May 08, 2017

અને માણસ ફરી માણસાઇના ગીતો ગાય...

માણસ
પહેલાં તો પોતાને
બરાબરનો બરબાદ કરે!
ચરસ લે, ગાંજો પીવે,
અફિણ-લાલપરી ખાય,
છાકટો થૈ દેશી દારું પીવે,
જે મળે તેને માઁ-બહેન સમાણી ગાળો દે.
પકડીને મારકુટ કરે..
ખુન કરે,
સૂતેલાંની હત્યા કરે
છોકરીઓ-બૈરીઓની છેડતી કરે,
શું બુઢ્ઢી, શું તરૂણી, શું સગીર?
બધી સ્ત્રીઓને પકડી
તેમનો વ્યાસપીઠ પર બળાત્કાર કરે.
ઇસુના, પયગંબરના, બુધ્ધના, કૃષ્ણના
વંશજોને ફાંસી દઇ દે.
દેવાલય, મસ્જિદ, સંગ્રહાલય વિગેરે
ઇમારતોનો જુરેજુરો કરી નાખે
દુનિયાભરમાં ફરફોલ્લાં જેમ
ફેલાઇ ગયેલી
આ અમાનવીય કરતુતોને ફુલવા દે
અને અચાનક ફુટી જવા દે.
એના પછી જે શેષ બચી જાય
તે માણસો
કોઇને પણ ગુલામ ન બનાવે
લુંટમાર ન કરે
કાળો કે ગોરો ન કહે
તું બ્રાહ્મણ, તુ ક્ષત્રિય, તું વૈશ્ય, તું શુદ્ર
કહીને ધુત્કારે નહી.
આકાશને પિતા
અને
ધરતીને માતા માનીને
તેના ખોળામાં હળીમળીને રહે.
ચાંદ અને સુરજ ફિક્કા પડી જાય તેવા
ઉજ્જવળ કામો કરે.
ધરા પર ઉગેલો
એક-એક દાણો પણ સહું વહેંચીને ખાય.
માણસો પર જ ફરીથી કવિતાઓ લખાય.
અને માણસ ફરી માણસાઇના ગીતો ગાય..!
કવિ~નામદેવ ઢસાલ
અનુ~ વિજય મકવાણા















+




Facebook Post :-

No comments:

Post a Comment