હે સવર્ણમિત્ર, તમે મને તમારા દિવાનખંડ સુધી ખેંચી જાઓ છો. તમારાં ભીંતચિત્રો દેખાડો છો. સાથે બેસાડી ચા પિવડાવો છો. સાથે ઉઠો છો. સાથે કામ કરો છો. એટલાં માત્રથી સમાજ બદલાઇ નથી જતો. તમે જે કરી રહ્યાં છો તે આધુનિકતાનો માર છે. તમને ડર લાગે છે કે કોઇ તમને રુઢિવાદી ન કહી દે! તમે સતત કાળજી રાખો છો કે ઓર્થોડોક્સનું લેબલ ન લાગી જાય! તમારી વર્તણુંક ત્યારે બદલાય છે જ્યારે તમે તમારા લોકો વચ્ચે બેઠાં હોવ છો. ત્યાં તમે દરેક રુઢિનાં જોરદાર સમર્થક હોવ છો. ટોળાંમાં તમે ખતરનાક છો. તમારો મારી સાથેનો વ્યવહાર માત્ર ઔપચારિકતા હોય છે. મજબૂરી હોય છે. સાચો સ્નેહપૂર્ણ અને સહ્રદયતાવાળો વ્યવહાર હોત તો તમે મારી સાથે મારાં આંદોલનમાં ખભેખભો મિલાવી જાતિવાદ નષ્ટ કરવા કુદી પડ્યાં હોત! પણ અફસોસ એવું તમે નથી કરી રહ્યાં. તમે તમારી ચા ની કિંમત વસુલવા ઉત્સુક છો. તમે તમારી મહાનતા સાબીત કરવાના ચક્કરમાં રચ્યાં પચ્યાં રહો છો. તમારી કરતાં તો 'પાક્કો રુઢિવાદી' સારો..લડી તો શકાય!! -વિજય મકવાણા
No comments:
Post a Comment