May 08, 2017

ગાળનું સમાજશાસ્ત્ર : વિજય મકવાણા

ભારતમાં આશરે 25 કરોડ લોકો ફેસબુક/વોટ્સએપ/ટવીટ્ટર જેવા સોશ્યલ નેટવર્ક પર વિચારો મુકી રહ્યાં છે. ચર્ચાઓ કરી રહ્યાં છે. હજારો પોસ્ટ પર કોમેન્ટબોક્સમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ સમાજની વાસ્તવીક છબી રજૂ કરે છે. લોકો જેવી રીતે જાહેરજીવનમાં વર્તણુંક કરે છે. તેવી જ વર્તણુંક તેઓ સોશ્યલ નેટવર્ક પર કરે છે. આ વર્તણુંકથી સદીઓથી ભારતની વિશ્વગુરુ તરીકેની જે બનાવટી છબી ઉભી કરાઇ હતી તે ખરડાઇ રહી છે. ભારતીય સંસ્કૃતિનો વિવિધતામાં એકતાવાળો દંભી મલિન ચહેરો ઉજાગર થઇ રહ્યો છે. ભારતની મહાનતાની, દાર્શનિકતાની વાતો પોકળ સાબીત થઇ રહી છે. સોશ્યલ નેટવર્ક પરના સંવાદો ભારતની સામાજીક વ્યવસ્થાની પોલ ખોલી રહ્યાં છે. સોશ્યલ નેટવર્ક પર બીનસાંપ્રદાયિકતા, સામાજીક ન્યાય, જાતિનિર્મુલન, વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિકોણ ધરાવતા લોકો બેહિસાબ ગાળો ખાઇ રહ્યાં છે. તેમની પોસ્ટ પર ગાળો લખનારાનું જાતિ વિશ્લેષણ કરી રિપોર્ટ તૈયાર કરો તો તે મોટાભાગના ઉજળીયાતો છે. નીચી જાતિના લોકો ગાળો નથી બોલતા એવું નહી કહેતો પણ તે પ્રતિરોધ હોય છે. 'તે ગાળ આપી? તો હું પણ આપું છું' એ મુખ્ય ભાવ હોય છે..સોશ્યલ નેટવર્ક પર ઉજળીયાત ભારતીયો જેવા છે તેવા દેખાય છે. ગાળો બોલનારો વર્ગ શાસક જાતિઓનો ઉજળીયાત વર્ગ છે. આ એ વર્ગ છે જે પોતાના પૂર્વજોના તથ્યો વિનાના દર્શનશાસ્ત્રનું ગાળો બોલી પરાણે સન્માન કરાવે છે. ગાળના સમાજશાસ્ત્ર વિશે આ પહેલાં મેં એક પોસ્ટ મુકેલી જેમાં મેં કહેલું કે, ગાળની શોધ ગુલામોએ, શોષિતોએ, શુદ્રોએ કે સ્ત્રીઓએ નથી કરેલી. ગાળની શોધ શાસક પુરુષે કરેલી છે. ગાળ તે જ આપી શકે જે તાકતવર છે, આતતાયી છે, અહંકારી છે, દંભી છે, આડંબરી છે. આમાંથી કશુંક તડાક દઇને તૂટે એટલે..તારી માઁ..તારી બેન..આ સાથે જ પેલી બાજુ મહાન ભારતના ચહેરા પરથી ગિલેટ ઉતરે છે.
-વિજય મકવાણા
(તસવીર એકવખતના બળવાન હવે ખતમ થઇ રહેલાં રંગભેદની છે)

















Facebook Post :-

No comments:

Post a Comment