July 04, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૦

By Raju Solanki


સંવૈધાનિક નૈતિકતા અને મન કી બાત

ભારતનું બંધારણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935નો વિચાર વિસ્તાર માત્ર છે. એવા આક્ષેપનો જવાબ આપતા બાબાસાહેબે કહેલું કે,
“ઉધાર લેવામાં કશું જ ખોટું નથી. એ કોઈ તફડંચી નથી. એક બંધારણના બૂનિયાદી વિચારો પર કોઈનો પેટન્ટ અધિકાર હોતો નથી. હું એ વાતે દિલગીર છું કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935માંથી લેવાયેલી જોગવાઈઓ મોટેભાગે વહીવટી વિગતો સંબંધિત છે. હું એ વાતે પણ સંમત છું કે વહીવટી વિગતોને બંધારણમાં કોઈ સ્થાન નથી. હું તીવ્રપણે ઇચ્છું છું કે મુસદ્દા સમિતિને બંધારણમાં તેમનો સમાવેશ નહીં કરવાની પરવાનગી મળી હોત. પરંતુ કહેવાનું એટલું જ છે કે તેમની જરૂરિયાત તેમના સમાવેશને ઉચિત ઠેરવે છે.”
આ તબક્કે બાબાસાહેબ સંવૈધાનિક નૈતિકતાની જીકર કરે છે અને સમજાવે છે કે,
“સંવૈધાનિક નૈતિકતા એટલે સંવિધાનના સ્વરૂપો માટે સર્વોચ્ચ આદર અને આ સ્વરૂપો અંતર્ગત કામ કરતી ઑથોરિટી પરત્વે આજ્ઞાંકિતતા અને તેની સાથે વાણી સ્વાતંત્ર્યની આદત, માત્ર સુનિશ્ચિત કાનૂની અંકુશને અધિન હોય અને દરેક નાગરિકના હ્રદયમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ જગાવતા હોય તેવા ઑથોરિટીના જાહેર કૃત્યો.”
બાબાસાહેબના આ વચનોથી આજના શાસકોના કૃત્યો તોળી જુઓ. તમે જ કહેશો કે સંવૈધાનિક નૈતિકતા એટલે માત્ર મન કી બાત નહીં ..... ઘણું બધું ....
(ફોટો - ગોળમેજી પરિષદોની ભલામણોના આધારે રચાયેલા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935ને બ્રિટનની સંસદમાં મળેલી બહાલી)

- રાજુ સોલંકી



Facebook Post :-

No comments:

Post a Comment