રાજીનામું આપવાના કારણોમાં ત્રીજી બાબત આ દેશની વિદેશ નીતિ છે. જેના માટે મને માત્ર અસંતોષ નહી પણ ભારોભાર ચિંતા અને દુખ છે. કોઇ પણ વ્યકિત આપણી વિદેશ નીતિ ની સાથે સાથે અન્ય દેશોના વ્યવહારનો પણ અભ્યાસ કરશે તો તેને સમજાશે કે તે દેશોના આપણી સાથેના વ્યવહારમાં અણધાર્યો ફેરફાર આવ્યો છે. ૧૫/૮/૧૯૪૭ ના દિવસથી જ્યારે આપણે સ્વતંત્ર દેશ તરીકે જીવવાની શરુઆત કરી ત્યારે કોઇ પણ દેશ આપણને ગરીબ કે બિમાર ગણતો નહોતો. આજે ચાર વર્ષ બાદ દરેક મિત્રો આપણને રઝળતા મુકીને ચાલ્યા ગયા છે. આપણો કોઇ મિત્ર નથી. આપણે આપણી જાતને બધાથી વિમુખ કરી નાંખી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કરેલા આપણા ઠરાવો માટે આપણને કોઇ સાથ સહકાર મળતો નથી. હુ જ્યારે વિદેશ નીતિ વિશે વિચારું છુ ત્યારે વિસમાક અને બર્નાડ શો નામની વ્યકિતઓએ શુ કહ્યું તે યાદ આવે છે. વિસમાકે કહ્યું હતું કે રાજનીતિ આદર્શ વ્યવસ્થા ઉભી કરવાની રમત નથી પણ રાજનીતિ જે શક્ય છે તેના માટે પ્રયાસ કરી શકાય તેની રમત છે. બર્નાડ શો એ થોડા સમય પહેલા કહેલું કે સારા આદર્શો હંમેશા સારા છે પણ કોઇએ તે ભુલવુ ના જોઇ કે દરેક સમયે સારા થઇને રહેવું તે ખતરનાક છે. વિશ્વ ની આ બે મહાન વિભુતીઓએ કહેલી વાતથી તદન વિરોધી આપણી વિદેશ નીતિ છે.
કેટલી ખતરનાક પોલિસી આ છે જેમાં આપણે બીજા માટે ઉદાહરણ રુપ બનવાના પ્રયાસમાં, જેમાં લશ્કરના ખર્ચ વડે કે આપણા ભુખે મરતા લાખો લોકો માટે અનાજ મેળવવા માટે કરવા પડતા ખર્ચ વડે કે આપણ દેશમાં ઓધોગિક ક્રાંતિ શરુ થાય તેની સહાય મેળવવાના ખર્ચ વડે આપણા તમામ સંસાધનો સુકાઇ ગયા છે એટલે કે આપણી પાસે કશુ રહ્યું નથી.
દર વર્ષે આપણે ૩૫૦ કરોડ રુપિયાની આવક ઉભી કરીયે છે તેમાથી લગભગ ૧૮૦ કરોડ લશ્કર પાછળ વપરાય છે. આ વધુ પડતો ખર્ચ છે જેની સરખામણી કશાની સાથે થઇ શકે નહી. અને આ વધુ પડતો ખર્ચ એ આપણી વિદેશનીતિ નું પરિણામ છે.
આપણે આપણા સંરક્ષણ ખર્ચને વધારવું પડશે કારણ કે કટોકટીની પરિસ્થિતિ મા મદદ કરનારા આપણી પાસે કોઇ મિત્રો નથી જેની પર આપણે આધાર રાખી શકીયે. મને આશ્ચર્ય થાય છે શુ આ પ્રકારની નીતિ શુ આપણી વિદેશનીતિ નો ભાગ છે.
પાકિસ્તાન સાથેની લડાઇ આપણી વિદેશ નીતિનો ભાગ છે. જેના વિશે મને ખાસો અસંતોષ છે. પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાના બે પરિબળો દેખાય છે. એક તો કાશ્મીર અને બીજું પુર્વ બંગાળમાં રહેલા આપણા લોકોની દશા. મને લાગે છે કે આપણે પુર્વ બંગાળની ચિંતા વધુ કરવી જોઇએ, જયા આપણા લોકોની સ્થિત કાશ્મીર કરતા પણ વધુ ખરાબ અને અસહ્ય છે. આ પ્રકારના સમાચારો રોજ અખબારોમાં આવે છે. તેમ છતા આપણે તમામ શક્તિ કાશ્મીર સમસ્યા પર લગાડી છે. અરે હુ તો એમ માનું છુ કે આપણે એક અવાસ્તવિક સમસ્યા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક એવી સમસ્યા જેના માટે આપણે સતત લડતા રહીયે છે તે નક્કી કરવા કે કોણ સાચું છે કે કોણ ખોટું છે. પરંતુ મારા મનમાં લાગે છે કે સમસ્યા તે નથી કે કોણ સાચું છે પણ સમસ્યા એ છે કે શુ સાચું છે.
આ બાબત પર હુ ભાર આપીને કહેવા માંગુ છુ કે મને કાશ્મીરના ટુકડા કરવામાં જ સમસ્યાનો ઉકેલ દેખાય છે. હિન્દુ અને બોધિષ્ટ ભાગ ભારતને આપી દેવામાં આવે અને મુસ્લિમ ભાગ પાકિસ્તાનને આપી દેવામાં આવે જેમ આપણે આપણા દેશના કિસ્સામાં કર્યુ હતું તેમ કરી શકાય. કાશ્મીરના મુસ્લિમ પ્રદેશની આપણે કોઇ ચિંતા કરતા નથી. તે બાબત પાકિસ્તાન અને કાશ્મીરના મુસ્લિમો વચ્ચેની છે. તેઓ જેમ ઇચ્છે તેમ તેનો ઉકેલ લાવી શકે અથવા તમને લાગતું હોય તો તેના ત્રણ ટુકડા કરી નાખો. યુધ્ધ વિરામ પ્રદેશ( Cease fire zone), ખીણ પ્રદેશ અને જમ્મુ લડાખ વિસ્તાર. પણ આ સંભવિત જનમત વિશે મને ડર છે જે આ પુરા વિસ્તારનો જનમત બની જાય. હિન્દુ અને બૌધિષ્ટોને તેમની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાનમા ધકેલી દેવામાં આવશે અને આપણે પણ એવી સમસ્યાનો સામનો કરવો પડશે જે સમસ્યા નો સામનો આપણે પુર્વ બંગાળ કરી રહ્યા છે.
ક્રમશ:
નોંધ: મોટે ભાગે લોકોને એવું છે કે માત્ર હિન્દુ કોડ ના વિરોધમાં જ બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું. પણ આ હપતા વાર લેખના આધારે સમજી શકાય છે કે માત્ર એક જ કારણ નહોતુ. વિદેશ નીચી, ખર્ચ, રાજનીતિ કેટલા વિષયો પર આ સાહેબનું બહોળું જ્ઞાન છે. અને તમે જ્યારે તમારા કાર્યમાં પ્રામાણિક હોય ત્યારે અને તો જ તમે નિર્ભય થઇને તમારી વાત રજુ કરી શકો. બાબા સાહેબના અંગ્રેજી વિધાનોમાં આ વાતને તમે સુંઘી શકો છો.
દિનેશ મકવાણા
૩૦/૬/૨૦૧૭ સવારે ૯.૦૦
અજમેર રાજસ્થાન
No comments:
Post a Comment