July 04, 2017

આંબેડકર અને ગૌતમ બુદ્ધ ને જાણ્યા પછી નુ અંગત "મહાભીનીષ્ક્રમણ" : આકાશ મકવાણા

By Akash Makwana



હું ૧૯ વર્ષ નો થયો ત્યાં સુધી પહેલા ક્યારેય બાબાસાહેબ વિશે  વાંચેલું નહિ...કેમ કે મારા પરિવાર માં તહેવારો હમેશા માતાજી અને રામ લક્ષ્મણ કૃષ્ણ ભીમ જેવા કાલ્પનિક પાત્રોની વાર્તાઓ આસપાસ ફરતા રહેતા..એકલ દોકલ દિવસ સિવાય મને યાદ નથી કે કોઈએ જેમ રામાયણ મહાભારત હાથ માં પકડાવ્યા અને જાતભાતના વ્રતો કરી અજીબોગરીબ વ્રત કથા ઓ સંભળાવી તેમ ક્યારેય બાબાસાહેબ ની વાત કે એમના જીવન ચારીત્ર્ય ની વાત માંડી ને કરી હોય એવુ ક્યારેય બન્યુ નથી.. મને નાનપણ થી ૧૨માં આવ્યો ત્યાં સુધી ખાલી બાબાસાહેબ વિશે એક જ વાત ખબર હતી કે એ જાતી વ્યવસ્થા તેમજ ધર્મ મા રહેલા દુષણો ના વિરોધી અને  અમારા સમાજ ના એક એવા વ્યક્તિ હતા જેમના લીધે મને દરેક સત્ર માં સ્કુલમાંથી ૭૦/- રૂ સ્કોલરશીપ મળતી....બસ...પણ મને એમની આ "મારા ભાગવાનો" નો વિરોધ કરવા વળી વાત નહોતી ગમતી.... માનશો નહિ પણ એકસમયે મારી પણ મનોદ્રષ્ટી એવી હતી કે (પ્રથમ અનામત આંદોલન વખતે ) કે હા ભાઈ આ અનામત ની સીટો હટાવી બધાને સમાન અધિકાર મળવો જ જોઈએ...શું કામ ૯૦% વાળા છોકરાઓ કરતા બીજા ને લાભ મળે....આ બધું થયું કેમ કે હું મારો મારા પરિવાર મારા સમાજ મારો આસપાસ રહેતા લોકો અને ખાસ કરી બાબાસાહેબ નો ઈતિહાસ નહોતો જાણતો...પણ મને સમયાનુસાર અનેકવાર નિશાળો માં કોલેજો માં એકલો પાડવા ના, અપમાનિત કરવાના..અને હોશિયાર હોવા છતાં જાણી જોઇને પાછળ રાખવા ના સંજોગો માં વધારો થયો..થોડીક બાળબુદ્ધિ દોડાવતા જાણવા મળ્યું કે સાલું આ બધું તો કૈક "જાતિ વ્યવસ્થા" અને મને સ્કુલ કોલેજો માં મળતા "લાભો" ના લીધે છે..પરિવાર માં આના વિષે ચર્ચા કરતા ફરી એક વખત ડો બાબાસાહેબ નું નામ પ્રકાશ માં આવ્યું પણ ત્યાં સુધી એમને જાણવાની મારી તરસ બહુ આગળ વધી ગઈ હતી પણ ભણતર અને બીજા કામો અને તહેવારો માંથી ક્યારેય સમય જ ના મળ્યો....ઘરે પણ કોઈએ બાબાસાહેબ ના પુસ્તકો વસાવેલા નહિ !!! આમ કરતા એન્જીનીયરીંગ પૂરું થવા આવ્યું અને ઘરે મારા છેલ્લા વર્ષો ના પ્રોજેક્ટ ને પૂરો કરવા ઈંટરનેટ અને લેપટોપ નામના નવા સાધનો આવ્યા ધીમે ધીમે હું ગુગલ ઉપર બાબાસાહેબ ને સર્ચ કરતો થયો...એમના આર્ટીકલ્સ (વિકિપીડિયા) વાંચતો થયો કેમ કે વિકિપીડિયા નો અને મારો પ્રોજેક્ટ ના અનુસંધાન માં રોજ ૮ થી ૧૦ કલ્લાક સરેરાશ પનારો પડતો અને એના પર ઘણી સારી વસ્તુ ઓ જાણવા મળત...ત્યાર બાદ ફ્રી ઈ બુક્સ વાંચવાનું શરુ કર્યું...અને ત્યારે મારો અને "મારા બાબાસાહેબ" ના મારા જન્મ ના ૨૦ વર્ષ પછી આમનો સામનો થયો જેને મારી આખી દુનિયા બદલી નાંખી...મારા મગજ માં નાનપણ થી જે વસ્તુ ઓ ભરેલી હતી તેમાં એમના વિચારો એ ધરતીકંપ લાવી દીધો...મારા બાળ માનસ માં કેટલાય એવા સવાલો થતા જેનો જવાબ મેં વાંચેલ ગીતા રામાયણ કે મહાભારત બાઈબલ જેવા ગ્રંથો નહોતા આપી સકતા એ તમામ ના જવાબ મને બાબાસાહેબ ના જીવન માંથી મળ્યા...એક સાચી વાત તો એ છે કે બાબાસાહેબ ના વ્યક્તિત્વ નો સાક્ષાત્કાર એટલો પ્રચંડ હતો કે મારા જન્મ થી જ મારા જનમાનસ માં ભગવાનો મંત્રો તંત્રો વારતા ઓ એ ઉભી કરેલી કાલ્પનિક સમરસ  દુનિયા ના એને ફક્ત ત્રણ વરસ માં ભુક્કા કાઢી નાંખી જમીનદોસ્ત કરી નાંખી અને પાછળ વધયું એ ફક્ત સત્ય હતું કડવું કઠોર અને નગ્ન સત્ય....