May 08, 2017

ત્યાગ અને ગ્રહણ

ત્યાગ અને ગ્રહણ
એક અમીર માણસ જેના રસોડાંમાં ઘી-દૂધની નદીઓ વહે છે. તે ઘીની બનેલી વાનગીઓની બાધા લઇ લે.. તે ઘીનો ત્યાગ કરે છે તેમ કહેવાય..
એક ગરીબ માણસ જેણે રાશનના ચોખા સિવાય કશું જોયું નથી તે ઘીની બનેલી વાનગીઓની બાધા લઇ લે ..તો તે ત્યાગ ન કહેવાય..જે જોયું નથી, ચાખ્યુ નથી, માણ્યું નથી એનો ત્યાગ કરવો એ મુર્ખતા છે..
ગરીબ માણસે જરુરીયાતો વધારવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ..છે એના કરતાં વધું મળે એજ એનું લક્ષ્ય હોવું જોઇએ..
મહાત્મા ગાંધી પાસે હજારો ધોતી ખરીદવાની શક્તિ હતી..ગાંધી સોનાના ઘુઘરે રમેલા હતાં..તેમને વસ્ત્રો પહેરવા કે ન પહેરવા તે વિકલ્પ મળેલો હતો..
આંબેડકર બચપણથી ગરીબીમાં ઉછરેલા,એમણે ભૂખ એટલે શું? એનો રોજેરોજ અનુભવ કરેલો, તેમણે પોતાના સમાજને દારુણ ગરીબીમાં સબડતો જોયેલો હતો. વસ્ત્રવિહીન હજારો સ્ત્રીઓ-બાળકો તેમની આસપાસ હતાં..એ તમને તમારી ફાટેલી, જર્જરીત ધોતીનો ત્યાગ કરવાનું ઉદાહરણ આપવા નહોતા આવ્યા. તેમણે તમારી જરુરીયાતોને પુરી કરવાનો સંકલ્પ લીધો..જે ચીજો પર દલિતોને અધિકાર નહોતો તે ચીજોને બાબાસાહેબે વટભેર ઉપયોગ કરવાનું શરું કર્યું..જીવનપર્યંત બાબાસાહેબે નવાનક્કોર સુટબુટ પહેર્યાં..આપણે માત્ર ગ્રહણ કરવાનું છે..દોસ્તો!
-વિજય મકવાણા












Facebook Post :-

No comments:

Post a Comment