હતા. અને અનુસુચિત જાતિના લોકોને તે પણ ખબર નહોતી કે બંધારણ સભા તેમના માટે આ બાબતમાં શુ કરવાની હતી. આ ચિંતાને લઇને અનુસુચિત જાતિના લોકોની સ્થિતિ વિશે એક રિપોર્ટ બનાવીને મે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મોકલવાનો વિચાર કર્યો હતો, પણ મે તે મોકલ્યો નહી. કારણ કે મને લાગ્યું કે બંધારણ સભા અને ભવિષ્ય ની ભારત સરકાર આ બાબતમાં શુ કરે છે ત્યાં સુધી રાહ જોવી. બંધારણમાં અનુસુચિત જાતિના લોકો માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેનાથી હુ સંતુષ્ઠ નહોતો.
તેમ છતા મે બંધારણ ને સ્વીકારી લીધું. તે આશામાં કે સરકાર તેને અસરકાર બનાવવાની દિશામાં યોગ્ય પગલા લેવા પ્રતિબદ્ધ થશે. આજે અનુસુચિત જાતિનો લોકો કેવા છે, તેમની સ્થિતિ શુ છે? પણ મને લાગે છે તેમની સ્થિતિ પહેલાના જેવી જ છે. તે જુના જુલમો, અત્યાચારો, પહેલાથી ચાલી આવતો ભેદભાવ હજુ પણ ચાલી રહ્યો છે. અને તે પણ બહુ ખરાબ રીતે ચાલી રહ્યો છે. મારી પાસે એવા કેટલાય કેસો છે જેમાં દિલ્હી અને તેની આસપાસ રહેતા અનુસુચિત જાતિના લોકો મારી પાસે તેમની દર્દનાક કથા લઇને આવ્યા હતા કે હિન્દુઓ તેમની સાથે કેવો વ્યવહાર કરે છે. અને પોલિસે તેમની ઁફરિયાદ લેવાની અને મદદ કરવાની ના પાડી દીધી હતી. મને એ આશ્ચર્ય થાય છે દુનિયામાં જે વ્યવહાર ભારતમાં અનુસુચિત જાતિના લોકો સાથે તે વ્યવહાર બીજે ક્યાંય થાય છે. આવી સ્થિતિ બીજે ક્યાંય છે?
હુ શોધી શક્યો નથી. અને તેમ છતા કેમ કોઇ રાહત પુરી પાડવામા આવતી નથી? સરકાર આ લોકો કરતા મુસ્લિમોની ચિંતા વધુ કરે છે. પ્રધાનમંત્રીનો મોટા ભાગનો સમય અને તેમનુ ધ્યાન ફક્ત મુસ્લિમોના રક્ષણ માટે વપરાય છે. હુ માનું છુ કે ભારતના મુસ્લિમો જ્યારે પણ જયા જરુર હોય ત્યાં તેમને રક્ષણ આપવું તે મારી ઇચ્છા હતી. પણ હુ જાણવા માંગુ છુ કે માત્ર મુસ્લિમોને જ રક્ષણની જરુર છે? શુ અનુસુચિત જાતિ કે જનજાતિ કે ખ્રિસ્તીઓને રક્ષણની જરુર નથી? જયા સુધી હુ જાણું છુ આ લોકોની ચિંતા આજસુઘી કોઇએ કરી નથી. હકીકત એ છે કે તેમને મુસ્લિમ કરતા વધુ દરકાર અને ધ્યાનની જરુર હતી.
આટલું લખતા મારી આંખોમાંથી આંસુ ટપકી પડે છે. કેમ આ માણસ મહાન છે. હુ ચોક્કસ પણે માનું છુ આવનારી પેઢીના દરેક બાબાને ભગવાન જ માનશે. આ વ્યક્તિને કેટલી ચિંતા હતી. આપણે સો જન્મ બાદ પણ બાબા શુ તેમના દસમા ભાગનો અંશ બની ના શકીયે.
દિનેશ મકવાણા
વડોદરા
તારીખ ૨૬/૬/૨૦૧૭ સવારે ૭.૧૦
No comments:
Post a Comment