હું જે દુનિયા માં જીવું છુ એનું સત્ય...કેમ મારી સાથે જ આવું થાય છે ???  એ સવાલ નું સત્ય.... બાબાસાહેબ એ મારા માટે શું કર્યું એનું અને હવે મારે શું કરવાનું છે એનું સત્ય... તે ઘડી થી ભગવાનો છૂટી  ગયા વ્રત તહેવારો ના ધતિંગ છૂટી ગયા વધારે માં પૂરું બાબાસાહેબ ના વિચારો ને ફોલો કરતા કરતા રસ્તા માં ગૌતમ બુદ્ધ અને એમના તથા મૌર્ય વંશ ના ઈતિહાસ ને જાણવાનું થયું અને રસ્તો વધારે ક્લીયર થયો...અને ખરેખર એકસમયે હનુમાન(કોલેજ માં મારા મિત્રો માં મારા કરતા મારા ગળા માં વર્ષો થી લગભગ નાનપણ થી પહેરેલી ગદ્દા હમેશા જીજ્ઞાશા નું કેન્દ્ર રહેતી એ લોકો પણ મને એ જ રીતે હનુમાન ભક્ત તરીકે ઓળખતા) અને શંકર (રુદ્ર) ની ગાંડી ભક્તિ અને મહિના ઓ ઉપવાસ કરનાર (એમના વિષે કોઈ આડા અવળા સવાલ કરે તો હમેશા " આજના ગૌભકતો" ની જેમ વિરોધ કરનાર )...એમને પામવા એમનો સાથ મેળવવા અને દરેક કામ માં સહાય મેળવવા ધાંધિયા કરતો એક ભક્ત સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગયો....દરેક ગ્રંથો વાંચ્યા એમાં લખ્યું હતું કે તમને બનાવનાર ભગવાન ક્યાય બહાર નથી એ તમારી અંદર જ છે અને સમય આવ્યે તમને તમારા ભગવાન નો સાક્ષાત્કાર થશે અને તમને તમારા જીવનનું ધ્યેય ની જન થશે... અને એવું જ થયું ત્યાર થી આજ સુધી કોઈ ની પૂજા કરી નથી, નથી કોઈ મંદિર માં ગયો , નથી કોઈ પ્રાથના કરી....બુદ્ધ ના આદેશ મુજબ આ ધરતી આ પ્રકૃતિ જ તમારી માતા છે એનું રક્ષણ કરો એજ તમને સમય આવ્યે બચાવશે....દરેક ને પ્રેમ કરો દરેક પ્રાણી વનસ્પતિ વન્ય જીવો બધાને પ્રેમ કરો એ તમારા ઉપર હુમલો કરે તો પણ !! કેમ કે વન્ય જીવ છે એને બુદ્ધિ નથી..એનો ઉદ્ધાર કે બચાવ કરવાની કે તમારો કરવાની...પણ માનસ પાસે બુદ્ધિ છે..એને વિચારો આવે છે,,,એ અવનવી શોધો કરે છે બીજા ને મદદરૂપ થાય છે.. અને અંતે સિધાર્થ ગૌતમ બુદ્ધ દ્વારા કહેવાયેલું અને બાબાસાહેબ દ્વારા ફોલો કરાયેલું એક સત્ય " મનુષ્ય ના જીવનનું અંતિમ અને ઉચ્ચતમ ધ્યેય હમેશા તેની બુદ્ધિ ને વધારવાનું જ્ઞાન ને વધારવાનું હોવું જોઈએ જેથી એ જરૂર પડે પોતાના તેમજ આ દુનિયા ના કામ માં આવી શકે " ત્યારબાદ બુદ્ધ, બુદ્ધિજમ અને સમ્રાટ અશોક તથા ભારત નો પ્રાચીન  ઈતિહાસ જેવા વિષયો પર રીસર્ચ કરી ઘણી નવી સત્ય વાતો જાણી માતાજીઓ અને ભગવાનો નો વિરોધ કરવાથી એમનો ત્યાગ કરવાથી મને  મારા જ પરિવાર માં પ્રબળ માનસિક આંતરિક સંઘર્ષ નો સામનો કરવો પડ્યો અને હાલ પણ પડે છે..આ એક રૂઢિ છે જે વર્ષો થી સ્થપાઈ છે એટલે એનો વિરોધ સંઘર્ષમય તો રહેવાનો જ ક્યારેક પોતાના જ પરિવાર વચ્ચે કડવા વેણ પણ સંભાળવા પડ્યા  અને ના છુટકે ના ગમતું પણ કરવું પડ્યું. પણ એ વાતો  કરશું ફરી કોઈક વખત.. આજે મને કોઈ વાતનો અફસોસ નથી ફક્ત એકવાત સિવાય કે ભલે મને મારા પરિવારે આ બે મહાન પુરુષો વિષે ના જણાવ્યું તેઓ તો ખુદ નહોતા જાણતા પણ અફસોસ છે કે જયારે મેં શરૂઆત કરી જાણવાની ત્યારે એમનું એક પણ પુસ્તક અમારા ઘર માં નહોતા...અને નિયમ લઉં છુ કે પરિવાર માં આવનારી નવી  પેઢી ને આ તકલીફ નહિ પડવા દઉં...જે રાત્રે મારા કમ્પ્યુટર સાયન્સ ની સાથોસાથ બી આર આંબેડકર અને તથાગત સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ને જાણ્યા ત્યારથી આ જીવન માં શરુ થયું મારું અંગત "મહાભીનીષ્ક્રમણ"

 - આકાશ મકવાણા

No comments:

Post a Comment