May 08, 2017

જાપાન અને પાકિસ્તાન ની સામાજિક ન્યાયની વ્યાખ્યા : વિજય મકવાણા

દુનિયામાં 192 દેશો વિદ્યમાન છે. તેમાં સામાજિક ન્યાયની વ્યાખ્યા બે દેશોએ જબરી કરી છે.
''વિશ્વના દરેક દેશમા શાસક સમુદાય અને શોષિત સમુદાય મોજૂદ છે. શાસક સમુદાય ના જુલમ, અત્યાચાર નો બદલો શોષિતોને રાષ્ટ્ર કયારેય ચૂકવી નહી શકે. પણ રાષ્ટ્ર પોતાના જ દેશના નાગરિકો ને દોજખમાં ન રાખી શકે. એમની સામાજિક, આર્થિક, શૈક્ષણિક ઉત્થાનની જવાબદારી રાષ્ટ્રની છે. એ માટે શક્ય એટલી તમામ જોગવાઈઓ ઉભી કરવી અને તેની નિષ્ઠાપૂર્વક અમલવારી રાષ્ટ્રએ કરવાની રહે છે.''
તે બે દેશના નામ છે (૧) જાપાન અને (૨) પાકિસ્તાન..

જાપાને પોતાના સંવિધાનમાં વિશેષ જોગવાઈ કરીને પોતાના 'અછૂત' ગણાતા, સામાજિક બહિષ્કારનો સદીઓથી ભોગ બનેલાં 'બુરાકીમીન' ને વસ્તીના અનુપાતથી વધુ માત્રામાં એટલે કે, 11% બુરાકીમીનને 15% રાજકીય, શૈક્ષણિક તથા રોજગારલક્ષી પ્રતિનિધીત્વ આપ્યું છે. મેં આ પહેલાં પોસ્ટ મુકેલી તેમાં જણાવેલ કે જાપાનના વિદેશમંત્રી તથા વિશ્વવિખ્યાત 'હોન્ડા' કંપનીના માલિક બુરાકીમીન છે.
આપણા પડોશી દેશ પાકિસ્તાને પણ પોતાના સંવિધાન ના આર્ટિકલ -૨૭માં પોતાના દેશના લઘુમતિ હિન્દુઓની ખાસ કાળજી લઇને વર્ષ ૧૯૭૩માં પોતાના દેશના શોષિત,પિડીત હિન્દુ નાગરિકો ને તેમની વસ્તીના અનુપાત કરતા વધું એટલે કે ૬% હિન્દુ નાગરિકો ને ૭.૫% રાજકીય,શૈક્ષણિક, રોજગારલક્ષી પ્રતિનિધિત્વની જોગવાઇ કરી છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગવર્નર હિન્દુ છે. પાકિસ્તાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હિન્દુ છે.
સામાજિક ન્યાય અને સમાનતાની ભાવના સંદર્ભે બંને દેશોને અભિનંદન.
(અભિનંદન નો વિરોધ કરવા આવનારને સૂચના માન.પ્રધાનમંત્રી જેમ હું શાલ ઓઢાડવા અરધે રસ્તે બલુનમાંથી ઉતરી નહીં જાઉં)
-વિજય મકવાણા















Facebook Post :-

No comments:

Post a Comment