July 22, 2017

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ- ૫

By Dinesh Makwana


હવે મારા રાજીનામા સાથે સુસંગત એવી ચોથી બાબત વિશે ઉલ્લેખ કરવા માંગુ છુ. કેબિનેટ માત્ર જુદી જુદી કમિટિ દ્રારા લેવાયેલા નિર્ણયોની નોંધણી કાર્યાલય બની ગયુ છે. જે પ્રમાણે મે કહ્યું તેમ કેબિનેટ જેમ કમિટિ કહે તે પ્રમાણે કામ કરે છે. અાપણી પાસે સંરક્ષણ કમિટિ છે, આપણી પાસે વિદેશ નીતિને લગતી કમિટિ છે. સંરક્ષણની મહત્વની બાબતોનો નિર્ણય સંરક્ષણ કમિટિ દ્રારા જ લેવામાં આવે છે. આ કમિટિના સભ્યો પણ કેબનિટના જ સભ્યો જેવા છે. હુ આવી એક પણ કમિટિનો સભ્ય નથી. આ કમિટિઓ લોખંડી પડદા પાછળ કાર્ય કરે છે. જે લોકો આવી કમિટિના સભ્ય નથી તેમણે પણ નવી પોલિસિ બનાવવાના કાર્યમાં ભાગ લઇને સંયુક્ત જવાબદારી લેવી પડતી હતી. આ એક અશક્ય સ્થિતિ છે.
હવે હુ તમને એવી વાત કહેવા માંગુ છુ કે જેણે મને અંતત: આ રાજીનામું આપવાના આખરી નિર્ણય લેવામા પ્રેર્યો. તે હિન્દુ કોડ સાથે જે વર્તાવ કરવામાં આવ્યો તેને અનુલક્ષીને છે. આ ખરડો તારીખ ૧૧/૪/૧૯૪૭ ના રોજ ગૃહમાં રજુ કરવામાં આવ્યો. ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ આ ખરડાના માત્ર ચાર નિયમો પસાર કરીને આ ખરડાને મારી નાખવામા આવ્યુ જેની પાછળ કોઇ વિષાદ ગીતો નહોતો, કોઇ શોક નહોતો. જ્યારે તે બીલ ગૃહની સમક્ષ હતું ત્યારે જે રીતે બંધબેસે અને બધાને યોગ્ય લાગે તે રીતે જીવતું રહ્યું. પુરા એક વર્ષ સુધી સરકારને આ બીલને વિશેષ સમિતિ પાસે મોકલવાની જરુરત લાગી નહી. ૯/૪/૧૯૪૮ ના રોજ વિશેષ સમિતિ સમક્ષ મોકલવામા આવ્યુ. તે વિશેષ સમિતિનો રિપોર્ટ આ ગૃહમાં ૧૨/૮/૧૯૪૮ ના રોજ રજુ કરવામાં આવ્યો. આ રિપોર્ટ અંગે જરુરી વિચાર વિમર્શ કરવા માટેની દરખાસ્ત મારા દ્રારા ૩૧/૮/૧૯૪૮ ના રોજ મુકવામા આવી.
આ માત્ર આ બિલને કાર્યસૂચિ મા મુકવાની દરખાસ્ત હતી. ૧૯૪૯ ના ફેબ્રુઆરી સુધી આ દરખાસ્ત પર ચર્ચા કરવાની પરવાનગી મળી નહી. અરે તેના પછી સત્ર ચાલુ રાખવાની પરવાનગી મળી નહી. તે દસ મહિના ઉપરાંત ના સમય દરમિયાન આ ચર્ચા કરવામાં આવી. તેમાં ૧૯૪૯ ના ૪ દિવસ, માર્ચમાં એક દિવસ અને એપ્રિલના બે દિવસ સામેલ છે. ત્યારબાદ ૧૯૪૯ ના ડિસેમ્બર મહિનામાં માત્ર એક દિવસ આ બીલને આપવામાં આવ્યો. અને ૧૯/૧૨/૧૯૪૯ ના રોજ વિશેષ સમિતિના આ ખરડા પરના અહેવાલ પર વિચાર વિમર્શ માટેની દરખાસ્ત ગૃહે સ્વીકારી. ૧૯૫૦ ના વર્ષ દરમિયાન એક પણ દિવસ આ ખરડા ઉપરની ચર્ચા માટે આપવામાં આવ્યો નહી. ત્યાર બાદ આ ખરડો ગૃહ સમક્ષ ૫/૨/૧૯૫૧ ના દિવસે આવ્યો ત્યારે તે ખરડાના દરેક નિયમો વિશે ચર્ચા કરવામાં આવી. ૫,૬,૭ ફેબ્રુઆરી માત્ર ત્રણ દિવસ જ આ ખરડાની ચર્ચા માટે આપવામાં આવ્યા ત્યાર બાદ આ ખરડાને તેના હાલ પર છોડી દેવામાં આવ્યુ.
વર્તમાન સંસદનું આ છેલ્લું સત્ર હોઇ કેબિનેટે તે નિર્ણય કરવો જરુરી હતો કે આ ખરડો આ સત્રના અંત સુધી પસાર કરી દેવો કે તેને નવી સંસદ માટે છોડી દેવો. વિનો વિરોધે કેબિનેટે નિર્ણય લીધો કે આ ખરડાને આ સંસદમાં જ રજુ કરવો અને તેથી ૧૭/૯/૧૯૫૧ ની કાર્યસૂચી મા ફરીથી આ ખરડાને સામેલ કરવામા આવ્યો અને તેના દરેક નિયમો પર વિચાર વિમર્શ કરવું.
ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ એક નવી દરખાસ્ત મુકી કે હવે આપણી પાસે પર્યાપ્ત સમય નથી તેથી આખો ખરડો પાસ થઇ શકે નહી. તેથી આ ખરડાના અમુક ભાગને પસાર કરીને કાયદાનું સ્વરૂપ આપવું હિતાવહ છે. અને એમ જો ના કરી શકીયે તો આખો ખરડો નકામો બની જશે. આ મારા માટે વજ્રઘાત હતો. પરંતુ એક કહેવતના આધારે હુ સંમત થયો. બધુ ગુમાવવા કરતા કઇંક મળે તો બચાવી લેવું. પ્રધાનમંત્રીએ સુચન કર્યુ કે આપણે પ્રથમ લગ્ન અને છુટાછેડા વાળો ભાગ લઇએ. બે કે ત્રણ દિવસની ચર્ચા બાદ પ્રધાનમંત્રી એક નવી દરખાસ્ત લઇને આવ્યા...


નોંધ: આ નવી દરખાસ્ત શુ હતી, બાબા સાહેબની માનસિક સ્થિતિ શુ હતી. પ્રથમ કહ્યું હતું તેમ જ્યારે તમારો હેતુ સ્પષ્ટ હોય ત્યારે દુનિયાની કોઇ તાકાત તમને સત્ય બોલતા રોકી શકતી નથી. અત્યારના નમાલા મંત્રીઓ કે સંસદસભ્યો પોતાના પ્રધાનમંત્રીને આ રીતે કહી શકે? બાબા સાહેબ કહી શકતા હતા કારણ કે તેમાં તેમનો પોતાનો સ્વાર્થ નહોતો તો વાત આપણે અને આ દેશના તમામ નાગરિકો એ સમજવી પડશે. હિન્દુ કોડ વિશે ઘણી લાંબી ચર્ચા છે અને તેમાં બાબા સાહેબે વિવેક સાથે કડવા વેણ કહ્યા છે.


No comments:

Post a Comment