હરદ્રાર હિન્દુઓ માટેનુ અત્યંત પવિત્ર સ્થળ. લગભગ દરેક રાજ્યમાંથી સીધી ગાડી હરદ્વારમાં આવે છે. આપણા દેશમાં ગંગાને પવિત્ર નદી માનવામાં આવે છે અને તેમાં સ્નાન કરવાથી મનુષ્યના સઘળા પાપ નષ્ટ પામે છે. પણ અત્યાર સુધી કોઇએ પ્રશ્ન કર્યો જ નહી કે,
૧. આપણે પાપો કેમ કરીયે છે?
૨. જો પાપો કરીને ગંગામાં નહાવાથી નષ્ટ થાય તો પાપ કરતા રહો, ગંગામાં નહાઇને પાપમુકત જીવન જીવો!!
કોઇ કહે છે અજાણ પણે થયેલા પાપોમાંથી મુકિત મેળવવા ગંગામાં સ્નાન જરુરી છે. પણ પાછો આ વિષય લાંબો થઇ જાય. કયુ કાર્ય પુણ્ય અને કયુ પાપ. જુઠુ બોલીને કમાયેલા નાણાંથી હુ મંદિરમાં દાન કરુ તે. ચોરી કરીને જ અમુક કોમ પોતાનું ઘર ચલાવે છે. ચોરી પાપ હોઇ શકે પણ તેનું ઘર ચલાવવું તેની ફરજ છે તેથી તેને તે પાપ શુ કોઇ ખોટું કાર્ય નથી માનતા.
હરદ્રામાં આખા ભારતમાંથી આવે છે. લોકો ગંગામાં સ્નાન કરે છે. પછી આરતી જોવા માટે બધા બેસી જાય છે. ઘાટના કિનારે દર દસ ફૂટના અંતરે એક ઓટલા જેવું ઉભુ કર્યું છે તેના પર બેસવાના પચાસ રુપિયા જેટલો ચાર્જ લે છે. નીચે બેસો તો મફત પણ ઓટલા પર બેસો તો પચાસ આપવા પડે. એક ઓટલા પર લગભગ દસ વ્યકિત બેસી શકે. સવાર સાંજ વીસ વ્યકિત બેસે તો ૧૦૦૦ રુપિયા એક ઓટલા પર કમાઇ શકાય. આવા લાઇન બધ્ધ ઓટલા ઘાટના કિનારે બનાવેલા છે.
જે ઘાટ તરફ આરતી થાય છે તે તરફ પુજા કરાવવાની વ્યવસ્થા છે. તેની પણ વ્યવસ્થા વધુ પ્રમાણમાં કરેલી છે તેથી વધુ ને વધુ લોકો પુજા કરાવે અને દાન દક્ષિણા આપે.
આરતી જોવા માટે આવેલી ભીડની વચ્ચે ત્યાના લોકો એક રસીદ બુક લઇને ફરે છે અને દાન માટે આહ્વાન કરતા રહે છે. દાન ઉઘરાવનારા એટલા બધા છે કે એક મિનિટ પુરી થાય તે પહેલા બીજો આવી જાય. આરતી પુરી થાય પછી જેણે નાની નાની આરતી કરી છે તે તમારી સમક્ષ આવશે અને આરતી સામે ધરીને પૈસા માંગશે. વ્યવસ્થિત આયોજનબધ્ધ તરીકે ચાલતુ આ ષડયંત્ર માત્ર પૈસા કમાવા માટેનો કારસો જ છે.
આ દેશમાં ભગવાન અને પાપનો ડર એટલી હદે ઘુસાડી દેવામાં આવ્યો છે કે ખુદ ભગવાન પણ આવીને કહે કે આ બધુ પાખંડ છે તોય કોઇ માને નહી. આ દેશની ભોળી પ્રજા ભગવાનથી, કાલ્પનિક ભગવાનથી ડરતી રહેશે અને છેતરાતી રહે છે. ૨૫ કમિશ્નરોની ટીમમાં અમે ત્રણ હતા જેમણે ગંગામાં સ્નાન નહોતુ કર્યું કે આરતીના દર્શન નહોતા કર્યા.
પણ મારા સુધરવાથી શુ થાય તેમ માનીને આ લેખ લખ્યો નથી. આ પાખંડ અને લુંટમાથી આ લેખ વાંચીને માત્ર એક વ્યકિત જો બહાર નીકળશે તો મારી મહેનત એળે નહી જાય.
-- દિનેશ મકવાણા (૨૬/૪/૨૦૧૭ સવારે ૦૭.૦૦, હરદ્રાર- ઉત્તરાખંડ)
No comments:
Post a Comment