July 04, 2017

જોરો કા ઝટકા ધીરે સે લગે

By Kusum Dabhi



એક વાર્તા .... એક છોકરીની... જેના ફેમિલી ની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે. એક સમય એવો આવે છે કે બધા નાના ભાઈ બહેન ભણતા હોય આ છોકરી ને એના પપ્પા ને આર્થિક મદદ કરવા ngo માં જોબ કરવી પડે છે. એને જોબ તો મળી જાય છે. સ્ટાફ ખૂબ સારું રાખે છે. પણ, એને કામ ગામડાઓ માં કરવાનું હોય છે. જ્યાં, જાતિવાદ ના કડવા અનુભવો થાય છે.
જ્યારે નાના સિટીમાં મકાન ભાડે લેવાનું થાય ત્યારે પણ આ જાતિવાદ નો અનુભવ થાય છે. સ્ટાફના અલગ અલગ જાતિ ના મિત્રો નક્કી કરે છે, બેન ની જાતિ છુપાવવી. એ જ્યાં પણ ગામડામાં જાય એની સાચી જાતિ કહેવી નહિ. છોકરી અને એના સ્ટાફના દરેક વ્યક્તિ ગામડામાં એની ઓળખ એક કહેવાતી સવર્ણ જાતિ થી જ કરે છે.
હવે, ગામડામાં એનું લોકો માં ખૂબ માન પણ વધી જાય છે. લોકો સાથે સરસ રીતે કામ કરે છે. એક બ્રાહ્મણ જાતિ ના મકાનમાં ભાડે મકાન પણ મળે છે. છોકરીનો સ્વભાવ ખૂબ સારો હોવાથી બધા ને એની સાથે બહુ મજા પડી જાય છે. ત્યાં સુધી કે, અડોશ પડોશમાં એની લગ્નની વાત માટે પણ લોકો પૂછતાં હોય છે.
છોકરીને આ ખોટી ઓળખ સાથે રહેવું પડે છે. અંદરથી હમેંશા દુઃખી થઈ ને, ક્યારેક એકલા એકલા રડે છે. પણ, સાચું કહી નથી શકતી. ધીમે ધીમે અમુક ગામડામાં એવી બહેનો સાથે આત્મીયતાના સબંધ બંધાય છે કે, એમને બધું સાચું કહી દે છે. એ લોકો પણ, આ વાત પોતાના પૂરતી જ રાખે છે.
હવે, એ જે મકાનમાં રહે છે એની પડોશમાં જ એક ઘટના બને છે. ત્યાં એક દાદી બહુ બીમાર પડે છે. દાદી સાથે પણ, છોકરી ને સારું જ બનતું હોય છે. પણ, એ લોકો ચુસ્ત જાતિવાદી હોય છે. છોકરીની જાતિ થી અજાણ.
દાદીના છેલ્લા શ્વાસ હોય છે. બધાં કે છે, જીવ નથી જતો. એમને ગંગાજળ પીવડાવો હવે. મકાન માલિક બેન ગંગાજળ લેવા આવે છે. જે ખૂબ ઊંચે પડ્યું છે. છોકરીની હાઈટ વધુ એટલે બેન એને કહે છે, ત્યાં ઉપર ગંગાજળ પડ્યું છે લાવી આપો. છોકરી ગંગાજળ લઈને દાદી પાસે જાય છે.
ગંગાજળ ચમચી વડે આ છોકરી જ દાદીને પીવડાવે છે. થોડી જ ક્ષણોમાં દાદી નો જીવ જતો રહે છે.......આખી જિંદગી અછૂતપણા ની માન્યતા સાથે જીવતી વ્યક્તિ એક અછૂત ના હાથે છેલ્લી ચમચી પાણી પીવે છે.
.....આ એક સત્ય ઘટનાછે..... જોરો કા ઝટકા ધીરે સે લગે....... સહેજ પણ, ખોટું નથી....આપણી આસપાસ આવું ઘણું બની જતું હોય છે.


No comments:

Post a Comment